World

ભારતના અર્થતંત્રની ટ્રમ્પે ભરપૂર પ્રશંસા કરી કહ્યું : ભારત તરફ જુઓ

By GS Team
21 Nov 20262 mins read
TukuTouch Logo
ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારોને સંબોધતા ફેડરલ રીઝર્વની કડક ટીકા કરી છે. તેમણે ભારતના 7% GDP વૃદ્ધિદર અને નીચા વ્યાજદરનું ઉદાહરણ આપી જણાવ્યું કે, અમેરિકામાં ઊંચા વ્યાજદરને કારણે આર્થિક ક્ષમતા મર્યાદિત રહી છે. ટ્રમ્પે કહ્યું કે, જો અમેરિકામાં પણ નીચા વ્યાજદર હોય તો આર્થિક વૃદ્ધિ 20% સુધી પહોંચી શકે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતના અર્થતંત્રની ટ્રમ્પે ભરપૂર પ્રશંસા કરી કહ્યું : ભારત તરફ જુઓ
  • એક સમયે જેને ડેડ ઇકોનોમી કહ્યું હતું તેવાં…
  • ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના 7 ટકાના GDPના વૃદ્ધિદર અને ઓછા વ્યાજદરનો હવાલો આપતાં ફેડરલ રીઝર્વની કડક ટીકા કરી

વૉશિંગ્ટન : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગત વર્ષે ભારત પર નિશાન સાધતા ભારતના અર્થતંત્રને 'ડેડ ઇકોનોમી' કહ્યું હતું પરંતુ આ વર્ષે સૂર બદલાઈ ગયો છે. તેઓએ અમેરિકાના 'ફેડરલ રીઝર્વ'ની વ્યાજ દરની નીતિ અંગે પ્રશ્નો ઉઠાવતા ભારતનું ઉદાહરણ આપ્યું હતું.
પત્રકારોને 'વ્હાઇટ હાઉસ'માં કરેલા સંબોધનમાં તેઓએ કહ્યું : ઓછા વ્યાજના દરને લીધે ભારતની જીડીપીમાં ૭ ટકાની વૃદ્ધિની આશા રખાય છે. જ્યારે ઉંંચા વ્યાજ દરને લીધે અમેરિકામાં આર્થિક ક્ષમતા મર્યાદિત રહી છે.
ફેડરલ રીઝર્વની નીતિની ટીકા કરતા પ્રમુખે કહ્યું : 'મજબૂત આર્થિક આંકડા મળવા છતાં ફેડ રીઝર્વે વ્યાજ દર વધાર્યો જ છે. વાસ્તવમાં આવું ન હોવું જોઈએ. ઓછા વ્યાજ દરથી જ અર્થતંત્રમાં વેગ આવે છે.
આ સાથે ભારતની આર્થિક સ્થિતિનો ઉલ્લેખ કરતા તેઓએ કહ્યું : 'ઓછા વ્યાજદરને લીધે ત્યાં મજબૂત આર્થિક વૃદ્ધિ થઈ રહી છે. અમેરિકામાં જો આમ કરવામાં આવે તો આપણે આર્થિક વૃદ્ધિદર ૧૩, ૧૪ કે ૧૫ કે ૨૦ ટકા જેટલો પહોંચી શકે. મજબૂત આર્થિક પ્રદર્શન કોઈ પણ દેશની પ્રતિષ્ઠારૂપે છે.
આ સાથે પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, દુનિયાનું સૌથી મોટું અર્થતંત્ર હોવાને લીધે અમેરિકામાં તો સૌથી નીચા વ્યાજદર હોવા જોઈએ.
પ્રમુખ ટ્રમ્પના આ વિધાનોતેવા સમયે આવ્યાં છે કે, જ્યારે અમેરિકામાં 'ફેડરલ રિઝર્વ'ની નિર્ધારિત મોંઘવારીના દરથી ઘણી વધુ મોંઘવારી થઈ ગઈ છે.
ટ્રમ્પે તેઓના કથન દરમ્યાન આગળ કહ્યું કે, 'આંકડાઓ જ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે, વ્યક્તિગત ઉપયોગ વ્યય (પર્સનલ કન્ઝમ્પશન એક્ષપેન્સીઝ - પી.સી.ઇ.) આધારિત મુદ્રા સ્વીકૃતિ રહ્યો છે તે સિવાયના અન્ય પદાર્થોમાં તે ૩.૧ ટકા રહ્યો છે. આ કારણે જ ફેડરલ રિઝર્વ મોંઘવારીની વૃદ્ધિ અને આર્થિક વૃદ્ધિ વચ્ચે સંતુલન જાળવવું જોઈએ.'