World

1 મહિનો સીઝફાયર, ન્યૂક્લિયર પ્રોગ્રામ બંધ, હોર્મુઝ સ્ટ્રેટ ચાલુ કરો... યુદ્ધ ખતમ કરવા ટ્રમ્પની ઈરાન સામે 15 શરત!

By GS TEAM
25 Mar 20263 mins read
TukuTouch Logo
ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેહરાન સામે એક મહત્ત્વનો 15-સૂત્રીય શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ પ્રસ્તાવ પાકિસ્તાનના મધ્યસ્થો દ્વારા ઈરાન સુધી પહોંચાડવામાં આવ્યો છે. ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' પર પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફની પોસ્ટ શેર કરીને આ સાર્થક વાતચીતનો સંકેત આપ્યો છે. આ સંભવિત મંત્રણામાં અમેરિકા તરફથી સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર સામેલ થઈ શકે છે. જોકે, ઈરાને કોઈ પણ પ્રકારની ગુપ્ત મંત્રણા કરી હોવાનો ઇનકાર કર્યો છે અને માત્ર મર્યાદિત પરોક્ષ સંપર્ક હોવાનું જણાવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

1 મહિનો સીઝફાયર, ન્યૂક્લિયર પ્રોગ્રામ બંધ, હોર્મુઝ સ્ટ્રેટ ચાલુ કરો... યુદ્ધ ખતમ કરવા ટ્રમ્પની ઈરાન સામે 15 શરત!

Iran Ceasefire Plan: ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેહરાન સામે એક મહત્ત્વનો 15-સૂત્રીય શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ પ્રસ્તાવ પાકિસ્તાનના મધ્યસ્થી દ્વારા ઈરાન સુધી પહોંચાડવામાં આવ્યો છે. ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' પર પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફની પોસ્ટ શેર કરીને આ સાર્થક વાતચીતનો સંકેત આપ્યો છે. આ સંભવિત મંત્રણામાં અમેરિકા તરફથી સ્ટીવ વિટકોફ અને જેરેદ કુશનર સામેલ થઈ શકે છે. જોકે, ઈરાને કોઈ પણ પ્રકારની ગુપ્ત મંત્રણા કરી હોવાનો ઇન્કાર કર્યો છે અને માત્ર મર્યાદિત પરોક્ષ સંપર્ક હોવાનું જણાવ્યું છે.

ટ્રમ્પનો 15 સૂત્રીય શાંતિ પ્રસ્તાવ: મુખ્ય મુદ્દાઓ

1. એક મહિનાનું સીઝફાયર: યુદ્ધ રોકવા માટે તાત્કાલિક એક મહિના માટે સીઝફાયર કરવું.

2. પરમાણુ હથિયાર પર પ્રતિબંધ: ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર નહીં બનાવે તેવી પ્રતિબદ્ધતા દર્શાવવી.

3. પરમાણુ કાર્યક્રમનો અંત: ઈરાનના પરમાણુ કાર્યક્રમને સંપૂર્ણપણે નાબૂદ કરવો.

4. મુખ્ય મથકોનો નાશ: નતાંજ, ઇસ્ફાહાન અને ફોર્ડો પરમાણુ સુવિધાઓને સેવામાંથી હટાવી તેનો નાશ કરવો.

5. યુરેનિયમ સંવર્ધન પર રોક: ઈરાની ધરતી પર કોઈપણ ન્યૂક્લિયર મટીરિયલના સંવર્ધનનો અંત લાવવો.

6. સંવર્ધિત જથ્થો સોંપવો: તમામ સંવર્ધિત સામગ્રી નક્કી કરેલા સમયપત્રક મુજબ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી(IAEA)ને સોંપવી.

7. IAEAને સંપૂર્ણ એક્સેસ: યુએન(UN)ની પરમાણુ વોચડોગ સંસ્થાને ઈરાનની અંદરની તમામ માહિતી મેળવવા માટે સંપૂર્ણ એક્સેસ આપવો.

8. મિસાઇલ પ્રોગ્રામ સ્થગિત: બેલિસ્ટિક મિસાઇલ પ્રોગ્રામ પર હાલ રોક લગાવવી(ભવિષ્યમાં તેની સંખ્યા અને રેન્જ પર મર્યાદા મૂકાશે).

