World

અફઘાનિસ્તાનમાં મોડી રાતે પાકિસ્તાને એરસ્ટ્રાઈક કર્યાની આશંકા, કાબુલમાં બોમ્બવર્ષા

By GS TEAM
10 Oct 20251 min read
TukuTouch Logo
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગુરુવારે રાત્રે એક પછી એક થયેલા જોરદાર વિસ્ફોટોએ સમગ્ર શહેરને હચમચાવી દીધું હતું. સ્થાનિક મીડિયા અનુસાર, આ ધમાકા કાબુલના ડિસ્ટ્રિક્ટ 8 અને અબ્દુલહક ચોક પાસે સંભળાયા હતા, જ્યાં સરકારી કચેરીઓ અને રહેણાંક વિસ્તારો આવેલા છે. પ્રાથમિક અહેવાલોમાં આ વિસ્ફોટને લઈને એવા દાવા પણ કરવામાં આવી રહ્યા છે કે બની શકે કે પાકિસ્તાન દ્વારા આ એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી. જોકે હજુ સુધી કોઈ પણ જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

અફઘાનિસ્તાનમાં મોડી રાતે પાકિસ્તાને એરસ્ટ્રાઈક કર્યાની આશંકા, કાબુલમાં બોમ્બવર્ષા

Pakistan and Afgahinstan news : અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગુરુવારે રાત્રે એક પછી એક થયેલા જોરદાર વિસ્ફોટોએ સમગ્ર શહેરને હચમચાવી દીધું હતું. સ્થાનિક મીડિયા અનુસાર, આ ધમાકા કાબુલના ડિસ્ટ્રિક્ટ 8 અને અબ્દુલહક ચોક પાસે સંભળાયા હતા, જ્યાં સરકારી કચેરીઓ અને રહેણાંક વિસ્તારો આવેલા છે. પ્રાથમિક અહેવાલોમાં આ  વિસ્ફોટને લઈને એવા દાવા પણ કરવામાં આવી રહ્યા છે કે બની શકે કે પાકિસ્તાન દ્વારા આ એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી. જોકે હજુ સુધી કોઈ પણ જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.



ઘટના એવા સમયે બની છે જ્યારે અફઘાનના મંત્રી ભારતની મુલાકાતે છે 

આ ઘટના એવા સમયે બની છે જ્યારે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી ભારતના ઐતિહાસિક પ્રવાસે નવી દિલ્હી પહોંચ્યા છે. 2021માં તાલિબાન શાસને સત્તા સંભાળ્યા બાદ આ પ્રથમ ઉચ્ચ-સ્તરીય મુલાકાત છે, જે બંને દેશો વચ્ચે આર્થિક અને કૂટનીતિક સંબંધોને મજબૂત કરવાનો સંકેત આપી રહી છે. કાબુલમાં થયેલા આ તાજેતરના વિસ્ફોટોને કારણે ક્ષેત્રીય તણાવમાં વધુ વધારો થવાની સંભાવના છે.