World

મિડલ ઈસ્ટમાં રિફાઈનરી-ગેસ પ્લાન્ટ પર હુમલાઓ વધતાં ટ્રમ્પ લઈ શકે છે સૌથી મોટો નિર્ણય

By GS TEAM
19 Mar 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ એશિયામાં છેલ્લા 19 દિવસથી ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ભીષણ જંગ ચાલી રહ્યો છે. ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાનના ટોચના નેતૃત્વને નિશાન બનાવીને તેને ઊંડો જખમ આપ્યો છે, તો બીજી તરફ ઈરાને પણ વળતો પ્રહાર કરતા ઈઝરાયલ સહિત સાઉદી અરેબિયા, કતાર અને યુએઈના તેલ અને ગેસના ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોન હુમલા કર્યા છે. આ વધતા જતા તણાવ વચ્ચે હવે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મિડલ ઈસ્ટમાં હજારો અમેરિકન સૈનિકોને તૈનાત કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના અહેવાલ મુજબ, ટ્રમ્પ પ્રશાસન ઈરાન વિરૂદ્ધ પોતાના સૈન્ય ઓપરેશનને મજબૂત કરવા માટે આ મહત્ત્વનો નિર્ણય લઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મિડલ ઈસ્ટમાં રિફાઈનરી-ગેસ પ્લાન્ટ પર હુમલાઓ વધતાં ટ્રમ્પ લઈ શકે છે સૌથી મોટો નિર્ણય
(IMAGE - IANS)

Donald Trump Middle East Troops: પશ્ચિમ એશિયામાં છેલ્લા 19 દિવસથી ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ભીષણ જંગ ચાલી રહ્યો છે. ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાનના ટોચના નેતૃત્વને નિશાન બનાવીને તેને ઊંડો જખમ આપ્યો છે, તો બીજી તરફ ઈરાને પણ વળતો પ્રહાર કરતા ઈઝરાયલ સહિત સાઉદી અરેબિયા, કતાર અને યુએઈના તેલ અને ગેસના ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોન હુમલા કર્યા છે. આ વધતા જતા તણાવ વચ્ચે હવે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મિડલ ઈસ્ટમાં હજારો અમેરિકન સૈનિકોને તૈનાત કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના અહેવાલ મુજબ, ટ્રમ્પ પ્રશાસન ઈરાન વિરૂદ્ધ પોતાના સૈન્ય ઓપરેશનને મજબૂત કરવા માટે આ મહત્ત્વનો નિર્ણય લઈ શકે છે.

વૈશ્વિક તેલ પુરવઠો જાળવી રાખવા સૈન્ય તૈનાતીની તૈયારી

અમેરિકાની આ સૈન્ય તૈનાતી પાછળનો મુખ્ય હેતુ 'હોર્મુઝ સ્ટ્રેટ'માંથી પસાર થતા તેલના જહાજોને સુરક્ષિત રાખવાનો છે. આ માટે નેવી અને એરફોર્સની મદદ લેવામાં આવશે, જેથી વૈશ્વિક તેલ પુરવઠો ખોરવાય નહીં. એટલું જ નહીં, સૂત્રોના જણાવ્યા અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનના અત્યંત મહત્ત્વના 'ખર્ગ ટાપુ' પર પણ જમીની સેના મોકલવાના વિકલ્પો પર ચર્ચા કરી રહ્યા છે. 

90% તેલ નિકાસ કરતા ખર્ગ ટાપુ પર જોખમ

નોંધનીય છે કે ઈરાનનો 90% તેલ નિકાસ આ ટાપુ પરથી જ થાય છે. જોકે, આ પગલું જોખમી સાબિત થઈ શકે છે કારણ કે ઈરાન પાસે મિસાઈલ અને ડ્રોન દ્વારા આક્રમણ કરવાની મોટી ક્ષમતા છે. આ ઉપરાંત, ઈરાનના સમૃદ્ધ યુરેનિયમ ભંડારને સુરક્ષિત કરવા માટે પણ અમેરિકન સેનાનો ઉપયોગ કરવાની શક્યતા ચકાસવામાં આવી રહી છે.

આ પણ વાંચો: જેનો ડર હતો એ જ થયું, ભારત જ્યાંથી ગેસ ખરીદતું હતું ત્યાં જ ઈરાને કર્યો મિસાઈલ હુમલો

હજારો સૈનિકોની તૈનાતી અમેરિકા માટે રાજકીય જોખમ વધારશે

જોકે, ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ નિર્ણય લેવો રાજકીય રીતે ઘણો પડકારજનક સાબિત થઈ શકે છે. તેમણે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન અમેરિકાને મિડલ ઈસ્ટના નવા યુદ્ધોમાં ન ધકેલવાનું વચન આપ્યું હતું, જ્યારે અત્યારે સ્થિતિ તેનાથી વિપરિત જોવા મળી રહી છે. અમેરિકન જનતામાં પણ ઈરાન સાથેના યુદ્ધ માટે સમર્થન ઘણું ઓછું છે. અત્યાર સુધી આ યુદ્ધમાં સીધો મુકાબલો ન હોવા છતાં 13 અમેરિકન સૈનિકો શહીદ થયા છે અને લગભગ 200 જેટલા ઘાયલ થયા છે. આવી સ્થિતિમાં જો ટ્રમ્પ હજારો સૈનિકોને યુદ્ધના મેદાનમાં ઉતારશે, તો તેમની સામે ઘરઆંગણે જ વિરોધનો સૂર ઉઠવાની શક્યતા છે.