- ઇઝરાયેલ જતાં 'એરફોર્સ વન' વિમાનમાં પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહ્યું : 'ટૉમ-હૉક' મિસાઇલ્સ ઘણા ઘાતક છે
એર-ફોર્સ વન : અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે ઇઝરાયલ જતાં તેઓની સાથે રહેલા પત્રકારોને પ્રમુખ માટેના વિશિષ્ટ વિમાન 'એરફોર્સ- વન'માં રશિયાના પ્રમુખ પુતિનને કઠોર સંદેશો આપતા કહ્યું હતું કે, 'યુદ્ધ બંધ કરો નહીં તો અમે યુક્રેનને ટૉમ હૉક મિસાઇલ્સ આપીશું.'
૧૫૫ માઇલ સુધી અચૂક પ્રહાર કરી શકતા આ 'ટૉમ હૉક' મિસાઇલ્સ દુનિયામાં સૌથી પ્રબળ, સૌથી વધુ ઝડપી અને સૌથી વધુ ઘાતક મિસાઇલ્સ પૈકીનાં એક છે.
આ સાથે તેઓએ તેવી પણ સ્પષ્ટતા કરી હતી કે, હજી તેટલી હદે જવાનો સમય આવ્યો નથી. તેથી અમેરિકા યુક્રેનને તે મિસાઇલ્સ આપે ક ન પણ આપે પરંતુ મુખ્ય વાત તે છે કે રશિયા યુક્રેન સાથેનો તેનો વિવાદ શાંતિમય રીતે ઉકેલે. જો તેમ નહીં કરે તો રશિયા માટે જ ઘણું ઘાતક નીવડશે.
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે આ ચેતવણી એવે સમયે આપી છે કે, જ્યારે રશિયાએ રાતોરાત યુક્રેન ઉપર હુમલા કરી તેના વિદ્યુત સંયંત્રો (કારખાના)નો નાશ કર્યો છે. રશિયાનું આ આક્રમણ શિયાળા પહેલા યુક્રેનના અર્થતંત્રને ખતમ કરવાના હેતુથી જ હાથ ધરાયું છે.
બીજી તરફ યુક્રેનને ટૉમ-હૉક મિસાઇલ્સ આપવાના અમેરિકાના સંભવિત નિર્ણય અંગે રશિયાએ ગંભીર ચિંતા દર્શાવી છે. પ્રમુખ પુતિને પહેલેથી જ જણાવી દીધું છે કે, અમેરિકા દ્વારા યુક્રેનને લાંબા અંતરના મિસાઇલ્સ આપશે. તો મોસ્કો વૉશિંગ્ટન સંબંધોને ગંભીર નુકસાન થશે.
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, કીવને, લાંબા અંતરના મિસાઇલ્સની જરૂર છે, કે જેથી રેન્જ ૧૫૫૦ માઇલ સુધીની હોય માટે, રવિવારે પ્રમુખ ટ્રમ્પ સાથે બીજીવાર ગયા રવિવારે ફોન પર વાતચીત થઈ હતી જેમાં રશિયા સામે યુક્રેનની યુદ્ધ ક્ષમતા તથા ઊર્જા ક્ષેત્ર વિષે ચર્ચા થઈ હતી.


