World

પુતિનના ભારત પ્રેમથી ટ્રમ્પ મૂંઝાયા પાકિસ્તાનને 6,174 મિલિયન રૂપિયાની સહાય કરવા તૈયાર

By GS TEAM
13 Dec 20251 min read
પુતિનના ભારત પ્રેમથી ટ્રમ્પ મૂંઝાયા પાકિસ્તાનને 6,174 મિલિયન રૂપિયાની સહાય કરવા તૈયાર

- પાકિસ્તાનને એફ-16ની સુધારેલી આવૃત્તિ ઉપરાંત 'લિંક-16' આપશે જે તેને 'નાટો' દેશો સાથે તત્કાળ સંપર્ક સાધવામાં સહાયભૂત થશે

વોશિંગ્ટન : ભારતે રશિયા સાથે એસયુ-૫૭ પ્રકારનાં સ્ટીલ્થ ફાયટર જેટ્સ માટે પ્રમુખ પુતિન સાથે ભારતે કરેલા કરારો પછી મુંઝાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાન સાથે ૬,૧૭૪ મિલિયન રૂપિયાના જબ્બર શસ્ત્ર-કરારો કરવાના છે. આ સંરક્ષણ કરારોમાં ૩૭ મિલિયન ડોલરનાં સંરક્ષણ સાધનો, તેમજ ૬૪૯ મિલિયન ડોલર્સનાં અન્ય શસ્ત્રસાધનો વેચશે. તે પૈકી ૯૨ લિંક-૧૬ સીરીઝ તેમાં સમાવિષ્ટ છે. તેમજ છ એમ-કે ૮૨ પ્રકારના, ૫૦૦ પાઉન્ડના બોમ્બ ફેંકી શકે તેવાં યુદ્ધ વિમાનો પણ આપશે.

આ ડીફેન્સ એગ્રીમેન્ટને સંસદ જો આ વિધેયક ૩૦ દિવસ સુધી પસાર ન કરે તો તે આપો આપ કાનૂની બની જાય છે. પાકિસ્તાનો પણ આ ટેકનોલોજીનો સામનો કરવા ભારત કટીબદ્ધ બન્યું છે. તેણે રશિયા પાસેથી એસ-યુ-૫૭ પ્રકારનાં વિમાનો ખરીદવા સોદો કર્યો છે. પરંતુ પાકિસ્તાન ઓટોલિંક સીસ્ટમથી અમેરિકા સહિત નાટો દેશો સાથે તુર્ત જ સીધો સંપર્ક સાધી શકશે. ભારતને તે પ્રકારે સંપર્ક સાધવા ઇઝરાયલ અને રશિયન ટેકનોલોજી ઉપર આધાર રાખવો પડે છે. જોકે રશિયાનાં એસ-યુ-૫૭ સ્ટીલ્થ ફાયટર જેટ્સ યુએસનાં એફ-૧૬ની સુધારેલી આવૃત્તિ કરતાં વધુ સક્ષમ છે. ભારતે ઓટો-લિંક સીસ્ટીમ છેવટે રશિયાની સહાયથી પણ વિકાસવવી અનિવાર્ય છે.