World
ન્યૂયોર્ક ટાઇમ્સે ભારત-ચીન સ્પર્ધાને ચગાવી ચગાવી લખ્યું : બંને દેશો એકબીજાનું સમર્થન નહીં કરી શકે
By GS Team
12 Sep 20262 mins read
બ્રિક્સ સમિટને લઈ વૈશ્વિક અખબારોના પ્રતિભાવો રસપ્રદ છે. ફ્રાન્સ-24 એ ઊર્જા સંકટમાં ભારતનો રશિયા તરફી ઝુકાવ દર્શાવ્યો. 'ધ ગાર્ડિયન'એ પુતિનના આગમન અને ઈરાન-યુક્રેન યુદ્ધની સંભાવના સાથે ભારત-ચીનના સુધરતા સંબંધો અંગે આશંકા વ્યક્ત કરી. ન્યૂયોર્ક ટાઈમ્સે ભારત-ચીન પ્રતિદ્વંદ્વિતા પર ભાર મૂક્યો. પાકિસ્તાનના 'ધ ડોન' એ પુતિન પર યુદ્ધની છાયાની વાત કરી.
Summarized by AI; it may make mistakes. Check important info

- બ્રિક્સ સમિટ અંગે મહત્વના અખબારોના પ્રત્યાઘાત
- ફ્રાંસ-24 : ભારતને ઈરાન અને ઇઝરાયલ બંને સાથે સારા સંબંધો છે પરંતુ ઊર્જા સંકટની દ્રષ્ટિએ ભારતે રશિયા તરફી ઝુકાવ રાખ્યો છે
નવી દિલ્હી : બ્રિકસ સમિટ અંગે પશ્ચિમનાં અખબારોની પ્રતિક્રિયા દિલચસ્પ છે. બ્રિટનનાં મહત્વનાં અખબાર 'ધી ગાર્ડીયન' લખ્યું છે- બ્રિક્સ સમિટ માટે પુતિન ભારત પહોંચ્યા છે. સમિટમાં ઈરાન અને યુક્રેન યુદ્ધ છવાઈ રહેવા સંભવ છે પરંતુ તે સાથે ભારત અને ચીનના સુધરતા દેખાતા સંબંધો અંગે 'આશંકા' દર્શાવી છે.
અમેરિકાના સીએનએને તો 'બ્રિકસ' અંગે મૌન જ સેવ્યું છે. જ્યારે ન્યૂયોર્ક ટાઇમ્સે ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલી પ્રતિદ્વંદ્વિતાને ચગાવી ચગાવી લખ્યું છે કે બંને દેશો એકબીજાનું સમર્થન નહીં જ કરી શકે.
ફ્રાંસનાં અગ્રીમ અખબાર 'ફ્રાંસ-૨૪' લખે છે કે ભારતને ઈરાન અને ઈઝરાયલ બંને સાથે સારા સંબંધો છે. પરંતુ વોશિંગ્ટન સાથેના સંબંધોમાં તે ખૂબ સાવધાનીથી સંતુલન રાખી રહ્યું છે.
ફ્રાંસ-૨૪ આગળ લખે છે કે, ઈરાન યુદ્ધથી ઊભા થયેલાં ઊર્જા સંકટને લીધે ભારતે રશિયા તરફી ઝુકાવ રાખ્યો છે. રશિયા સૌથી વધુ વિવાદિત બની રહેલી ઈંધણની મુશ્કેલીમાં ભારતને ઈંધણની આપૂર્તિ કરી રહ્યું છે. આ સાથે એવું લાગે છે કે સીધી રીતે નહીં પરંતુ આડકતરી રીતે ફ્રાંસનું તે અખબાર બ્રિક્સનાં આયોજન અંગે ખુશ નથી.
આ અંગે વિશ્લેષણકારોનું મંતવ્ય એવું રહ્યું છે કે અમેરિકા અને ચીન તો અત્યારે સુપર પાવર્સ છે, તે પછી ત્રીજા ક્રમે ભારત એક 'મેજર પાવર' તરીકે આગળ આવ્યું છે. બ્રિટન પણ તે પછી છે, અને ફ્રાંસ તેથી પણ પાછળ છે. તેથી ફ્રાંસનાં કેટલાક અખબારો તે સહી નથી શકતાં.
બીજી તરફ પાકિસ્તાનનું અંગ્રેજી અખબાર 'ધી ડોને' લખ્યું : બ્રિક્સ સમિટ માટે ભારત પહોંચેલા પુતિન ઉપર તો યુદ્ધની છાયા પ્રસરી રહી છે. ટૂંકમાં રશિયા જેવી પ્રબળ સત્તા સાથે ભારતની નિકટતાથી પાકિસ્તાન બળી ઊઠયું છે. તે સહજ પણ છે, તેમ વિશ્લેષકો કહે છે. રશિયા પ્રચંડ પરમાણુ શક્તિ સાથે વાસ્તવમાં પ્રથમ ક્રમે છે તે યાદ રહે તેમ પણ કેટલાકનું કહેવું છે.