World

અમેરિકા મિડ-ટર્મ ઈલેક્શન 2026માં 57 ભારતીય મૂળના નેતાઓનો સંગ્રામ, જાણો ભારતના સંદર્ભમાં તેનું રાજકીય મહત્ત્વ

By GS Team
3 Nov 20266 mins read
TukuTouch Logo
અમેરિકામાં 3 નવેમ્બરની મિડટર્મ ચૂંટણીઓમાં 57 ભારતીય-અમેરિકન ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. આ ચૂંટણીઓ અમેરિકન કોંગ્રેસ, ગવર્નર અને સ્થાનિક સંસ્થાઓમાં સત્તાનું સંતુલન નક્કી કરશે. ભારતીય મૂળના ઉમેદવારોનો વધતો પ્રભાવ વેપાર નીતિ, H-1B વિઝા અને ભારત-અમેરિકાના સંબંધો પર સકારાત્મક અસર કરશે. 'સમોસા કોકસ'ની ભૂમિકા ટેકનોલોજી સહયોગમાં પણ મહત્વની રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકા મિડ-ટર્મ ઈલેક્શન 2026માં 57 ભારતીય મૂળના નેતાઓનો સંગ્રામ, જાણો ભારતના સંદર્ભમાં તેનું રાજકીય મહત્ત્વ

The Rise of Indian-American Voices in US Politics : અમેરિકાના રાજકારણમાં 3 નવેમ્બરની મિડટર્મ ચૂંટણીઓ સાથે જ એક નવો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. મિડટર્મ ચૂંટણી એટલે અમેરિકન પ્રમુખના ચાર વર્ષના કાર્યકાળના 2 વર્ષ પછી યોજાતી ચૂંટણી, જે અમેરિકાના રાજકીય વાતાવરણનો મિજાજ નક્કી કરે છે. આ વખતે અમેરિકન કોંગ્રેસ, ગવર્નર, એટર્ની જનરલ, સ્ટેટ સેનેટ, સ્ટેટ હાઉસ અને લોકલ બોડીઝમાં કુલ 57 ભારતીય-અમેરિકન ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. અમેરિકાના રાજકારણમાં દેશની કુલ વસ્તીના આશરે 1.3% હિસ્સો ધરાવતા ભારતીય સમાજનો દબદબો હવે મતદારો પૂરતો સીમિત ન રહેતાં સત્તાની સર્વોચ્ચ સીડીઓ સુધી પહોંચી ગયો છે.

મિડટર્મ ચૂંટણીઓની અમેરિકાના રાજકારણ પર અસર

અમેરિકાના રાજકારણમાં પ્રમુખપદના 4 વર્ષના કાર્યકાળના મધ્યમાં (2 વર્ષ બાદ) યોજાતી આ મિડટર્મ ચૂંટણીઓ અત્યંત નિર્ણાયક ગણાય છે. ચાલો તેનું મહત્ત્વ સમજીએ.

  • સત્તાનું સંતુલન : અમેરિકન સંસદના બે ગૃહ, જેમ કે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ (435 બેઠક) અને સેનેટ (100માંથી આશરે 35 બેઠક) પર નિયંત્રણ કોનું રહેશે તે આ ચૂંટણી નક્કી કરે છે.
  • જનમત (Referendum): મિડટર્મ ચૂંટણીઓને વર્તમાન અમેરિકન પ્રમુખી આર્થિક નીતિઓ, મોંઘવારી, બેરોજગારી અને વિદેશ નીતિ અંગેનો જનતાનો ચુકાદો ગણવામાં આવે છે.
  • વિભાજિત સરકાર : જો વિપક્ષ હાઉસ કે સેનેટમાં બહુમતી મેળવી લે, તો અમેરિકન પ્રમુખ માટે નવા કાયદા ઘડવા, બજેટ પાસ કરાવવું કે મહત્ત્વની નીતિઓ લાગુ કરવી પડકારજનક બની જાય છે.

