પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે સમાધાન કરાવીશ, હું યુદ્ધ રોકાવવામાં માહેર છું: ટ્રમ્પે ફરી પોતાના ગુણગાન કર્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Donald Trump Asia Visit: એશિયાના પાંચ દિવસના પ્રવાસે ગયેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મલેશિયામાં આસિયાન સમિટ દરમિયાન પોતાના જ વખાણ કરતા એક મોટો દાવો કર્યો છે. થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે અહીં સીઝફાયર કરાર પર હસ્તાક્ષર થયા બાદ ટ્રમ્પે કહ્યું હતું કે, 'મે આઠ મહિનામાં આઠ યુદ્ધ રોકાવ્યા છે.'
ટ્રમ્પે યુદ્ધો રોકવાની પોતાની ક્ષમતાને આત્મવિશ્વાસ સાથે રજૂ કરી, જો કે સાથે જ કહ્યું કે, આ ગંભીર મુદ્દો છે. આમ તો કહેવું ના જોઈએ કે આ મારો શોખ છે, કારણ કે મુદ્દો ખૂબ ગંભીર છે. પણ સાચું કહું તો હું યુદ્ધ રોકાવવામાં માહેર છું અને મને આ કામ ખૂબ પસંદ છે.'
પાકિસ્તાન-અફઘાન સંઘર્ષ સમાધાનનો દાવો
વૈશ્વિક સંઘર્ષો અંગે વાત કરતા ટ્રમ્પે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના સમાધાન અંગે પણ આશા વ્યક્ત કરી. ટ્રમ્પે કહ્યું કે, 'હું બંને દેશોને જાણું છું. પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અને વડાપ્રધાન બંને ખૂબ સારી વ્યક્તિ છે. મને ભરોસો છે કે હું જલ્દી જ સમાધાન કરાવીશ.'
આ પણ વાંચો: ભારત હવે રશિયા પાસેથી ઓઈલ નહીં ખરીદે, યુદ્ધ મેં જ રોકાવ્યું હતું: ટ્રમ્પનો વધુ એક દાવો
સંયુક્ત રાષ્ટ્ર (UN) પર નારાજગી
યુદ્ધો રોકવાના મામલે ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર (UN)ની ભૂમિકા પર નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, 'યુદ્ધો રોકવાનું કામ તો સંયુક્ત રાષ્ટ્રનું છે, પણ તે નથી કરતાં.'
ટ્રમ્પે યુએન પર પોતાની સાથે અસહયોગનો આરોપ લગાવતા કહ્યું કે, 'UN પાસે ઘણી ક્ષમતા છે પણ તેમણે આ મુદ્દે અમને કોઈ સહયોગ આપ્યો નહીં. સંયુક્ત રાષ્ટ્ર તો મારું ટેલિપ્રોમ્પ્ટર બંધ કરી નાંખે છે. મારે તેના વિના જ ભાષણ આપવું પડ્યું.'
નોંધનીય છે કે ટ્રમ્પ હાલ મલેશિયામાં આસિયાન સમિટમાં ભાગ લઈ રહ્યા છે, જ્યાં થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેના સંઘર્ષ પર શાંતિ કરાર થયો છે. મલેશિયા બાદ ટ્રમ્પ જાપાન, દક્ષિણ કોરિયાના પ્રવાસે જશે, જ્યાં તેઓ ચીનના પ્રમુખ સાથે પણ મહત્ત્વની બેઠક કરશે.









