World

પાકિસ્તાન-સાઉદી અરેબિયાએ ઈઝરાયલ સાથે હાથ મિલાવવા પડશે? ટ્રમ્પે ફરી આપ્યું અલ્ટીમેટમ

By GS Team
28 May 20263 mins read
TukuTouch Logo
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મિડલ ઇસ્ટમાં શાંતિ સ્થાપવા માટે ફરી એકવાર મોટો દાવ ખેલ્યો છે. ટ્રમ્પે ખાડી દેશો પર 'અબ્રાહમ એકોર્ડ્સ'માં જોડાવા માટે દબાણ વધાર્યું છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ઈરાન સાથેની કોઈપણ ડીલ અથવા મધ્ય પૂર્વના વિવાદોનો અંત લાવવાના અમેરિકાના પ્રયાસો ત્યારે જ સફળ થશે, જ્યારે સાઉદી અરેબિયા, કતાર, પાકિસ્તાન, ઇજિપ્ત અને તૂર્કીયે જેવા દેશો સત્તાવાર રીતે આ કરાર પર હસ્તાક્ષર કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાન-સાઉદી અરેબિયાએ ઈઝરાયલ સાથે હાથ મિલાવવા પડશે? ટ્રમ્પે ફરી આપ્યું અલ્ટીમેટમ
(IMAGE - IANS)

Trump warns Saudi Arabia Qatar 2026: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવા માટે ફરી એકવાર મોટો દાવ ખેલ્યો છે. ટ્રમ્પે ખાડી દેશો પર 'અબ્રાહમ એકોર્ડ્સ'માં જોડાવા માટે દબાણ વધાર્યું છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ઈરાન સાથેની કોઈપણ ડીલ અથવા મધ્ય પૂર્વના વિવાદોનો અંત લાવવાના અમેરિકાના પ્રયાસો ત્યારે જ સફળ થશે, જ્યારે સાઉદી અરેબિયા, કતાર, પાકિસ્તાન, ઈજિપ્ત અને તૂર્કીયે જેવા દેશો સત્તાવાર રીતે આ કરાર પર હસ્તાક્ષર કરશે.

ટ્રમ્પની ખાડી દેશોને ખુલ્લી ચેતવણી: 'અમારો સાથ આપવો જ પડશે'

તાજેતરમાં યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, સાઉદી અરેબિયા અને કતાર સહિતના દેશોએ તાત્કાલિક અબ્રાહમ એકોર્ડ્સ પર સહી કરવી જોઈએ. ટ્રમ્પે રોકડું પરખાવતાં કહ્યું કે, 'સાચું કહું તો, તેઓ આપણા ઋણી છે અને તેમણે આ કરવું જ પડશે. જો આ દેશો કરારમાં જોડાશે તો તે એક ઐતિહાસિક ઘટના બનશે. જો ખાડી દેશો આ ફ્રેમવર્કમાં જોડાવાનો ઇન્કાર કરશે, તો અમેરિકા મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવાના પોતાના પ્રયાસો પર ફરીથી વિચાર કરી શકે છે.'

સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનરને સોંપાઈ મોટી જવાબદારી

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે ટ્રમ્પે તેમના ખાસ દૂત સ્ટીવ વિટકોફને પૂછ્યું કે શું અન્ય દેશોને આ કરાર માટે મનાવી શકાશે? ત્યારે વિટકોફે જવાબ આપ્યો હતો કે, 'અમે ચોક્કસપણે આ માટે પૂરેપૂરું દબાણ કરી રહ્યા છીએ.' ટ્રમ્પના મતે આ કરારમાં જોડાવાથી સાઉદી અરેબિયા, કતાર અને કુવૈત જેવા દેશોને આર્થિક અને રાજકીય રીતે ઘણો મોટો ફાયદો થશે. તેમણે આ મામલે યુનાઇટેડ આરબ એમિરેટ્સની ભૂમિકાના પણ મન મૂકીને વખાણ કર્યા હતા.

