World

CIA ચીફ જહોન રેટક્લિફ ગુપ્ત રીતે મોસ્કો પહોંચ્યા ત્યાં શી ચર્ચા કરી હશે તે પર પર્દો છે

By GS Team
26 Aug 20262 mins read
TukuTouch Logo
અમેરિકાના સી.આઈ.એ. ડાયરેક્ટર જહોન રેટક્લિફ મંગળવારે ગુપ્ત રીતે મોસ્કો પહોંચ્યા હતા. ટ્રમ્પના વિશ્વાસુ સલાહકાર રેટક્લિફ બોઇંગ-સી-17 વિમાનથી વોશિંગ્ટનથી મોસ્કો ગયા. ઈરાન યુદ્ધ સંકળાયેલા હોવાથી તેઓ ઈરાન યુદ્ધની ચર્ચા માટે મોસ્કો ગયા હોવાનું મનાય છે. ક્રેમ્લીને આ મુલાકાત અંગે અજ્ઞાનતા વ્યક્ત કરી. તેઓ થોડા કલાકો રોકાઈ વોશિંગ્ટન પાછા ફર્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

CIA ચીફ જહોન રેટક્લિફ ગુપ્ત રીતે મોસ્કો પહોંચ્યા ત્યાં શી ચર્ચા કરી હશે તે પર પર્દો છે
  • રેટક્લિફ ટ્રમ્પના ખાસ વિશ્વાસુ સલાહકારો પૈકીના એક છે તેઓ ઈરાન યુદ્ધ સાથે પહેલેથી જ સતત સંકળાયેલા રહ્યા છે

મોસ્કો : અમેરિકાની સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (સી.આઈ.એ)ના ડાયરેક્ટર જહોન રેટક્લિફ મંગળવારે મોસ્કોની અણચિંતવી અને ગુપ્ત મુલાકાતે આવ્યા હતા.
આ માહિતી આખરે 'લીંક' થઈ જતાં ન્યૂયોર્ક પોસ્ટે જણાવ્યું હતું કે જહોન રેટક્લિફ બોઇંગ-સી-૧૭ નામક માલવાહક વિમાન દ્વારા વોશિંગ્ટન પાસેનાં 'જોઈન્ટ-બેઝ-એન્ડુયુઝ' ઉપરથી મોસ્કો જવા નીકળ્યા હતા. આ એર-બેઝ વોશિંગ્ટનની પાસે જ આવેલું છે, તે ઉચ્ચતમ અધિકારીઓને લઈ જનારા વિમાનો માટે જ ઉપયોગમાં લેવાય છે.
રેટક્લિફની આ મુલાકાત પાછળ શો હેતુ છે તે જાણવા મળ્યું નથી. તેઓનો પ્રવાસ પણ ગુપ્ત રખાયો હતો, પરંતુ છેવટે તે 'લીક' થઈ ગયો.
તે સર્વવિદિત છે કે રેટક્લિફ પ્રમુખ ટ્રમ્પના અતિ વિશ્વાસુ સલાહકારો પૈકીના એક છે. તેઓ ઈરાન-યુદ્ધ સાથે પહેલેથી જ સતત સંકળાયેલા રહ્યાં છે તેથી સહજ અનુમાન બંધાઈ રહ્યું છે કે તેઓ ઈરાન યુદ્ધ વિષે જ ચર્ચા કરવા મોસ્કો ગયા હશે. વોશિંગ્ટનથી સૌથી પહેલાં રીગામાં તેમણે સ્ટોપ લીધો હતો. ત્યાંથી મોસ્કોનાં વીનુકોવૌ એરપોર્ટ ઉપર રશિયન ટાઇમ પ્રમાણે આજે સવારે ૧૦ વાગે પહોંચ્યા હતા.
તેઓ મોસ્કોમાં થોડા કલાકો સુધી જ રોકાયા હતા, અને મોડી સાંજે પાછા વોશિંગ્ટન જવા નીકળ્યા હતા.
તેઓની મુલાકાત અંગે ક્રેમ્લીનના પ્રવકતા દીમીત્રી પોરકોવે તો એમ કહ્યું હતું કે રેટક્લિફની મુલાકાત અંગે મને કોઈ માહિતી નથી.
સહજ છે કે તેઓ તેમજ કહે પરંતુ વાસ્તવમાં ઈરાન-યુદ્ધ અંગે તેઓએ મંત્રણાઓ કરી હશે તેમ સહજ રીતે માની શકાય તેમ છે. દરમિયાન જાણવા મળ્યું છે કે ટ્રમ્પના કહેવાથી રશિયાએ યુક્રેન ઉપર હુમલા બંધ કર્યા છે.