ટ્રમ્પે શાંતિ કરારને ‘ઐતિહાસિક જીત’ ગણાવતા ઈરાનની સ્પષ્ટતા, કહ્યું- 'અમારી આંગળીઓ હજુ ટ્રિગર પર'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

The Strait of Hope: Trump and Iran Signal a Historic Shift: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના યુદ્ધવિરામને મધ્ય પૂર્વના ‘પથ્થર યુગ’થી ‘સુવર્ણ યુગ’ તરફ જવાની શરૂઆત ગણાવી છે. ટ્રમ્પે 8 એપ્રિલ 2026ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર જાહેરાત કરી કે, યુએસ-ઈરાન વચ્ચેનો યુદ્ધવિરામ એ વિશ્વ શાંતિ માટે મોટો દિવસ છે. મને આશા છે કે, આ શાંતિ કરારથી મધ્ય પૂર્વમાં પુનઃનિર્માણ અને આર્થિક વિકાસના નવા દ્વાર ખુલશે.
હોર્મુઝ અંગે ગોળગોળ વાતો
આ શાંતિ કરારની મુખ્ય શરત વિશ્વના 20% ઓઇલ બિઝનેસ માટે મહત્ત્વની હોર્મુઝ સ્ટ્રેટને તાત્કાલિક ખોલવાની છે. ટ્રમ્પે કહ્યું છે કે, અમેરિકા અહીં ટ્રાફિક વ્યવસ્થામાં મદદ કરશે. આ સાથે ઈરાનમાં પુનઃનિર્માણ પ્રક્રિયા શરૂ થવાથી જંગી નફો થશે, જેમાં અમેરિકા તમામ પ્રકારની સામગ્રી પૂરી પાડવાની ખાતરી આપે છે. નોંધનીય છે કે, આ યુદ્ધવિરામ બે અઠવાડિયા માટે છે. હવે 10 એપ્રિલના રોજ પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં બંને દેશ વચ્ચે સીધી વાતચીત થવાની શક્યતા છે. તેનું કારણ એ છે કે, આ ડીલ કરવામાં પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈનું પહેલું નિવેદન
અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધવિરામ પર સહમતિ બની ગઈ છે. આ વચ્ચે ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈને દેશની તમામ સૈન્ય એકમોને તાત્કાલિક ફાયરિંગ રોકવાનો આદેશ આપ્યો છે. રાજ્ય સંચાલિત પ્રસારક ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાન બ્રોડકાસ્ટિંગ (IRIB) પર નિવેદન જાહેર કરીને ખામેનેઈએ કહ્યું કે, આ યુદ્ધનો અંત નથી, પરંતુ તમામ સૈન્ય શાખાઓને સર્વોચ્ચ નેતાના આદેશનું પાલન કરતાં ફાયરિંગ બંધ કરવી જોઈએ.
આ પણ વાંચો : BIG NEWS: તાત્કાલિક ઈરાન છોડવાનો આદેશ; ભારતીય નાગરિકો માટે એમ્બેસીનો નવો આદેશ
ટ્રમ્પે શાંતિ કરારને ઐતિહાસિક જીત ગણાવતા ઈરાનની સ્પષ્ટતા
ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ(SNSC) એ 8 એપ્રિલ 2026ના રોજ પુષ્ટિ કરી કે, અમે બે સપ્તાહના યુદ્ધવિરામ માટે તૈયાર છીએ. જો કે, ટ્રમ્પે આ ડીલને શાંતિ કરારની રીતે નહીં, પરંતુ અમેરિકાની ઐતિહાસિક જીત ગણાવતા હોય એ રીતે રજૂ કરી છે. એટલું જ નહીં, ટ્રમ્પે તો ત્યાં સુધી કહ્યું છે કે, ઈરાને અમેરિકાના 10 મુદ્દાના શાંતિ પ્રસ્તાવને સ્વીકારવા મજબૂર થવું પડ્યું છે.
ટ્રમ્પે સુવર્ણ યુગ ગણાવ્યો
આ અંગે ઈરાને સ્પષ્ટતા કરી છે કે, આ સ્થિતિને ટ્રમ્પ સુવર્ણ યુગ કહી રહ્યા છે, પણ સ્થિતિ નાજુક છે. અમારી ‘આંગળીઓ હજુ પણ ટ્રિગર પર છે’ અને આ સમજૂતીનો અર્થ યુદ્ધનો અંત નથી. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પણ કહ્યું છે કે, જો ઈરાન પરના હુમલા બંધ થશે, તો જ અમારી સૈન્ય કાર્યવાહી રોકાશે. આ ઉપરાંત હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર ઈરાની સેનાના સંકલન હેઠળ જ રહેશે.
ઈરાનની સ્પષ્ટતા અમારી આંગળી હજી પણ ટ્રિગર પર જ છે
ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તેમના "હાથ હજુ પણ ટ્રિગર પર છે" અને જો દુશ્મન (અમેરિકા) કોઈ પણ ભૂલ કરશે તો તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. બીજી તરફ, ઈઝરાયલ અને લેબેનૉન સરહદે હજુ પણ તણાવ યથાવત્ છે. નોંધનીય છે કે, આ યુદ્ધવિરામની જાહેરાત 7 એપ્રિલ 2026ના રોજ રાત્રે (અમેરિકન સમય મુજબ) કરાઈ હતી. ટ્રમ્પે આપેલી ડેડલાઇનના માત્ર બે કલાક પહેલા આ સમજૂતી થઈ હતી. જો આ સમજૂતી ન થઈ હોત, તો અમેરિકાએ ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને બ્રિજ જેવા સ્થળે ભીષણ હુમલાની ચેતવણી આપી હતી.









