Get The App

ટ્રમ્પની ફાંકા ફોજદારી : 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' ને 'સ્ટ્રેટ ઓફ ટ્રમ્પ' ગણાવ્યું, કહ્યું - 'મને નોબેલ ન મળ્યું તો હવે કોઈને નહીં મળે'

Updated: Mar 28th, 2026

GS TEAM

Google News
Google News
ટ્રમ્પની ફાંકા ફોજદારી : 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' ને 'સ્ટ્રેટ ઓફ ટ્રમ્પ' ગણાવ્યું, કહ્યું - 'મને નોબેલ ન મળ્યું તો હવે કોઈને નહીં મળે' 1 - image


Donald Trump News : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મિયામીમાં પોતાના સમર્થકોને સંબોધતા ઈરાન સામેના સૈન્ય અભિયાન 'ઓપરેશન એપિક ફ્યુરી' (Operation Epic Fury) ની સફળતાના દાવા કર્યા છે. ટ્રમ્પે જણાવ્યું કે આ ઓપરેશન દ્વારા ઈરાનની સૈન્ય ક્ષમતાઓને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દેવામાં આવી છે અને હવે ત્યાંનું શાસન સમજૂતી માટે આજીજી કરી રહ્યું છે.

સ્ટ્રેટ ઓફ ટ્રમ્પ વિશે વિવાદિત નિવેદન 

ટ્રમ્પે પોતાના અંદાજમાં 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'ને 'સ્ટ્રેટ ઓફ ટ્રમ્પ' તરીકે સંબોધ્યું હતું. તેમણે કહ્યું કે ઈરાને આ માર્ગ ખોલવો જ પડશે. પોતાની જાતને એક મહાન 'પીસમેકર' ગણાવતા ટ્રમ્પે કહ્યું કે, "જો મને શાંતિનો નોબેલ પુરસ્કાર નહીં મળે, તો તે ક્યારેય કોઈને નહીં મળે." તેમને આ પુરસ્કાર ન મળવા પર તેમણે આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું હતું.

ઈરાન બાદ હવે કોનો વારો? 

ટ્રમ્પે ઈરાન બાદ હવે ક્યુબા તેમનું આગામી નિશાન હોવાની ચેતવણી આપી છે. ટ્રમ્પે બ્રિટનના એરક્રાફ્ટ કેરિયર્સની મજાક ઉડાવતા તેમને નબળા ગણાવ્યા હતા. તેમણે નાટો (NATO) ના સહયોગી દેશો પર નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે મુશ્કેલ સમયમાં બહેરીન અને કુવૈત જેવા દેશોએ વધુ સાથ આપ્યો છે. ઈરાન પરના હુમલા અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું કે અમેરિકા પાસે હજુ 3554 લક્ષ્યાંકો બાકી છે, જેમને ટૂંક સમયમાં ખતમ કરી દેવામાં આવશે.

કાસિમ સુલેમાનીનો ઉલ્લેખ

ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન ઈરાની કમાન્ડર કાસિમ સુલેમાનીને મારી નાખવાની ઘટનાને યાદ કરતા કહ્યું કે તે તેમના શાસનકાળની એક મોટી ક્ષણ હતી. તેમણે દાવો કર્યો કે અત્યારે ઈરાન પર એટલો જબરદસ્ત હુમલો થઈ રહ્યો છે કે તેઓ વાતચીત કરવા માટે મજબૂર થઈ ગયા છે.