World

અમેરિકા-યુરોપ વચ્ચે પડી તિરાડ, ટ્રમ્પે અચાનક જ જર્મનીથી 5000 સૈનિકો પાછા ફરવા આદેશ કર્યો

By GS Team
2 May 20262 mins read
TukuTouch Logo
મિડલ ઈસ્ટમાં યુદ્ધ અને નાટો (NATO)ના મુદ્દે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપિયન દેશો વચ્ચેના સંબંધોમાં મોટી તિરાડ જોવા મળી રહી છે. પેન્ટાગોને શુક્રવારે જાહેરાત કરી છે કે અમેરિકા નાટો સહયોગી દેશ જર્મનીમાંથી 5,000 સૈનિકો પાછા ખેંચી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકા-યુરોપ વચ્ચે પડી તિરાડ, ટ્રમ્પે અચાનક જ જર્મનીથી 5000 સૈનિકો પાછા ફરવા આદેશ કર્યો

US-Europe Relations: મિડલ ઈસ્ટમાં યુદ્ધ અને નાટો (NATO)ના મુદ્દે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપિયન દેશો વચ્ચેના સંબંધોમાં મોટી તિરાડ જોવા મળી રહી છે. પેન્ટાગોને શુક્રવારે જાહેરાત કરી છે કે અમેરિકા નાટો સહયોગી દેશ જર્મનીમાંથી 5,000 સૈનિકો પાછા ખેંચી રહ્યું છે.

વ્યૂહાત્મક વિવાદ અને સૈન્ય કાપ

જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ સાથેની ઉગ્ર ચર્ચા બાદ પ્રમુખ ટ્રમ્પે આ સૈન્ય કાપનો આદેશ આપ્યો છે. ચાન્સેલર મેર્ઝે નિવેદન આપ્યું હતું કે 'બે મહિનાથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવાની વાટાઘાટોમાં ઈરાનીઓ અમેરિકાનું અપમાન કરી રહ્યા છે.' આ નિવેદન સામે ટ્રમ્પે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'મેર્ઝને ખબર નથી કે તે શું વાત કરી રહ્યો છે.'

આ પણ વાંચો: 'કાં તો સમજૂતી કરો, નહીં તો બોમ્બમારો કરી હંમેશા માટે ખતમ કરીશ..', ટ્રમ્પની ઈરાનને ચેતવણી

ટ્રમ્પ દ્વારા મેર્ઝની આકરી ટીકા

બુધવારે ઓવલ ઓફિસમાં આયોજિત એક કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પે જર્મન ચાન્સેલર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું કે 'જર્મની હાલમાં ઊર્જા અને ઘૂસણખોરીની મોટી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે.'

ટ્રમ્પે આક્ષેપ કર્યો કે, 'મેર્ઝ યુક્રેન યુદ્ધનો અંત લાવવામાં નિષ્ફળ રહ્યા છે અને તેમના કૃત્યોને કારણે યુક્રેન મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયું છે. જર્મન ચાન્સેલર પર ત્યાં ફેલાતી અરાજકતામાં સામેલ હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.'

જર્મનીનું વલણ અને ઓઈલ સંકટ

બીજી તરફ, ચાન્સેલર મેર્ઝે નાટો લશ્કરી જોડાણના મહત્વ પર ભાર મૂક્યો હતો, પરંતુ સૈનિકોના ઘટાડા અંગે કોઈ સીધો વાંધો ઉઠાવ્યો ન હતો. મેર્ઝે સ્પષ્ટ કર્યું છે કે, જર્મની સાથી દેશો સાથે વિશ્વાસપાત્ર સંબંધો જાળવવા માટે કટિબદ્ધ છે. ઈરાન દ્વારા બંધ કરવામાં આવેલી હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) ને ખોલવામાં જર્મની સહયોગ આપવા તૈયાર છે.

હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે વિશ્વનું આશરે 20 ટકા ક્રૂડ ઓઈલ બજારમાં પહોંચી શકતું નથી, જેની અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડી રહી છે.