ર્ચીન જતાં પૂર્વે નકશો પોસ્ટ કર્યો
વેનેઝુએલાના પ્રમુખ તરીકે રોડ્રિગ્સે અમેરિકા સાથે સંબંધો સુધારવા પગલાં લીધાનું પણ જણાવ્યું
આ પોસ્ટ એવા સમયે કરવામાં આવી છે જ્યારે ટ્રમ્પ ચીનની મુલાકાતે જઈ રહ્યા હતા.ટ્રમ્પે આ પોસ્ટ વેનેઝુએલાના વચગાળાના પ્રમુખ ડેલ્સી રોડ્રિગ્ઝના નિવેદન પછી કરી છે. તેમા તેમણે જણાવ્યું હતું કે તેમના દેશે ક્યારે પણ ૫૧માં રાજ્ય બનવા અંગે વિચાર કર્યો નથી. અમેરિકન લશ્કરે જાન્યુઆરીમાં પ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ કરી તેના પછી પણ અમે આ વિચાર્યું નથી. આ પહેલા ટ્રમ્પે સોમવારે ફોક્સ ન્યૂઝને જણાવ્યું હતું કે તેઓ દક્ષિણ અમેરિકન દેશ વેનેઝુએલાને નવું રાજ્ય બનાવવા અંગે વિચારી રહ્યા છે. આ વાત તેમણે મહિનાઓ સુધી આ વાતનો દાવો કર્યા બાદ જણાવી હતી કે તેલ સમૃદ્ધ દેશ પર તેમનું નિયંત્રણ છે.રોડ્રિગ્ઝે વેનેઝુએલાના પ્રમુખપદ સંભાળ્યા પછી અમેરિકા સાથેના સંબંધો સારા બનાવવાની દિશામાં કામ કર્યુ છે. તેમણે એવા સુધારા લાગુ કર્યા છે જેના હેઠળ વેનેઝુએલાએ માઇનિંગ અને ઓઇલ સેક્ટરને વિદેશી કંપનીઓ માટે ખોલી દીધું છે.


