ટેરિફ તડાતડી વચ્ચે ટ્રમ્પે રશિયા સાથે તેલ સોદો કર્યો : ઝેલેન્સ્કી ધૂંધવાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- રશિયા, અમેરિકાને તત્કાળ ડીઝલ પુરૂં પાડશે : ટ્રમ્પે કહ્યું ઝેલેન્સ્કીનો આક્રોશ ભડક્યો કહ્યું : તે યુદ્ધમાં મૂડી રોકાણ છે
નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે રશિયા અમેરિકાને તત્કાળ ડીઝલ પૂરૂં પાડવા સહમત થયું છે. વાસ્તવમાં નવેમ્બર ૩જીએ યોજાનાર મિડ-ટર્મ-ઈલેકશન (સંસદીય મધ્યાવધિ નિર્વાચન) પૂર્વે ડોનાલ્ડ ટ્રમ્પ તેલની કટોકટી હળવી કરવા આતુર છે. આ માટે ટ્રમ્પે રશિયાના પ્રમુખ પુતિન સાથે ફોન ઉપર વાત કરી હતી, અને જણાવ્યું હતું કે રશિયા ૩ લાખ ટન જેટલું ડીઝલ આપવા સહમત થયું છે. આટલું ડીઝલ તો તત્કાળ પૂરૂં પડાશે તે ઉપરાંત બીજું પાંચ લાખ ટન નવેમ્બરની શરૂઆતમાં આપશે, તે પછી ૧૦ લાખ ટન ડીઝલ પુરૂં પાડશે.
પોતાના ટ્રૂથ સોશ્યલ ઉપર આ માહિતી આપતાં આ રીપબ્લિકન નેતાએ કહ્યું હતું કે મારી સૌથી વધુ પ્રાથમિકતા ફાર્મર્સ, વેન્ચર્સ અને ટ્રકર્સને મળતું ડીઝલ ઓછા ભાવે મળે તે જોવાની છે. તેથી આ સોદો ઘણો મોટો અને મહત્વનો બની રહેશે. આ સાથે અમેરિકાના પ્રમુખે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, તેઓ ઈરાનને પરમાણુ શસ્ત્રો તો બનાવવા જ નહીં દે. તેઓએ વધુમાં લખ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેઇટસ ઉપર સંપૂર્ણ કબ્જો મળે ત્યાં સુધીમાં રશિયન એનર્જી (તેલ) વૈશ્વિક તેલ બજારને નીચું રાખી શકે તેમ છે, અને તે પણ રેકોર્ડ નંબરમાં તેમજ તત્કાળ.
આ સોદાથી યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી ખરેખરા ધૂંધવાયા છે. તેમણે ટ્રમ્પના આ પગલાંને યુદ્ધમાં મૂડી રોકાણ સમાન કહ્યું હતું. સાથે કહ્યું હતું કે, યુક્રેન રશિયાની ઓઈલ રીફાઈનરીઝને સળગાવી નહીં દે, પરંતુ રશિયા પણ અમારા એનર્જી ઈન્ફ્રાસ્ટ્રકચર્સ (તેલ માટેના મૂળભૂત સંસાધનોનો નાશ ન કરે. સાથે કહ્યું કે સમાધાન શોધવા અને કરાવવા માટે અમેરિકા પાસે પૂરતી શક્તિ છે તેનો તેણે ઉપયોગ કરવો જોઈએ.