ચૂંટણી મેદાનમાં 57 ભારતીય-અમેરિકન ઉમેદવારો

અમેરિકામાં ચૂંટણીના વિવિધ સ્તર અને બેઠકો પર ભારતીય મૂળના 57 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે, જે વિગતવાર સમજીએ.

ગવર્નર અને રાજ્ય સ્તરની ચૂંટણી

આ ચૂંટણીમાં અમેરિકાના વિવિધ રાજ્યોના સર્વોચ્ચ વહીવટી પદો જેવા કે ગવર્નર, લેફ્ટનન્ટ ગવર્નર અને એટર્ની જનરલ પદ માટે જંગ ખેલાય છે. આ ચૂંટણીમાં કયા ભારતીય ઉમેદવાર કયા હોદ્દા માટે કયા પક્ષની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે, તેની વિગતો નીચે પ્રમાણે છે.

  1. વિવેક રામાસ્વામી (Vivek Ramaswamy) - ગવર્નર, ઓહાયો, રિપબ્લિકન
  2. સરિતા કુમાટીરેડ્ડી (Sarita Komatireddy) - સ્ટેટ એટર્ની જનરલ, ન્યૂયોર્ક, રિપબ્લિકન
  3. નિત્યા રમણ (Nithya Raman) - મેયર, લોસ એન્જલસ, કેલિફોર્નિયા
  4. અરુણા મિલર (Aruna Miller) - લેફ્ટનન્ટ ગવર્નર, મેરીલેન્ડ, ડેમોક્રેટ્સ
  5. સ્વાતિ જોશી (Swati Joshi) - સ્ટેટ ટ્રેઝર, ન્યૂ જર્સી, ડેમોક્રેટ્સ

યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ ચૂંટણી

આ ચૂંટણીમાં કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ્સ એટલે કે યુએસ કોંગ્રેસના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના મેમ્બર ઓફ કોંગ્રેસ માટે ઉમેદવારો જંગ લડે છે.

  1. પ્રમિલા જયપાલ (Pramila Jayapal) - કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ 7, વૉશિંગ્ટન (WA-07), ડેમોક્રેટ્સ
  2. રો ખન્ના (Ro Khanna) - કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ 17, કેલિફોર્નિયા (CA-17), ડેમોક્રેટ્સ
  3. અમી બેરા (Ami Bera) - કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ 6, કેલિફોર્નિયા (CA-06), ડેમોક્રેટ્સ
  4. શ્રી થાનેદાર (Shri Thanedar) - કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ 13, મિશિગન (MI-13), ડેમોક્રેટ્સ
  5. સુહાસ સુબ્રમણ્યમ (Suhas Subramanyam) - કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ 10, વર્જિનિયા (VA-10), ડેમોક્રેટ્સ
  6. અમિષ શાહ (Amish Shah) - કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ 1, એરિઝોના (AZ-01), ડેમોક્રેટ્સ
  7. પિયા દાંડિયા (Pia Dandiya) - કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ 22, ફ્લોરિડા (FL-22), ડેમોક્રેટ્સ
  8. રિતેશ ટંડન (Ritesh Tandon) - કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ 17, કેલિફોર્નિયા (CA-17), રિપબ્લિકન્સ
  9. નીલ પારેખ (Neal Patel) - કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ 4, ટેક્સાસ (TX-04), રિપબ્લિકન્સ
  10. રેશ્મા સાઉજાની (Reshma Saujani) - કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ 12, ન્યૂ યોર્ક (NY-12), ડેમોક્રેટ્સ
  11. પ્રશાંત રેડ્ડી (Prasanth Reddy) - કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ 3, કેન્સાસ (KS-03), રિપબ્લિકન્સ
  12. કવિતા શ્રીવાસ્તવ (Kavita Srivastava) - કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ 11, જ્યોર્જિયા (GA-11), ડેમોક્રેટ્સ
  13. સંજીવ જોશી (Sanjeev Joshi) - કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ 5, ઈલિનોઇ (IL-05), રિપબ્લિકન્સ
  14. મેઘના પટેલ (Meghna Patel) - કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ 8, પેન્સિલવેનિયા (PA-08), ડેમોક્રેટ્સ
  15. વિક્રમ વર્મા (Vikram Verma) - કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ 2, ઓહાયો (OH-02), રિપબ્લિકન્સ

સ્ટેટ સેનેટ અને સ્ટેટ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ

આ ચૂંટણીમાં દરેક રાજ્યના ગૃહો, જે માત્ર તે ચોક્કસ સ્ટેટ માટે કાયદા ઘડાય છે, તેના માટે વિવિધ ઉમેદવારો રાજકીય જંગમાં ઉતરે છે.

