World

મારી પાસે 'ઈરાન' નામની મુસીબત છે...: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ

By GS Team
22 May 20262 mins read
TukuTouch Logo
Trump On Attending Son Don Jr Bahamas Wedding : વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ છે, ત્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઘરમાં શરણાઈઓ વાગવા જઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી મોટા દીકરા, ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર આ વીકએન્ડમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. પરંતુ, પશ્ચિમ એશિયાની યુદ્ધ જેવી સ્થિતિ અને સુરક્ષાના કારણોસર ખુદ પ્રમુખ ટ્રમ્પ માટે આ લગ્નમાં હાજરી આપવી એક મોટો કોયડો બની ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મારી પાસે 'ઈરાન' નામની મુસીબત છે...: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ

Trump On Attending Son Don Jr Bahamas Wedding : વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ છે, ત્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઘરમાં શરણાઈઓ વાગવા જઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી મોટા દીકરા, ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર આ વીકએન્ડમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. પરંતુ, પશ્ચિમ એશિયાની યુદ્ધ જેવી સ્થિતિ અને સુરક્ષાના કારણોસર ખુદ પ્રમુખ ટ્રમ્પ માટે આ લગ્નમાં હાજરી આપવી એક મોટો કોયડો બની ગઈ છે.

48 વર્ષના ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર તેમની ફિઆન્સે બેટિના એન્ડરસન સાથે બહામાસના એક નાનકડા ટાપુ પર લગ્ન કરવા જઈ રહ્યા છે. પ્રમુખ ટ્રમ્પે ઓવલ ઓફિસમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ એક અત્યંત ખાનગી પ્રસંગ છે જેમાં માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ સામેલ થશે. પરંતુ, જ્યારે પત્રકારોએ ટ્રમ્પને પૂછ્યું કે શું તેઓ આ લગ્નમાં જશે? ત્યારે ટ્રમ્પે પોતાની આગવી શૈલીમાં કટાક્ષ સાથે જવાબ આપતા કહ્યું કે, તે ઈચ્છે છે કે હું તેના લગ્નમાં સામેલ થાઉં. હું પૂરતા પ્રયત્નો કરીશ કે ત્યાં જઈ શકું. પણ મારી સામે ઈરાન નામની મોટી સમસ્યા છે. જો હું જઈશ તો પણ મને મારી નાંખવામાં આવશે ( મારી ટીકા કરવામાં આવશે ) અને જો નહીં જઉં તો પણ મારી ટીકા કરવામાં આવશે. આ એવી પરિસ્થિતિ છે તેમાં હું જીતી શકું તેમ નથી. 

નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના આ બીજા લગ્ન છે. અગાઉ 12 વર્ષ સુધી વેનેસા ટ્રમ્પ સાથે રહ્યા બાદ 2018માં તેમના છૂટાછેડા થયા હતા અને તેમને 5 બાળકો છે. ટ્રમ્પ પરિવાર માટે ચિંતાની વાત એ પણ છે કે, હજુ બુધવારે જ તેમની પૂર્વ પત્ની વેનેસા ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેમને બ્રેસ્ટ કેન્સર થયું છે.