World

મહાતૂફાન 'બાવી' 200 કિ.મી.ઝડપે તાઈવાન, ચીન, જાપાન, તરફ ધસી રહ્યું છે

By GS Team
9 Jul 20262 mins read
TukuTouch Logo
પ્રશાંત મહાસાગરમાં ફ્રાંસ જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું પ્રચંડ વાવાઝોડું 200 કીમીની ઝડપે તાઈવાન તરફ ધસી રહ્યું છે. તાઈવાન, ચીન અને જાપાનમાં હાઈએલર્ટ જાહેર કરાયું છે. ગુરુવારે તાઈવાનના દક્ષિણ પૂર્વ સુધી પહોંચેલું આ ચક્રવાત થોડું નરમ પડ્યું છે, છતાં ખતરો ઘણો છે. પ્રશાસને લોકોને 3 દિવસ માટે જરૂરી સામાનનો સ્ટોક કરવા જણાવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહાતૂફાન 'બાવી' 200 કિ.મી.ઝડપે તાઈવાન, ચીન, જાપાન, તરફ ધસી રહ્યું છે

દૂર પૂર્વના દેશોમાં હાઈ એલર્ટ
પ્રશાંત મહાસાગરમાં જાગેલું આ તૂફાન તાઈવાનથી દક્ષિણ પૂર્વ સુધી તો પહોંચી ગયું છે : થોડું નરમ થયું છે

તાઈપે : પ્રશાંત મહાસાગરમાં જાગેલું ફ્રાંસ જેટલા વિસ્તારનું પ્રચંડ વાવાઝોડું બાવી કલાકના ૨૦૦ કીમીની ઝડપે તાઈવાન તરફ ધસી રહ્યું છે. આથી તાઈવાન, ચીન, અને જાપાન જેવા દૂરપૂર્વના દેશોમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ પ્રચંડ ચક્રવાત ગુરુવારે તાઈવાનની દક્ષિણ પૂર્વ સુધી તો પહોંચી ગયું છે. તેનું જોર જરા નરમ તો થયું છે છતાં તેનો ખતરો પણ ઘણો છે. પ્રશાસને આ તોફાનને છેલ્લાં કેટલાંયે વર્ષોમાં થયેલાં તોફાન કરતાં સૌથી વધુ શક્તિશાળી તોફાન તરીકે જણાવે છે.
આ સાથે શાસન તંત્રે નાગરિકોને જરૂરી સામાનનો સ્ટોક કરી કોઈપણ આપાતકાલીન સ્થિતિ માટે તૈયાર રહેવા જણાવી દીધું છે.
આ ચક્રવાત ૧૦૦૦ કીમી જેટલા વિસ્તારમાં ફેલાયેલું છે. ઉલ્લેખનીય છે કે ફ્રાંસનું ક્ષેત્રફળ પણ ૧૦૦૦ ચો.કી.મી. થી થોડું જ વધુ છે.
ચીનનાં રાષ્ટ્રીય હવમાન વિજ્ઞાાન કેન્દ્રનાં પૂર્વાનુમાન પ્રમાણે આ તોફાન તાઈવાનના ઉત્તરના છેડાને સ્પર્શી શનિવાર સાંજ સુધીમાં ચીનના પૂર્વના ફૂજીયાન પ્રાંત સાથે ટકરાશે. આ વિભાગના અધિકારી જેસન ચાંગે જણાવ્યું હતું કે વિસ્તારની દ્રષ્ટિએ ૧૯૮૭ પછી તાઈવાન સાથે અથડાનારૃં આ સૌથી મોટું તોફાન છે. આટલા વિશાળ વિસ્તારમાં ભાગ્યે જ કોઈ તોફાન પ્રસરે છે.
આ તોફાનના ભયથી લોકો ચિંતાગ્રસ્ત થઇ ગયા છે. વિજ્ઞાાનીઓ કહે છે કે આટલા પ્રચંડ તોફાન માટે ઋતુ પરિવર્તનો તો એક કારણ છે જ. પરંતુ અન્ય કારણ અલનીનો હોઈ શકે. તેથી સમુદ્રનું ઉષ્ણતામાન વધી રહે છે. વિજ્ઞાાનીઓને ચિંતા તે થાય છે કે હવે ટાફૂનો વધુને વધુ વિનાશકારી બની રહ્યાં છે.
એક્યુવેધરના વિજ્ઞાાનીઓ જણાવે છે કે જો ટાફૂન બાવી પોતાની વર્તમાન તાકાત ચાલુ જ રાખશે તો તે એશિયા પ્રશાંત ક્ષેત્રમાં ૨૦૨૪માં આવેલાં સુપર ટાઈફન કોંગ-રે પછીનું બીજું સૌથી પ્રચંડ તોફાન હશે.
તાઈવાનના પ્રમુખ લાઈ ચિંગ-તેન્સે ફેસ બુક પર જનતાને અપીલ કરી છે કે ભોજન, શુદ્ધ જળ તથા રોજીંદા જરૂરી સામાનનો રાખો સાથે ટોર્ચ પણ તૈયાર રાખો. ઓછામાં ઓછી ત્રણ દિવસ સુધીની ઇમર્જન્સી માટેની તૈયારી રાખજો.