  1. પૂજા સેઠી (Puja Sethi) - સ્ટેટ હાઉસ ડિસ્ટ્રિક્ટ 47, ટેક્સાસ (TX), ડેમોક્રેટ્સ
  2. કેશવ રાજા (Keshav Raja) - સ્ટેટ સેનેટ ડિસ્ટ્રિક્ટ 15, નોર્થ કેરોલિના (NC), રિપબ્લિકન્સ
  3. સંજય પટેલ (Sanjay Patel) - સ્ટેટ હાઉસ ડિસ્ટ્રિક્ટ 53, ફ્લોરિડા (FL), ડેમોક્રેટ્સ
  4. વર્ષા સિંગલ (Varsha Singhal) - સ્ટેટ સેનેટ ડિસ્ટ્રિક્ટ 28, કેલિફોર્નિયા (CA), ડેમોક્રેટ્સ
  5. રાજીવ શર્મા (Rajeev Sharma) - સ્ટેટ હાઉસ ડિસ્ટ્રિક્ટ 88, ઓહાયો (OH), રિપબ્લિકન્સ
  6. નીરજ અંતાણી (Niraj Antani) - સ્ટેટ સેનેટ ડિસ્ટ્રિક્ટ 6, ઓહાયો (OH), રિપબ્લિકન્સ
  7. કેશ સેન (Kesh Sen) - સ્ટેટ હાઉસ ડિસ્ટ્રિક્ટ 12, જ્યોર્જિયા (GA), રિપબ્લિકન્સ
  8. તારા શાહ (Tara Shah) - સ્ટેટ સેનેટ ડિસ્ટ્રિક્ટ 41, ઇલિનોઇ (IL), ડેમોક્રેટ્સ
  9. અનિલ જોશી (Anil Joshi) - સ્ટેટ હાઉસ ડિસ્ટ્રિક્ટ 34, વિસ્કોન્સિન (WI), રિપબ્લિકન્સ
  10. દિપિકા દવે (Deepika Dave) - સ્ટેટ સેનેટ ડિસ્ટ્રિક્ટ 14, મેરીલેન્ડ (MD), ડેમોક્રેટ્સ
  11. અરવિંદ વેંકટ (Arvind Venkat) - સ્ટેટ હાઉસ ડિસ્ટ્રિક્ટ 30, પેન્સિલવેનિયા (PA), ડેમોક્રેટ્સ
  12. તરુણ કેશવાણી (Tarun Keshwani) - સ્ટેટ સેનેટ ડિસ્ટ્રિક્ટ 22, ન્યૂ જર્સી (NJ), રિપબ્લિકન્સ
  13. અનુપમા ગુપ્તા (Anupama Gupta) - સ્ટેટ હાઉસ ડિસ્ટ્રિક્ટ 55, ટેક્સાસ (TX), ડેમોક્રેટ્સ
  14. પ્રકાશ ખન્ના (Prakash Khanna) - સ્ટેટ સેનેટ ડિસ્ટ્રિક્ટ 9, એરિઝોના (AZ), રિપબ્લિકન્સ
  15. રેખા પારેખ (Rekha Parekh) - સ્ટેટ હાઉસ ડિસ્ટ્રિક્ટ 72, મિશિગન (MI), ડેમોક્રેટ્સ

કાઉન્ટી, સિટી કાઉન્સિલ અને લોકલ બોડીઝ

આ ચૂંટણીમાં કાઉન્ટી, સિટી કાઉન્સિલ, સ્કૂલ બોર્ડ સહિતની લોકલ વહીવટી સંસ્થાઓ માટે જંગ લડાય છે.

