Get The App

'તાત્કાલિક કરાર પર સહી કરો...', ટ્રમ્પની નવી ચાલના કારણે પાકિસ્તાન સહિતના મુસ્લિમ દેશો ધર્મસંકટમાં!

Updated: May 26th, 2026

GS TEAM

Google News
Google News
'તાત્કાલિક કરાર પર સહી કરો...', ટ્રમ્પની નવી ચાલના કારણે પાકિસ્તાન સહિતના મુસ્લિમ દેશો ધર્મસંકટમાં! 1 - image


Trump Links Iran Deal To Abraham Accords : વિશ્વના સૌથી શક્તિશાળી નેતા અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવાના બહાને એક એવી રાજકીય ચાલ ચાલી છે, જેણે પાકિસ્તાન સહિત સમગ્ર મુસ્લિમ દેશોને ધર્મસંકટમાં મૂકી દીધા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે એક તરફ યુદ્ધ વિરામ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવા માટે 'ઈરાન ડીલ' પર વાતચીત અંતિમ તબક્કામાં છે, ત્યારે ટ્રમ્પે શરત મૂકી દીધી છે કે જો ઈરાન સાથે કરાર કરવો હોય, તો બાકીના મુસ્લિમ દેશોએ ઇઝરાયલ સાથે સંબંધો સામાન્ય કરવા પડશે.

અમેરિકાના દબાણ સામે મુસ્લિમ દેશો ધર્મસંકટમાં! 

ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર સ્પષ્ટ લખ્યું છે કે, સાઉદી અરેબિયા, કતાર, પાકિસ્તાન, તુર્કી, ઇજિપ્ત, જૉર્ડન અને બહેરીને તાત્કાલિક અસરથી 'અબ્રાહમ કરાર' પર હસ્તાક્ષર કરવા જોઈએ. આમાં પાકિસ્તાનનું નામ આવતા જ ઇસ્લામાબાદના રાજકારણ ફફડાટ વ્યાપી ગયો છે.

'તાત્કાલિક કરાર પર સહી કરો...', ટ્રમ્પની નવી ચાલના કારણે પાકિસ્તાન સહિતના મુસ્લિમ દેશો ધર્મસંકટમાં! 2 - image

ટ્રમ્પની નવી ચાલ 

શનિવારે મુસ્લિમ જગતના મોટા નેતાઓ સાથે એક હાઈ-લેવલ ફોન કોલ બાદ ટ્રમ્પે આ જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. ટ્રમ્પનું કહેવું છે કે, અમેરિકાએ ઈરાન યુદ્ધ અને મિડલ ઈસ્ટના આ જટિલ કોયડાને ઉકેલવા માટે જે મહેનત કરી છે, તેના બદલામાં આ તમામ દેશો માટે અબ્રાહમ કરાર પર સહી કરવી 'ફરજિયાત' હોવી જોઈએ.

પાકિસ્તાન અને સાઉદી અરેબિયા કેમ સૌથી વધુ મૂંઝવણમાં?

અબ્રાહમ કરાર એ 2020માં ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન ઇઝરાયલ અને આરબ દેશો વચ્ચે સંબંધો સામાન્ય કરવા માટે થયેલો ઐતિહાસિક કરાર છે. આ કરાર હેઠળ મુસ્લિમ દેશોએ ઇઝરાયેલને સત્તાવાર રીતે એક દેશ તરીકે માન્યતા આપવી પડે છે. 

સાઉદી અરેબિયા: ઇઝરાયલ સાથે કોઈ સત્તાવાર સંબંધો નથી.

પાકિસ્તાન: ઇઝરાયલને કટ્ટર દુશ્મન માને છે, પાસપોર્ટ પર પણ લખ્યું છે કે 'ઇઝરાયલ સિવાય બધા દેશો માન્ય'.

કતાર: ઈરાન અને હમાસ સાથે સારા સંબંધો.