Get The App

ભારત હવે રશિયા પાસેથી ઓઈલ નહીં ખરીદે, યુદ્ધ મેં જ રોકાવ્યું હતું: ટ્રમ્પનો વધુ એક દાવો

Updated: Oct 26th, 2025

GS TEAM

Google News
Google News
ભારત હવે રશિયા પાસેથી ઓઈલ નહીં ખરીદે, યુદ્ધ મેં જ રોકાવ્યું હતું: ટ્રમ્પનો વધુ એક દાવો 1 - image


US President Trump: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર દાવો કર્યો છે કે, ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની આયાતની ઘટાડો કર્યો છે. ભારતનું આ પગલું અમેરિકા સાથે વ્યૂહાત્મક ભાગીદારીની દિશામાં મોટું પગલું છે. વધુમાં ટ્રમ્પે પુનરોચ્ચાર કર્યો છે કે, તેમણે ભારત-પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ રોકાવ્યું હતું. જો કે, અગાઉની જેમ આ વખતે પણ ભારતે ટ્રમ્પના આ પ્રકારના તમામ દાવાઓને પાયાવિહોણા ગણાવી ફગાવ્યા છે.

ભારતે ફરી સ્પષ્ટતા કરી છે કે, ક્રૂડની ખરીદીનો નિર્ણય રાષ્ટ્રના હિતો પર નિર્ભર છે. બાહ્ય દબાણ પર નહીં... અમે દેશના લોકોના હિત-કલ્યાણને ધ્યાનમાં રાખતાં જ નિર્ણયો લઈશું. 

ટ્રમ્પે રશિયાની કંપનીઓ પર મૂક્યા પ્રતિબંધો

ટ્રમ્પ સરકારે કહ્યું કે, રશિયન ઉર્જા ક્ષેત્રને યુદ્ધ મશીનને ફંડિંગ કરતું અટકાવવા આ કંપની પર આર્થિક અને નાણાકીય પ્રતિબંધ લાદવામાં આવી રહ્યા છે. જેમાં અમેરિકામાં રશિયાની બે કંપનીઓ રોસનેફ્ટ અને લુકોઈલની સંપત્તિઓ ફ્રિઝ કરવા, અમેરિકાના નાગરિકોને રશિયા સાથે કોઈપણ વ્યવહાર ન કરવા તેમજ વૈશ્વિક ભાગીદાર દેશોને પણ તેમની સાથે વ્યાપારિક અંતર જાણવવાની અપીલ સામેલ છે. આ પગલું રશિયાની અર્થવ્યવસ્થા પર સીધો પ્રહાર છે, રોસનેફ્ટ અને લુકોઈલ રશિયાની કુલ ક્રૂડ નિકાસના આશરે 45 ટકા કંટ્રોલ ધરાવે છે.

ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામની ક્રેડિટ

ટ્રમ્પે આસિયાન શિખર સંમેલનમાં ભાગ લેવા મલેશિયા જતાં પહેલાં જ કતરની રાજધાની દોહા સ્થિત અલ-ઉદીદ એરબેઝ પર ફરી એકવાર ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવાની ક્રેડિટ લીધી હતી. તેમણે પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું કે, મેં આ (ભારત-પાકિસ્તાન) યુદ્ધવિરામ કરાવ્યું હતું અને સમાધાન પણ. જો તમે ભારત-પાકિસ્તાનને જુઓ, તો હું કહી શકુ છું કે, મારા દ્વારા કરાવવામાં આવેલા યુદ્ધ વિરામ રશિયા અને યુક્રેન કરતાં વધુ મુશ્કેલ ગણાતા હતા, પરંતુ યુદ્ધવિરામ શક્ય બન્યાં. 

ભારતે આપ્યો જવાબ

ટ્રમ્પના દાવા બાદ તુરંત જ ભારતીય વિદેશ મંત્રાલયના સુત્રોએ ફરી એકવાર સ્પષ્ટતા આપી હતી કે, ભારત રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનું ચાલુ રાખશે. ક્રૂડની ખરીદીનો નિર્ણય ઉર્જા સુરક્ષા અને સસ્તા પુરવઠાનો ભાગ છે. જ્યાં સુધી યુએન સ્તર પર કોઈ સત્તાવાર પ્રતિબંધ લાદવામાં નહીં આવે, ત્યાં સુધી કોઈપણ દેશ તેના કોઈપણ વિશેષ વિક્રેતા પાસેથી ક્રૂડની ખરીદી અટકાવશે નહીં. અમે અમારા હિતો સાથે સમાધાન કરીશું નહીં. ટ્રમ્પનો દાવો પાયાવિહોણો છે. 

Tags :