  1. આનંદ પટેલ (Anand Patel) - કાઉન્ટી કમિશનર, વેક કાઉન્ટી (નોર્થ કેરોલિના)
  2. સુનીતા ગુપ્તા (Sunita Gupta) - સિટી કાઉન્સિલ, સેન જોસ, કેલિફોર્નિયા
  3. વિકાસ સૈની (Vikas Saini) - કાઉન્ટી શેરિફ, મિડલસેક્સ કાઉન્ટી, ન્યૂ જર્સી
  4. કિરણ વર્મા (Kiran Verma) - સ્કૂલ બોર્ડ પ્રેસિડેન્ટ, ફેરફેક્સ કાઉન્ટી, વર્જિનિયા
  5. સુરેશ પિલ્લાઈ (Suresh Pillai) - સિટી કાઉન્સિલ, હ્યુસ્ટન, ટેક્સાસ
  6. મેઘા દવે (Megha Dave) - કાઉન્ટી ટ્રેઝર, કુક કાઉન્ટી, ઇલિનોઇ
  7. અજય સિંહ (Ajay Singh) - સિટી કમિશનર, ફિનિક્સ, એરિઝોના
  8. અંજલિ શર્મા (Anjali Sharma) - સ્કૂલ બોર્ડ ટ્રસ્ટી, ડલાસ, ટેક્સાસ
  9. ભાવિન પટેલ (Bhavin Patel) - સિટી કાઉન્સિલ, એટલાન્ટા, જ્યોર્જિયા
  10. દિવ્યા કુમાર (Divya Kumar) - કાઉન્ટી જજ, કિંગ કાઉન્ટી, વૉશિંગ્ટન
  11. ગૌરવ મહેતા (Gaurav Mehta) - પબ્લિક યુટિલિટીઝ કમિશન, ઓહાયો
  12. હર્ષદ કોઠારી (Harshad Kothari) - સિટી પ્લાનિંગ કમિશન, શિકાગો, ઇલિનોઇ
  13. જગદીશ જોશી (Jagdish Joshi) - કાઉન્ટી બોર્ડ ઓફ સુપરવાઇઝર્સ, ફ્રેસ્કો, કેલિફોર્નિયા
  14. કાવ્યા રેડ્ડી (Kavya Reddy) - સિટી કાઉન્સિલ, ઓસ્ટિન, ટેક્સાસ
  15. મહેશ અય્યર (Mahesh Iyer) - સ્કૂલ બોર્ડ ડિસ્ટ્રિક્ટ 5, સેન ડિએગો, કેલિફોર્નિયા
  16. નવીન દેશમુખ (Naveen Deshmukh) - કાઉન્ટી ઓડિટર, મેરિકોપા કાઉન્ટી, એરિઝોના
  17. પ્રીતિ અરોરા (Priti Arora) - મ્યુનિસિપલ જજ, ક્વિન્સ, ન્યૂ યોર્ક
  18. રાજેશ રાવ (Rajesh Rao) - પોર્ટ કમિશનર, સિએટલ, વૉશિંગ્ટન
  19. સીમા વર્મા (Seema Verma) - હેલ્થ કેર બોર્ડ, ઈન્ડિયાના
  20. તુષાર પટેલ (Tushar Patel) - ટાઉનશિપ ટ્રસ્ટી, એડિસન ન્યૂ જર્સી
  21. વિનોદ ભટ્ટ (Vinod Bhatt) - સિટી કાઉન્સિલ, સેક્રેમેન્ટો, કેલિફોર્નિયા
  22. યશ રાઠોડ (Yash Rathod) - કાઉન્ટી કમિશનર, હેનપિન કાઉન્ટી, મિનેસોટા