આ પણ વાંચો: સીઝફાયરનો ભંગ? અમેરિકાનો 3 દિવસમાં બીજી વખત ઈરાન પર હુમલો, ટ્રમ્પ-હું શાંતિ પ્રસ્તાવથી સંતુષ્ટ નથી

શું છે આ 'અબ્રાહમ એકોર્ડ્સ'?

અબ્રાહમ એકોર્ડ્સની શરૂઆત વર્ષ 2020માં ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન અમેરિકાની મધ્યસ્થતાથી થઈ હતી. આ કરારનું નામ યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મમાં સમાન રીતે પૂજનીય એવી ધાર્મિક હસ્તી 'અબ્રાહમ'ના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ ફ્રેમવર્કનો મુખ્ય ઉદ્દેશ્ય ઈઝરાયલ અને આરબ તેમજ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવાનો છે. આ કરાર હેઠળ દેશો વચ્ચે વેપાર, ટૅક્નોલૉજી, પ્રવાસન, તબીબી અને કૃષિ ક્ષેત્રે સહકાર વધારવામાં આવે છે. UAE અને બહેરીન આ કરાર પર હસ્તાક્ષર કરનારા પ્રથમ ખાડી દેશો બન્યા હતા, ત્યારબાદ મોરોક્કો અને સુદાન પણ તેમાં જોડાયા હતા.

ટ્રમ્પનો સોશિયલ મીડિયા પર માસ્ટરસ્ટ્રોક: ઈરાનને પણ આમંત્રણ!

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક પોસ્ટ શેર કરીને સાઉદી અરેબિયા, કતાર, પાકિસ્તાન, તૂર્કીયે, ઈજિપ્ત અને જોર્ડનને ભવિષ્યના સંભવિત સભ્યો ગણાવ્યા છે. તેમણે લખ્યું કે જે દેશો આમાં જોડાવાનો ઇન્કાર કરી રહ્યા છે તેઓ 'ખરાબ ઇરાદો' ધરાવે છે. આશ્ચર્યની વાત એ છે કે, ટ્રમ્પે ભવિષ્યમાં ઈરાન પણ આ ગઠબંધનનો હિસ્સો બને તેવી ઇચ્છા વ્યક્ત કરતાં લખ્યું કે, 'જો ઈરાન પણ આ અજોડ વૈશ્વિક ગઠબંધનનો ભાગ બનશે તો તે અમારા માટે ગૌરવની વાત હશે.'

આરબ દેશો પાછળ કેમ હટી રહ્યા છે? જાણો વાસ્તવિકતા

ટ્રમ્પ ગમે તેટલું દબાણ કરે, પરંતુ ખાડી દેશો માટે આ કરાર પર સહી કરવી એટલી સરળ નથી:

સાઉદી અરેબિયા: સાઉદી અરેબિયાએ વારંવાર સ્પષ્ટ કર્યું છે કે ઈઝરાયલ સાથે સંબંધો સામાન્ય કરવા માટે પેલેસ્ટાઇનને અલગ દેશનો દરજ્જો આપવા તરફ ગંભીર પ્રગતિ થવી અનિવાર્ય છે.

પાકિસ્તાન: પાકિસ્તાને ઈઝરાયલ સાથે કોઈપણ પ્રકારના સંબંધો સ્થાપવાની શક્યતાઓનો પહેલેથી જ સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે.

આ પણ વાંચો: સીઝફાયરના ધજાગરા: બંદર અબ્બાસ પર હુમલાના જવાબમાં ઈરાનનો અમેરિકાના એરબેઝ પર ઍટેક

કતાર: કતાર હંમેશા પ્રાદેશિક વિવાદોમાં તટસ્થ મધ્યસ્થ તરીકે કામ કરે છે અને તેના હમાસ સાથે પણ સંબંધો છે, તેથી તેનું જોડાવું અશક્ય જણાય છે.

ઈરાન: ઈરાન આ કરારમાં જોડાય તેવી અટકળો સંપૂર્ણપણે કાલ્પનિક છે, કારણ કે ઈઝરાયલનો વિરોધ કરવો એ ઈરાનની સત્તાવાર વ્યૂહનીતિ અને શાસનનો મુખ્ય પાયો છે.