World

હોર્મુઝમાં ત્રણ ઓઈલ ટેન્કરોમાં ભીષણ આગ, ઈરાનની અમેરિકાને ખુલ્લી ચેતવણી, કહ્યું- 'હવે વધુ જોરદાર હુમલો કરીશું'

By GS Team
8 Nov 20261 min read
TukuTouch Logo
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાનની IRGCએ દાવો કર્યો છે કે, ત્રણ ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ બાદ ભીષણ આગ લાગી છે. ઈરાની સેના મુજબ, આ જહાજોએ નિયમોનો ભંગ કરી નેવિગેશન સિસ્ટમ બંધ કરી હતી. IRGCએ અમેરિકાને સીધી ધમકી આપી છે કે, જો ઈરાનના જહાજને નિશાન બનાવાશે તો જોરદાર પલટવાર કરાશે. આ ઘટના બાદ સમગ્ર દરિયાઈ વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હોર્મુઝમાં ત્રણ ઓઈલ ટેન્કરોમાં ભીષણ આગ, ઈરાનની અમેરિકાને ખુલ્લી ચેતવણી, કહ્યું- 'હવે વધુ જોરદાર હુમલો કરીશું'

Three Oil Tankers On Fire In Strait Of Hormuz: સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તણાવ ફરી એકવાર અત્યંત ખતરનાક સપાટીએ પહોંચી ગયો છે. ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ દાવો કર્યો છે કે, આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પરથી પસાર થઈ રહેલા ત્રણ ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ બાદ ભીષણ આગ લાગી છે. ઈરાની સેનાના જણાવ્યા અનુસાર, આ જહાજોએ નિયમોનું ઉલ્લંઘન કરીને નક્કી કરેલા માર્ગથી અલગ જવાનો પ્રયાસ કર્યો હતો અને પોતાની નેવિગેશન સિસ્ટમ બંધ કરી દીધી હતી.

અમેરિકાને ઈરાનની સીધી ધમકી

ઘટના બાદ IRGCના પ્રવક્તા મોહબેઈએ અમેરિકાને કડક ચેતવણી આપતાં કહ્યું કે, બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલુ છે. જો અમેરિકા ઈરાનના કોઈ જહાજને નિશાન બનાવશે, તો જવાબમાં ઈરાન તેનાથી પણ વધુ તાકાત સાથે જોરદાર પલટવાર કરશે.

દરિયાઈ માર્ગ પર ગંભીર સ્થિતિ

ઈરાની નૌસેનાએ સ્પષ્ટ કર્યું છે કે, હોર્મુઝમાંથી પસાર થતાં તમામ જહાજોએ ઈરાનના નિયમોનું પાલન કરવું પડશે, અન્યથા આવી ઘટનાઓનો સામનો કરવો પડી શકે છે. આ ઘટના બાદ સમગ્ર દરિયાઈ વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા છે અને તણાવ વણસ્યો છે.