ભારત-અમેરિકા સંબંધો અને વેપાર નીતિ પર સંભવિત અસરો

અમેરિકાની મિડટર્મ ચૂંટણીના પરિણામોની સીધી અસર ભારત અને બંને દેશના સંબંધો પર જોવા મળે છે. છેલ્લાં ઘણાં વર્ષોથી અમેરિકામાં ભારતીય સમાજના મત ઘણાં મહત્ત્વના ગણાતા હતા, જ્યારે હવે અનેક ભારતીય અમેરિકન સીધા રાજકારણમાં ઝંપલાવીને આ સ્થિતિ વધુ મજબૂત બનાવી રહ્યા છે. આ સ્થિતિમાં અમેરિકામાં અનેક મુદ્દે ભારતીયોની મજબૂત સ્થિતિની ભારત પર પણ અસર પડે છે. જેમ કે…

  • વેપાર નીતિ અને ટેરિફ (Trade & Tariffs): અમેરિકન કોંગ્રેસમાં સત્તાના સંતુલનથી આકરા ઈમ્પોર્ટ ડ્યુટી (Tariffs) અને વેપાર નીતિઓ પર અંકુશ આવી શકે છે. ખાસ કરીને ભારતીયોના દબદબાના કારણે આઈટી અને ફાર્મા ક્ષેત્રમાં સ્થિરતા જળવાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
  • H-1B વિઝા અને ઈમિગ્રેશન : કુશળ ભારતીય આઈટી પ્રોફેશનલ્સ માટે H-1B વિઝા પોલિસી અત્યંત સંવેદનશીલ વિષય છે. અમેરિકન કોંગ્રેસમાં ઈમિગ્રેશનના નિયમોને વધુ કડક બનતા રોકવામાં પણ ભારતીયોનો દબદબો મહત્ત્વનો સાબિત થઈ શકે છે.
  • વ્યૂહાત્મક અને સંરક્ષણ સહયોગ: ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સુરક્ષા જાળવવા અને ચીનનો સામનો કરવા માટે 'ક્વાડ' (QUAD)ની ભૂમિકા મહત્ત્વની છે. આ માટે અમેરિકાના બંને મુખ્ય પક્ષો ભારત સાથેની મજબૂત ભાગીદારીનું સમર્થન કરે છે. આ બંને પક્ષમાં ભારતીય મૂળના ઉમેદવારોની હાજરી બંને દેશના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવે છે.
  • 'Samosa Caucus' નો પ્રભાવ: અમેરિકન કોંગ્રેસમાં ભારતીય મૂળના લોકોનો વધતો પ્રભાવ ભારત સંબંધિત નીતિઓ અને ટેક્નોલોજી ટ્રાન્સફરમાં સાનુકૂળ વાતાવરણ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
    નોંધનીય છે કે, અમેરિકામાં અશ્વેત સાંસદોના જૂથને 'બ્લેક કોકસ' કહેવામાં આવે છે, તેવી જ રીતે ભારતીય મૂળના સાંસદોના અનૌપચારિક જૂથને રમૂજી અને સાંસ્કૃતિક અંદાજમાં ‘સમોસા કોકસ’ કહેવામાં આવે છે. આ નામ યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના ભારતીય-અમેરિકન સાંસદ રાજા ક્રિષ્નામૂર્તિએ આપ્યું હતું. ભારતીય સંસ્કૃતિની ઓળખ સમાન વાનગી 'સમોસા' પરથી તેમણે ભારતીયોના જૂથને ‘સમોસા કોકસ’ કહેવાનું શરૂ કર્યું હતું.

અમેરિકાના મિડટર્મ ઈલેક્શન 2026માં 57 ભારતીય-અમેરિકન ઉમેદવારોની ભાગીદારી દર્શાવે છે કે અમેરિકાના રાજકારણમાં ભારતીય ડાયાસ્પોરા એક નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યો છે. આ ચૂંટણીના પરિણામો માત્ર અમેરિકાના આંતરિક રાજકારણને જ નહીં, પરંતુ ભારત-અમેરિકા સંબંધો, વેપાર અને ટેકનોલોજી સહયોગને પણ નવી દિશા આપશે, એમાં કોઈ શંકા નથી.