Get The App

અમેરિકા-ઇરાન વચ્ચેના યુદ્ધનો અંત હવે હાથવેંતમાં: ટ્રમ્પનો દાવો

Updated: May 8th, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકા-ઇરાન વચ્ચેના યુદ્ધનો અંત હવે હાથવેંતમાં: ટ્રમ્પનો દાવો 1 - image

- ઇરાન શાંતિ દરખાસ્ત નહીં સ્વીકારે તો બોમ્બાર્ડિંગ કરીશું : ટ્રમ્પની ધમકી

- અમેરિકાએ મોકલેલી શાંતિ દરખાસ્તો પર ઇરાન હાલમાં વિચાર કરી રહ્યું હોવાનો ટ્રમ્પનો દાવો

- સાઉદીએ સંમતિ ન આપતા ટ્રમ્પે ઓપરેશન ફ્રીડમ પ્રોજેક્ટનું બીજા જ દિવસે ફીડલું વાળી દેવું પડયું

વોશિંગ્ટન : અમેરિકા અને ઇરાન વચ્ચેના ખાડી યુદ્ધનો અંત હાથવેંતમાં હોય તેમ જણાઈ રહ્યુ છે. અમેરિકાએ જણાવ્યું છે કે અમે ઇરાનને શાંતિ દરખાસ્તો મોકલી આપી છે અને ઇરાન તેનો જવાબ પાકિસ્તાન દ્વારા આપશે. ઇરાન હાલમાં તેના પર અભ્યાસ કરી રહ્યુ છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇરાન સાથે શાંતિ સ્થાપવા ઇચ્છુક છીએ. જો ઇરાન અમારી દરખાસ્તો નહીં સ્વીકારે તો અમે તેમના પર સીધું બોમ્બાર્ડિંગ કરીશું. 

ઇરાને જણાવ્યું હતું કે તે અમેરિકન દરખાસ્તોની સમીક્ષા કરી રહ્યું છે. ટ્રમ્પે ધમકી આપી છેક ે જો ઇરાન ડીલ પર નહીં પહોંચ્યું તો અમે તેના પર બોમ્બાર્ડિંગ કરીશું. ટ્રમ્પે જણાવ્યું હતું કે મંત્રણા ઘણા હકારાત્મક વાતાવરણમાં આગળ ધપી છે અને અમે ડીલનની ખૂબ જ નજીક પહોંચી ગયા છીએ. આ દરમિયાન અમેરિકન વિદેશ પ્રધાન માર્કો રૂબિયો મધ્યપૂર્વના શાંતિના પ્રયાસોની જાણકારી આપવા વેટિકન પહોંચ્યા હતા. અહીં તે પોપ લિયોને મળ્યા હતા. પોપ લિયોએ ઇરાન સાથેના યુદ્ધનો વિરોધ કર્યો હતો. ટ્રમ્પે ઇરાન યુદ્ધ અંગે પોપની ઝાટકણી કાઢતા અમેરિકા અને યુરોપ વચ્ચેના સંબંધો અત્યંત તંગ થઈ ગયા હતા. ટ્રમ્પે લખ્યુ હતું કે આટલા એકદમ હકારાત્મક અભિગમ છતાં ઇરાન ડીલ માટે સંમત ન થયું તો અમે બોમ્બાર્ડિંગ કરીશું 

પાકિસ્તાનના વિદેશ મંત્રાલેયે જણાવ્યું છે કે વહેલા કે મોંડા આ શાંતિ કરાર થવાનો છે. અમને આશા છે કે બંને પક્ષકારો સાંતિપૂર્ણ અને ટકાઉ કરાર કરે. તેનાથી આખા વિસ્તારમાં શાંતિ સ્થપાય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ શાંતિ સ્થપાશે. જો કે તેણે તેની કોઈ ચોક્કસ વિગત આપવાનો ઇન્કાર કરી દીધો છે. પાકિસ્તાને જણાવ્યું હતું કે ા બધી બાબતોને કોઈ સમય મર્યાદામા ં બાંધી ન શકાય. પાક. પીએમ શરીફે જણાવ્યું છે કે અમે અમેરિકા-ઇઝરાયેલને અને ઇરાનના દૈનિક ધોરણે સંપર્કમાં છીએ અને સતત અપડેટ્સ પૂરા પાડતા રહ્યા છીએ.

ટ્રમ્પ વહીવટીતંત્ર બે મહિના સુધી ચાલેલા ઇરાન-જંગનો નેરેટિવ સતત બદલતુ રહ્યુ હતુ. જ્યારે ઇરાનનું વલણ સતત સ્થિર રહ્યુ હતુ.તેના કારણે અમેરિકાની કોઈપણ જાહેરાત હોય, તેની વિશ્વસનીયતા ઇરાન જેટલી પણ રહી નથી. તેના કારણે વાટાઘાટોમાં ટ્રમ્પ કરતાં ઇરાનનો હાથ અદ્ધર રહે તેવી સંભાવના વધુ પ્રબળ મનાય છે.

ઇરાને આ ઉપરાંત નવી સરકારી એજન્સી સ્થાપી છે. આ એજન્સીને ઇરાને હોર્મુઝમાં જહાજો પાસેથી ટોલ એકત્રિત કરવાની સત્તા આપી છે, એમ શિપિંગ ડેટા ફર્મ લોઇડ્સ લિસ્ટ ઇન્ટેલિજન્સે જણાવ્યું હતું. આ એજન્સીને પર્સિયન ગલ્ફ ઓથોરિટી જેવું નામ આપવામાં આવ્યું છે. આ એજન્સી હોર્મુઝમાંથી પસાર થનારા જહાજોને રસ્તો ક્લિયર કરનારી એકમાત્ર એજન્સી હશે.  ઘણા દરિયાઈ નિષ્ણાતોનો દાવો છે કે ઇરાન દ્વારા ઉઘરાવવામા આવતો મેરીટાઇમ ટેક્સ તે આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ છે. આ ઉપરાંત ટ્રમ્પે પ્રોજેક્ટ ફ્રીડમ શરૂ કર્યુ હતુ, પરંતુ તેમા સાઉદીએ તેને સમર્થન આપવાની ના પાડી દીધી હતી, કારણ કે તે સાઉદીને વિશ્વાસમાં લઇને શરૂ કરવામાં આવ્યું ન હતું. આમ શાંતિ પ્રયત્નો સઘન બનતા ગુરુવારે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ ૧૦૦ ડોલર પર સ્થિર હતા.