ભારતમાં શાંતિની વાત, ત્યાં યુદ્ધ વચ્ચે કેનેડા-યુરોપે ઝેલેન્સ્કીને કરી મોટી મદદ; પુતિન માટે વધ્યો પડકાર?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

EU And Canada Aid Ukraine : રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે BRICS શિખર સંમેલન માટે નવી દિલ્હી પહોંચેલા રશિયાના રાષ્ટ્રપ્રમુખ સાથે ભારતે ફરી એકવાર શાંતિ અને વાતચીત દ્વારા યુદ્ધનો અંત લાવવાની વાત કરી છે. જોકે બીજી તરફ યુરોપિયન યુનિયન અને કેનેડાએ યુક્રેનને મોટી આર્થિક સહાય જાહેર કરીને તેની સંરક્ષણ ક્ષમતા વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે.
મોદી-પુતિન બેઠકમાં યુદ્ધ સમાપ્ત કરવાની ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) વચ્ચે નવી દિલ્હીમાં થયેલી બેઠક દરમિયાન યુક્રેન યુદ્ધનો મુદ્દો પણ ચર્ચાયો હતો. ભારતે ફરી સ્પષ્ટ કર્યું કે તે શાંતિ અને કૂટનીતિના માર્ગને સમર્થન આપે છે અને યુદ્ધનો ઉકેલ વાતચીત દ્વારા આવવો જોઈએ.
યુરોપે યુક્રેન માટે જાહેર કરી રૂ.67,575 કરોડની સહાય
ભારતમાં આ ચર્ચા ચાલી રહી હતી ત્યારે યુરોપિયન યુનિયને યુક્રેનને 6.1 બિલિયન યુરો એટલે કે આશરે રૂ.67,575 કરોડની સહાય આપવાની જાહેરાત કરી. યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન (Ursula von der Leyen) એ જણાવ્યું કે આ રકમનો ઉપયોગ યુક્રેન પોતાની હવાઈ સંરક્ષણ ક્ષમતા વધારવા અને જરૂરી સંરક્ષણ સાધનો ખરીદવા માટે કરશે.
ડ્રોન-મિસાઇલ અને એર ડિફેન્સ સિસ્ટમ પર રહેશે ખર્ચ
યુરોપિયન યુનિયનના જણાવ્યા મુજબ યુક્રેન આ સહાયથી ડ્રોન, મિસાઇલ અને પેટ્રિયટ એર ડિફેન્સ સિસ્ટમ સહિતના સંરક્ષણ સાધનો ખરીદી શકશે. યુરોપનું માનવું છે કે રશિયાના હુમલાઓ સામે યુક્રેનની સુરક્ષા મજબૂત બનાવવી જરૂરી છે.
કેનેડાએ પણ આપી રૂ.2,420 કરોડની મદદ
યુરોપ પહેલાં કેનેડાએ પણ યુક્રેનને રૂ.2,420 કરોડની સહાય આપવાની જાહેરાત કરી હતી. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની (Mark Carney) એ જણાવ્યું હતું કે યુક્રેનની હવાઈ સુરક્ષા અને સંરક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે આ સહાય આપવામાં આવી રહી છે.
2022થી ચાલુ છે રશિયા-યુક્રેન યુદ્ધ
રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી 2022થી યુદ્ધ ચાલી રહ્યું છે. આ સંઘર્ષમાં બંને પક્ષોને ભારે જાનહાનિ અને નુકસા




