દેશના આ રાજ્યમાં બનશે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, અમદાવાદના મોટેરાથી પણ હશે વિશાળ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Hyderabad To Build Worlds Largest Cricket Stadium: હૈદરાબાદમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે. તે 1.32 લાખથી વધુ દર્શકોની ક્ષમતા ધરાવતું મલ્ટી-પર્પઝ સ્પોર્ટ્સ એરેના હશે, જેને તેલંગાણા સરકાર અને બીસીસીઆઈ (BCCI) સાથે મળીને બનાવશે. આ સ્ટેડિયમનું નિર્માણ અંદાજે 100 એકર જમીન પર કરવામાં આવશે. અહીં આંતરરાષ્ટ્રીય ફૂટબોલ મેચ, મોટા સાંસ્કૃતિક કાર્યક્રમો, સંગીત સમારોહ અને વિશાળ કન્વેન્શન યોજવા માટે વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ હશે.
તેલંગાણા સરકાર અને BCCIનો મેગા પ્રોજેક્ટ
તેલંગાણાની રાજધાની હૈદરાબાદના 'ભારત ફ્યૂચર સિટી' માં આ અત્યાધુનિક સ્ટેડિયમ તૈયાર કરવામાં આવશે, જે દર્શક ક્ષમતાની દ્રષ્ટિએ ગુજરાતના અમદાવાદ સ્થિત મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પણ પાછળ છોડી દેશે. મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીના વિઝન હેઠળના આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ડિસેમ્બર 2026માં થવાની સંભાવના છે.
જમીન અને ખર્ચ: 100 એકરમાં ફેલાયેલા આ સ્ટેડિયમના નિર્માણ પાછળ ₹1,000 થી ₹1,500 કરોડનો અંદાજિત ખર્ચ થશે. તેલંગાણા સરકાર જમીન પૂરી પાડશે, જ્યારે નિર્માણનો તમામ ખર્ચ અને ભવિષ્યની જાળવણી BCCI દ્વારા કરવામાં આવશે.
જરૂરિયાત: હાલમાં હૈદરાબાદના ઉપ્પલ સ્થિત રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમની ક્ષમતા મર્યાદિત હોવાથી વર્લ્ડ કપ જેવી મોટી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટની મહત્વપૂર્ણ મેચો માટે વિશાળ સ્ટેડિયમની જરૂરિયાત લાંબા સમયથી અનુભવાઈ રહી હતી.
Worlds Largest Cricket Stadium
ફ્યૂચર સિટીમાં બનનારું આ સ્ટેડિયમ આઉટર રિંગ રોડ, પ્રસ્તાવિત રીજનલ રિંગ રોડ, મેટ્રો રેલ અને શમશાબાદ સ્થિત રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ખૂબ નજીક હશે. તેનાથી દેશ-વિદેશના દર્શકો માટે અહીં પહોંચવું અત્યંત સરળ બનશે, અને રાજ્યમાં રમતગમત પ્રવાસન (Sports Tourism) ને મોટો વેગ મળશે.




