World

ઈરાન-અમેરિકા સંઘર્ષ હજુ થાળે નથી પડ્યો ત્યાં વધુ બે દેશો વચ્ચે તણાવ વધ્યો! ચીને મોકલ્યા બે યુદ્ધજહાજ

By GS Team
29 Apr 20262 mins read
TukuTouch Logo
વિશ્વભરમાં અત્યારે યુદ્ધ અને વર્ચસ્વની લડાઈ તેજ બની રહી છે, જેમાં એકતરફ ઈરાન-અમેરિકા વચ્ચે તણાવ છે, તો બીજીતરફ ચીને તાઇવાન પર દબાણ વધારવાનું શરૂ કર્યું છે. તાઇવાનના સંરક્ષણ મંત્રીએ દાવો કર્યો છે કે ચીનના બે યુદ્ધ જહાજો પેંઘુ દ્વીપ સમૂહની નજીક દરિયાઈ વિસ્તારમાં જોવા મળ્યા હતા. આ ઘટના બાદ તાઇવાને તાત્કાલિક ધોરણે ઍલર્ટ જાહેર કરી દીધું છે. માનવામાં આવે છે કે ચીન આ રીતે તાઇવાન સ્ટ્રેટમાં પોતાની સૈન્ય હાજરી મજબૂત કરી રહ્યું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગંભીર તણાવ ઊભો થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન-અમેરિકા સંઘર્ષ હજુ થાળે નથી પડ્યો ત્યાં વધુ બે દેશો વચ્ચે તણાવ વધ્યો! ચીને મોકલ્યા બે યુદ્ધજહાજ
(IMAGE - IANS)

China Taiwan Sovereignty Dispute: વિશ્વભરમાં અત્યારે યુદ્ધ અને વર્ચસ્વની લડાઈ તેજ બની રહી છે, જેમાં એક તરફ ઈરાન-અમેરિકા વચ્ચે તણાવ છે, તો બીજી તરફ ચીને તાઇવાન પર દબાણ વધારવાનું શરૂ કર્યું છે. તાઇવાનના સંરક્ષણ મંત્રીએ દાવો કર્યો છે કે ચીનના બે યુદ્ધ જહાજો પેંઘુ દ્વીપ સમૂહની નજીક દરિયાઈ વિસ્તારમાં જોવા મળ્યા હતા. આ ઘટના બાદ તાઇવાને તાત્કાલિક ધોરણે ઍલર્ટ જાહેર કરી દીધું છે. માનવામાં આવે છે કે ચીન આ રીતે તાઇવાન સ્ટ્રેટમાં પોતાની સૈન્ય હાજરી મજબૂત કરી રહ્યું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગંભીર તણાવ ઊભો થયો છે.

પેંઘુ દ્વીપ સમૂહ નજીક ચીની યુદ્ધ જહાજોની ઘૂસણખોરી

તાઇવાનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પેંઘુ દ્વીપ સમૂહના દક્ષિણ-પશ્ચિમ જળ વિસ્તારમાં ચીનનું એક ડિસ્ટ્રોયર અને એક ફ્રિગેટ જહાજ ઘૂસી આવ્યા હતા. આ ચીની જહાજોની દેખરેખ માટે તાઇવાનની નૌકાદળ અને વાયુસેનાને તહેનાત કરી દેવામાં આવી છે. તાઇવાની સશસ્ત્ર દળોએ ચીની હિલચાલ પર કડક નજર રાખીને યોગ્ય વળતો જવાબ પણ આપ્યો છે. મંત્રાલયે આ યુદ્ધ જહાજોની આકાશી માર્ગે લેવાયેલી તસવીરો પણ જાહેર કરી છે, જોકે સુરક્ષાના કારણોસર ચોક્કસ લોકેશન જાહેર કર્યું નથી.

આ પણ વાંચો: રશિયાએ ભારત માટે ચોથી એસ-400 ડિફેન્સ સિસ્ટમ રવાના કરી દીધી

ચીન અને તાઇવાન વચ્ચે વધતું સૈન્ય સંઘર્ષ

નોંધનીય છે કે ચીન તાઇવાનને પોતાનો જ ભાગ ગણાવે છે અને અવારનવાર તેના જળ અને વાયુ ક્ષેત્રમાં સૈન્ય ઘૂસણખોરી કરતું રહે છે. તાઇવાન સરકારની વારંવારની નિંદા છતાં ચીન પોતાની આક્રમક વ્યૂહનીતિ બદલવા તૈયાર નથી. ચીનનું કહેવું છે કે તેની આ સૈન્ય પ્રવૃત્તિઓ 'ન્યાયસંગત' છે અને તણાવ માટે તે તાઇવાનને જ જવાબદાર ગણાવે છે. બીજી તરફ, તાઇવાને ચીનના સાર્વભૌમત્વના દાવાને સ્પષ્ટપણે ફગાવી દીધો છે અને કહ્યું છે કે તાઇવાનનું ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર માત્ર ત્યાંના લોકો પાસે જ છે.