World

અમે ગુલામ નથી, અમારું ભવિષ્ય અમે નક્કી કરીશું: ચીન-અમેરિકાને તાઈવાનનો સણસણતો જવાબ

By GS Team
17 May 20263 mins read
TukuTouch Logo
ચીન તાઈવાન પર વારંવાર દાદાગીરી કરતું રહે છે. એટલું જ નહીં તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના પ્રવાસેથી પરત ફર્યા બાદ તાઈવાન પર આડકતરું નિશાન સાધી ધમકી આપી હતી, ત્યારે હવે તાઈવેનને ચીનની જોહુકમી અને ટ્રમ્પની ધમકીનો સણસણતો જવાબ આપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમે ગુલામ નથી, અમારું ભવિષ્ય અમે નક્કી કરીશું: ચીન-અમેરિકાને તાઈવાનનો સણસણતો જવાબ

China-Taiwan Controversy : ચીન તાઈવાન પર વારંવાર દાદાગીરી કરતું રહે છે. એટલું જ નહીં તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના પ્રવાસેથી પરત ફર્યા બાદ તાઈવાન પર આડકતરું નિશાન સાધી ધમકી આપી હતી, ત્યારે હવે તાઈવેનને ચીનની જોહુકમી અને ટ્રમ્પની ધમકીનો સણસણતો જવાબ આપ્યો છે.

તાઈવાનને ચીનને આપ્યો સણસણતો જવાબ

તાઈવાનના રાષ્ટ્રપ્રમુખ લાઈ ચિંગે (Taiwan President Lai Ching) સ્પષ્ટ કહ્યું છે કે, ‘તાઈવાન બીજિંગને આધીન નથી. તાઈવાનના આઝાદીનો સીધો અર્થ એ છે કે, અમારો દેશ ચીનનો ભાગ નથી અને અમે તેના હાથ નીચે કામ પણ કરતા નથી. માત્ર તાઈવાનના લોકો જ તાઈવાનનું ભવિષ્ય નક્કી કરશે, બહારના દેશને અમારા દેશમાં દખલ કરવાનો કોઈ અધિકાર નથી.’

તાઈવાન પ્રત્યે ટ્રમ્પનું વલણ બદલાયું?

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) તાજેતરમાં જ ચીનની મુલાકાતે ગયા હતા. અહીં તેમણે ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ (China President Xi Jinping) સાથે પણ મુલાકાત કરી હતી. સમાચાર એજન્સી રૉયટર્સના રિપોર્ટ મુજબ, ટ્રમ્પ-જિનપિંગની બેઠક બાદ તાઈવાન પ્રત્યે ટ્રમ્પનું વલણ બદલાઈ રહ્યું હોવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આનું એક કારણ ટ્રમ્પનું નિવેદન પણ છે. ટ્રમ્પે ચીનની મુલાકાત કર્યા બાદ કહ્યું હતું કે, અમેરિકા એવી સ્થિતિ નથી ઈચ્છું કે, કોઈ દેશ માત્ર અમેરિકાના સમર્થનના ભરોસે આઝાદી મેળવવાની વાત કરવા લાગે.

આ પણ વાંચો : હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી

તાઈવાનના રાષ્ટ્રપ્રમુખનો ચીનને સ્પષ્ટ સંદેશ

લાઈ ચિંગે એવું પણ કહ્યું છે કે, તાઈવાનનું સાર્વભૌમત્વ કોઈ ઉલ્લંઘન પણ ન કરી શકે અને કોઈ દેશ બળજબરીથી અમારા દેશને પોતાના દેશમાં ભેળવી પણ ન શકે. ભલે ગમે તે થાય, તાઈવાનના લોકો પોતાની આઝાદી સાથે ક્યારે સમજૂતી નહીં કરે. આમ રાષ્ટ્રપ્રમુખ ચિંગે ચીનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, તાઈવાન ચીનનો હિસ્સો નથી, બંને દેશો એકબીજા પર આધીન પણ નથી, બંનેની પોત-પોતાની જુદા જુદી વ્યવસ્થા છે.

ટ્રમ્પ શું બોલ્યા હતા, જેનાથી તાઈવાન નારાજ થયું

ઉલ્લેખનીય છે કે, ચીનની ત્રણ દિવસની હાઈ-પ્રોફાઈલ મુલાકાત પૂરી કરીને એરફોર્સ વન વિમાનમાં પરત ફરી રહેલા ટ્રમ્પે પત્રકારો સમક્ષ જે વાતો કહી, તેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચી ગયો છે. અત્યાર સુધી તાઈવાનની સુરક્ષાના સોગંદ ખાતા ટ્રમ્પ હવે આ મુદ્દે આંખ આડા કાન કરતા જોવા મળ્યા છે. ટ્રમ્પ પ્રશાસને અગાઉ તાઈવાનને હથિયારો વેચવાની મંજૂરી આપી હતી, પરંતુ ચીનથી પરત ફરતા જ ટ્રમ્પે તેના પર બ્રેક લગાવી દીધી છે. પત્રકારોના સવાલ પર તેમણે કહ્યું કે, "મેં હજુ હથિયારોના વેચાણ પર કોઈ અંતિમ નિર્ણય લીધો નથી, હું આ બાબતે થોડું વિચારીશ." એટલું જ નહીં, તેમણે સ્પષ્ટ સંકેત આપતા કહ્યું કે અમેરિકાને પોતાના ઘરથી 9,500 માઇલ દૂર કોઈ નવા યુદ્ધમાં કૂદવાની જરૂર નથી. ચીન આ સોદાનો શરૂઆતથી જ વિરોધ કરી રહ્યું હતું અને જિનપિંગે ટ્રમ્પને ચેતવણી આપી હતી કે તાઈવાન મામલે કોઈપણ ખોટું પગલું બંને દેશોના સંબંધો હંમેશા માટે બગાડી શકે છે.

આ પણ વાંચો : ભારતીય મસાજ થેરાપિસ્ટનું શરમજનક કૃત્ય, મસાજ પાર્લરમાં 61 મહિલાને બનાવી શિકાર, ઓસી. કોર્ટે ફટકારી આકરી સજા