World

સર્બિયાનાં પાટનગરમાં વિદ્યાર્થીઓના દેખાવો : યુરોપીય સંઘે દર્શાવેલી ચિંતા

By GS Team
23 Oct 20262 mins read
TukuTouch Logo
માર્શલ ટીટોના બેલગ્રેડમાં મોંઘવારી, ભાવવધારો અને શિક્ષણ સુધારાની માંગ સાથે વિદ્યાર્થીઓનું ઉગ્ર પ્રદર્શન શરૂ થયું છે. સ્લાવિયા ચોક પર હજારો લોકો ઉમટ્યા છે. સર્બિયાના વર્તમાન પ્રમુખ વુસિકના શાસન સામે નાગરિકો પણ વિરોધમાં જોડાયા છે. રવિવારે આવનારા ચૂંટણી પરિણામો બાદ પરિસ્થિતિ વધુ વણસવાની યુરોપિયન યુનિયનને ભીતિ છે. વુસિકે વિદ્યાર્થીઓની ધરપકડ પણ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સર્બિયાનાં પાટનગરમાં વિદ્યાર્થીઓના દેખાવો : યુરોપીય સંઘે દર્શાવેલી ચિંતા
  • માર્શલ ટીટોનાં બેલગ્રેડમાં વ્યાપક અશાંતિ
  • બેલગ્રેડના મધ્યસ્થ ચોક સ્લાવિયા ચોક ઉપર ચારે તરફથી લોકો ઉમટયા : રવિવારે થનારા મતદાન પછી સ્થિતિ વણસવાની ભીતિ

બેલગ્રેડ : દ્વિતીય વિશ્વ યુધ્ધ પછી વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું ત્યારે નહેર-નાયર અને તે સમયનાં અખંડ યુગોસ્લાવિયાના માર્શલ ટીટોની ત્રિપુટીએ સંઘર્ષો અટકાવવા નોન એમાઇન્ડ મુવમેન્ટ (નામ) ની રચના કરી વિશ્વને વિશ્વ યુધ્ધના જ્વાળામુખી શમી ગયો પણ પછીથી લાગતા રહેવા આફ્ટર શોકસ માંથી દુનિયાને બચાવી લીધી. તેવા મહાન સામ્યવાદી નેતા માર્શલ જોસેફ ટીટોના બેલગ્રેડમાં વિદ્યાર્થીઓના ભારે પ્રદર્શનો શરૂ કરી દીધા છે.
આ વિદ્યાર્થીઓ વધતી જતી મોંઘવારી, સતત વધી રહેલા ભાવ તથા શિક્ષણ સંસ્થાઓના સુધારાની માગણી કરી રહ્યા છે. જેમાં સામાન્ય નાગરિકો પણ આ રમખાણોમાં સર્બિયાના વર્તમાન પ્રમુખ વુસિકના અતિકઠોર શાસનનો વિરોધ કરી રહ્યા છે.
સૌથી વધુ ચિંતા તો રવિવારે આવનારા ચૂંટણી પરિણામોની જાહેરાત પછીની છે. તે પછી તોફાનો હાથ બહાર જશે જ તેવી યુરોપીય સંઘની ચિંતા છે.
વાસ્તવમાં ૨૦૨૪ના નવેમ્બરથી જ તોફાનો શરૂ થઈ ગયા છે. ત્યારથી વિદ્યાર્થી આંદોલનકારીઓને સમર્થન મળતું જ રહ્યું છે. દેશભરમાં મીડીયા અને દરેક સંસ્થાનો પર પ્રમુખ વુસિક તંત્રનો પૂરો પ્રભાવ છે. તેનો સત્તાધારી પક્ષ સર્બિયન પ્રોગ્રેવ પાર્ટીના કાર્યકરોનો પણ દેશભરમાં દબાવ છે. તે સામે સ્ટુડન્ટ લિસ્ટ નામક એક રાજકીય પાર્ટીની વિદ્યાર્થીઓએ રચના કરી છે. તેમાં જો સ્ટુડન્ટ લિસ્ટ વિજયી થશે તો વિદ્યાર્થીઓને કાબુમાં રાખવા મુશ્કેલ જ નહીં અસંભવ સમાન બનશે.
પ્રમુખ વુસિક ઓટોક્રેટ એકાધિકારવાદી છે. તેઓએ વિદ્યાર્થીઓની અને એમને સાથ આપનાર નાગરિકોની ધરપકડ શરૂ કરી દીધી છે. છતાં વિદ્યાર્થીઓ જોરમાં છે. રવિવારે પરિણામ પ્રસિધ્ધ થયા પછી પ્રમુખ વુસિક કદાચ દેશ છોડી નાશી જશે તેમ પણ ઘણા માને છે.