ટેરિફના લીધે અમેરિકન અર્થતંત્રને કોઈ ફટકો નહીં પડેઃ ટ્રમ્પનો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ટેરિફથી અમેરિકાને અબજો ડોલરની આવક થશે
- અમેરિકાએ ૧૯૭૪ના ટ્રેડ એક્ટ હેઠળ ૬૦થી વધુ દેશો પર ૧૦થી ૧૨.૫ ટકા સુધીનો ટેરિફ નાખ્યો છે
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે મંગળવારે જણાવ્યું હતું કે અમેરિકા દ્વારા બળજબરીથી કરાવવામાં આવતી મજૂરીને લઈને લાદવામાં આવેલા નવા ટેરિફ અર્થતંત્રને ફટકો પણ નહીં મારે અને અમેરિકામાં અબજો ડોલરનું રોકાણ લાવશે. આ વર્ષે અગાઉ સુપ્રીમ કોર્ટે ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (આઇઇઇપી) હેઠળના ટેરિફ ફગાવી દીધા પછી ટેરિફ નાખવાનો બીજો રસ્તો ટ્રમ્પે શોધ્યો છે.
ટ્રમ્પે ગયા સપ્તાહે ટેરિફ અંગેના સવાલમાં જણાવ્યું હતું કે આ ટેરિફથી અર્થતંત્રને નુકસાન પણ નહીં થાય અને અમેરિકામાં અબજો ડોલર આવશે. ગયા સપ્તાહે અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવે ૧૯૭૪ના ટ્રેડ એક્ટની જોગવાઈ ૩૦૧ હેઠળ ૬૦ દેશો પર ૧૦ ટકાથી લઈને ૧૨.૫ ટકા સુધીના ટેરિફ નાખ્યા હતા.
ટ્રમ્પે જણાવ્યું હતું કે ટેરિફ તો રહેવાના જ છે, પરંતુ સુપ્રીમ કોર્ટે મારા વિરોધમાં ચુકાદો આપ્યો હોવાથી મારે હવે તેના માટે બીજા રસ્તા અપનાવવા પડી રહ્યા છે.
આ થોડા જટિલ રસ્તા છે, પરંતુ મારે તે રસ્તે પણ ટેરિફ તો નાખવાના છે.
ટેરિફના કારણે અમેરિકા વધુ સમૃદ્ધ બનશે. ટ્રમપે જણાવ્યું હતું કે ટેરિફની ધમકીના લીધે અમે આઠમાંથી પાંચ યુદ્ધ રોકાવ્યા છે અને તેમા ભારત-પાકિસ્તાન વચ્ચે ગયા વર્ષે થયેલા યુદ્ધનો પણ સમાવેશ થાય છે.
આ યુદ્ધ પરમાણુ યુદ્ધમાં પણ પરિણમી શકે તેમ હતું.
ટ્રમ્પે ભારતે પાકિસ્તાન સામે શરૃ કરેલા ઓપરેશન સિંદૂરના જવાબમાં આ વાત કહી હતી. ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પોનો સફાયો બોલાવ્યો હતો. ભારતનુ આ અંગે સતત કહેવું છે કે બંને દેશના ડીજીએમઓ વચ્ચેની વાતચીતના પગલે આ યુદ્ધ આગળ વધતા અટક્યુ હતુ.
તેમણે ટોયોટાને ટાંકીને જણાવ્યું હતું કે તેણે મેક્સિકો છોડવાની જાહેરાત કરી છે. તે અમેરિકામાં પ્લાન્ટ સ્થાપવા ૧૨ અબજ ડોલર રોકશે, કારણ કે તેઓ ટેરિફ રોકવા માંગે છે. હવે જો તે અહીં જ પ્લાન્ટ સ્થાપશે તો તેમના પર કોઈ ટેરિફ નહીં લાગે, એમ ટ્રમ્પે જણાવ્યું હતું.









