World

અમેરિકા-કેનેડા સંબંધોમાં તંગદિલી : 1940થી ચાલતી સૈન્ય સમજૂતી અત્યારે તો સ્થગિત થઈ

By GS Team
19 May 20261 min read
અમેરિકા-કેનેડા સંબંધોમાં તંગદિલી : 1940થી ચાલતી સૈન્ય સમજૂતી અત્યારે તો સ્થગિત થઈ

- કેનેડા પોતાની સંરક્ષણ પ્રતિબદ્ધતામાં વિશ્વસનીય પ્રગતિ દર્શાવવામાં નિષ્ફળ રહ્યું છે : અમેરિકાના નાયબ સંરક્ષણ મંત્રી એલ્બ્રીજ કોલ્બી

ટોરંટો : અમેરિકા અને કેનેડા વચ્ચે દાયકાઓથી ચાલી આવતી સંરક્ષણ ભાગીદારી તણાવમાંથી પસાર થઇ રહી છે. અમેરિકાના નાયબ સંરક્ષણ મંત્રી એલ્બ્રિજ કોલ્બીએ જાહેર કર્યું હતું કે, બંને દેશો વચ્ચે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ૧૯૪૦માં સ્થાપિત સ્થાયી સંયુક્ત સંરક્ષણ બોર્ડ (પર્મેનન્ટ જોઇન્ટ બોર્ડ ઓન ડીફેન્સ) અત્યારે તો સ્થગિત કરવામાં આવ્યું છે.

અમેરિકાનો આ નિર્ણય અમેરિકા કેનેડા સૈન્ય સહકારના ઇતિહાસમાં એક મહત્ત્વનું અને અસામાન્ય પગલું માનવામાં આવે છે. આ પર્મેનન્ટ જોઇન્ટ બોર્ડ ઓન ડીફેન્સની સ્થાપના ઓગ્ડેંસબર્ગ સમજૂતી નીચે કરવામાં આવી હતી. તેનો હેતુ અમેરિકા અને કેનેડા વચ્ચે સંરક્ષણ રણનીતિ સલામતી નીચે અને ઉત્તર અમેરિકા મહાદ્વિપની સલામતી માટે સમન્વય સ્થાપવાનો હતો. આ બોર્ડ કોઈ પ્રત્યક્ષ સૈન્ય ઓપરેશનનો ભાગ નથી, પરંતુ એક ઉચ્ચસ્તરીય સલાહકાર મંચ છે. જે સંરક્ષણ ઉપરાંત અન્ય બાબતોએ પણ માર્ગદર્શન આપે છે. તેમાં (૧) નોરાડ (નોર્થ અમેરિકન એરો સ્પેસ ડીફેન્સ કમાન્ડ (૨) ઉચ્ચ અમેરિકાનું હવાઈ સંરક્ષણ (૩) ડીફેન્સ ઇક્વિપમેન્ટ પ્રોડકશન પર્ચેઝ એન્ડ ટેકનિકલ સહયોગ (૪) નાટો સહયોગમાં તાલમેલ.

બીજી તરફ અમેરિકાનાં નાયબ સંરક્ષણ મંત્રી એલ્બ્રિજ કોલ્વીએ. સોશ્યલમીડીયા પોસ્ટમાં દાવો કર્યો હતો કે કેનેડા પોતાનાં જ સંરક્ષણ માટે વિશ્વસનીય પ્રગતિ દર્શાવવામાં નિષ્ફળ રહ્યું છે. તેઓએ નિવેદનો અને નક્કર વાસ્તવિક્તા વચ્ચેનું અંતર સમજવા પણ અનુરોધ કર્યો હતો.