Switzerland Arms Export Ban : મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા ભયંકર યુદ્ધ વચ્ચે સ્વિટ્ઝરલેન્ડ સરકારે અમેરિકાને મોટો ઝટકો આપીને હથિયારો આપવા પર તાત્કાલિક અસરથી રોક લગાવી દીધી છે. રાજકીય મતભેદો અને યુદ્ધની સ્થિતિમાં નિષ્પક્ષ રહેવાના હિતને મહત્ત્વ આપીને સ્વિટ્ઝરલેન્ડે સ્પષ્ટ કહ્યું છે કે, જ્યાં સુધી પશ્ચિમ એશિયામાં યુદ્ધ ચાલુ રહેશે ત્યાં સુધી તેઓ હથિયારોની નિકાસને મંજૂરી આપશે નહીં.
અમેરિકાને હથિયારોની નિકાસ બંધ : સ્વિત્ઝર્લેન્ડ
સ્વિસ સરકારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, ‘ઈરાન સાથેના યુદ્ધમાં સામેલ કોઈપણ દેશને યુદ્ધ દરમિયાન હથિયાર નિકાસનું લાયસન્સ નહીં આપવામાં આવે. આ અંતર્ગત અમેરિકાને પણ હાલમાં યુદ્ધમાં વપરાતા હથિયારો મોકલવાની મંજૂરી આપી શકાય તેમ નથી.’ ઉલ્લેખનીય છે કે, 2003માં જ્યારે અમેરિકાએ ઈરાક પર હુમલો કર્યો હતો, ત્યારે પણ સ્વિટ્ઝરલેન્ડે પોતાની તટસ્થતા જાળવી રાખવા માટે અમેરિકા પર આવા જ પ્રતિબંધો લાદ્યા હતા.
28 ફેબ્રુઆરીના હુમલા બાદ નિર્ણય
સ્વિટ્ઝરલેન્ડ સરકારે શુક્રવારે (20 માર્ચ) વધુમાં કહ્યું કે, 28 ફેબ્રુઆરીએ ઈરાન પર ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલા બાદથી અમેરિકાને હથિયાર નિકાસ માટે કોઈ નવું લાયસન્સ આપવામાં આવ્યું નથી. હવે સંરક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોનું એક જૂથ આ સમગ્ર ઘટનાક્રમની સમીક્ષા કરશે અને નક્કી કરશે કે 'તટસ્થતાના કાયદા' હેઠળ આગળ કેવા પગલાં ભરવાની જરૂર છે.
આ પણ વાંચો : ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે મોટા સમાચાર, હુમલામાં IRGC પ્રવક્તા અલી મોહમ્મદના મોતની પુષ્ટિ