9. સૈન્ય મર્યાદા: ઈરાનની સૈન્ય ક્ષમતાઓને માત્ર 'સ્વ-બચાવ'(Self-defence)ના હેતુ પૂરતી મર્યાદિત કરવી.

10. પ્રોક્સી વ્યૂહરચનાનો ત્યાગ: પ્રોક્સી ગ્રૂપ્સ(સશસ્ત્ર જૂથો)ને સમર્થન આપવાનું અને હથિયાર પૂરા પાડવાનું બંધ કરવું.

11. હોર્મુઝ સ્ટ્રેટ: હોર્મુઝ સ્ટ્રેટને મુક્ત દરિયાઈ માર્ગ તરીકે ખુલ્લો રાખવાની ખાતરી આપવી.

12. પરમાણુ પ્રતિબંધોમાંથી મુક્તિ: આ શરતોના બદલામાં ઈરાન પર લાદવામાં આવેલા તમામ પરમાણુ સંબંધિત આર્થિક પ્રતિબંધો હટાવી લેવા.

13. નાગરિક પરમાણુ કાર્યક્રમ: વીજળી પેદા કરવા માટે બુશેહરમાં સિવિલિયન ન્યૂક્લિયર પ્રોગ્રામના વિકાસમાં અમેરિકા સહયોગ આપશે (દેખરેખ હેઠળ).

14. સ્નેપબેક મિકેનિઝમ નાબૂદી: પ્રતિબંધો આપમેળે ફરીથી લાગુ કરવાની 'સ્નેપબેક' સિસ્ટમ ખતમ કરવી.

15. સીધી મંત્રણા: મધ્યસ્થીઓ (પાકિસ્તાન, તૂર્કિયે, ઇજિપ્ત) દ્વારા અમેરિકા અને ઈરાનના અધિકારીઓ વચ્ચે મંત્રણા યોજવી.

આ પણ વાંચો: યુદ્ધની સ્થિતિ વચ્ચે ચીનમાં કેમ નથી ઓઈલ સંકટ? વર્ષોની પ્લાનિંગનું હવે મળી રહ્યું છે ફળ

મે 2025ના નિષ્ફળ પ્રસ્તાવ પર આધારિત ટ્રમ્પનો નવો પ્લાન

નિષ્ણાતોના મતે આ 15-સૂત્રીય માળખું નવું નથી, પરંતુ મે 2025ના નિષ્ફળ ગયેલા પ્રસ્તાવ પર આધારિત છે. અમેરિકાના આ અચાનક સીઝફાયરના પ્રસ્તાવથી ઈઝરાયલના અધિકારીઓ હેરાન છે, કારણ કે તેઓ યુદ્ધ ચાલુ રાખવા માંગતા હતા. બીજી તરફ, રાજદ્વારી કોશિશો છતાં પેન્ટાગોન મિડલ ઈસ્ટમાં વધુ 3,000 સૈનિકો તૈનાત કરી રહ્યું છે, જેનાથી ત્યાં કુલ અમેરિકન સૈનિકોની સંખ્યા 50,000 પર પહોંચી જશે. ઈરાને પણ ચેતવણી આપી છે કે જો સૈન્ય ગતિવિધિઓ વધશે તો તે દરિયામાં નેવલ માઇન્સ (દરિયાઈ બારૂદ) પાથરી શકે છે.

યુદ્ધમાંથી બહાર નીકળવા માટે ડોનાલ્ડ ટ્રમ્પનો 'ઑફ-રેમ્પ' પ્લાન

વિશ્લેષકોનું માનવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી રહ્યા છે. જોકે, અમેરિકા અને ઈરાન વચ્ચેનો ઊંડો અવિશ્વાસ અને ઈરાનમાં વાતચીતના અધિકાર અંગેની અનિશ્ચિતતા આ શાંતિ પ્રક્રિયામાં મોટા અવરોધ સમાન છે. રાજદ્વારીઓ માને છે કે અમેરિકાની શરતો એટલી વ્યાપક છે કે ઈરાન તેને વર્તમાન સ્વરૂપમાં સ્વીકારે તેવી શક્યતા ઓછી છે.