CIA ચીફ શા માટે મોસ્કો ગયા હતા ? અમેરિકાના પ્રમુખે પછીથી સ્પષ્ટતા કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- રેડીયો હોસ્ટ ગ્લેન બેક સાથેની વાતચીતમાં પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું : 'અમે યુક્રેન-યુદ્ધ બંધ કરવા માગીએ છીએ'
વૉશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે બુધવારે સાંજે (અમેરીકન ઇસ્ટ ટાઈમ પ્રમાણે) તેઓના ખાસ પ્રતિનિધિ તરીકે સી.આઈ.એ.ના ડાયરેક્ટર જ્હોન રેટક્લિફને મોસ્કો શા માટે મોકલવામાં આવ્યા હતા, તે વિષે સ્પષ્ટતા કરી હતી. રેડીયો હોસ્ટ ગ્લેન બેક સાથેની વાતચીતમાં તેઓએ કહ્યું : લોકોને નિરાશ કરવા તે મને પસંદ નથી. અમે યુક્રેન યુદ્ધ બંધ કરવા માગીએ છીએ.
આ સાથે ટ્રમ્પે તે માન્યતાને પણ ફગાવી દીધી કે રેટક્લિફ નાટોની તૈયારીઓની પરીક્ષા લેવા કે ઇરાન પર આર્થિક દબાણ વધારવા જેવી અન્ય બાબતોની ચર્ચા કરી હતી. પ્રમુખે વધુમાં સ્પષ્ટતા કરતાં કહ્યું કે અમે તે (યુક્રેન) યુદ્ધ બંધ કરવા સખત મહેનત કરી રહ્યાં છીએ.
ક્રેમ્લીને પણ બુધવારે સાંજે રેટક્લિફની મોસ્કો મુલાકાતને પુષ્ટિ આપી હતી. સાથે કહ્યું હતું કે તેઓ રશિયાના ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા. પરંતુ પ્રમુખ પુતિનને મળ્યા ન હતા. તે ઉચ્ચ અધિકારીઓએ પ્રમુખ પુતિનને પછીથી તે મંત્રણાઓ વિષે માહિતી આપી હતી.
કેમ્લીનના પ્રવક્તા દિમીત્રી મેસ્કોએ કહ્યું હતું કે ગુપ્તચર સેવાઓના માધ્યમથી બંને દેશો વચ્ચે સંપર્ક વધારવા અમે પ્રયાસ કરી રહ્યા છીએ. આ એક સકારાત્મક ઘટનાક્રમ છે. જો કે તે મંત્રણાઓના નિષ્કર્ષ અંગે અત્યારે કશું કહેવું તે ઘણું વહેલું ગણાશે.
ઉલ્લેખનીય છે કે રેટક્લિફ ૨૦૨૧માં નવેમ્બરમાં પણ મોસ્કોની મુલાકાતે ગયા હતા. પરંતુ તે પછી ૨૦૨૨ના ફેબુ્રઆરીમાં યુક્રેન યુદ્ધ શરૂ થઇ ગયું હતું. જે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી યુરોપની ધરતી ઉપર થયેલું સૌથી ભીષણ યુદ્ધ બની રહ્યું છે. તેથી બંને તરફે મળી હજ્જારોના જાન ગયા છે. જેમાં સૈનિકો ઉપરાંત નિર્દોષ નાગરિકો પણ સમાવિષ્ટ છે.




