'AI ને રોકો નહીંતર તબાહી આવશે...' એન્થ્રોપિકના CEO ની ચેતવણીને મસ્ક-ઓલ્ટમેનનું પણ સમર્થન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Anthropic CEO Dario Amodei On AI: AI એટલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ. ટેકની આ દુનિયામાં આનાથી વધુ કોઈ ચર્ચિત શબ્દ નથી. દરરોજ આપણને ક્યાંકને ક્યાંક આ AI વિશે સાંભળવા મળતું હોય છે. આ ડિજિટલ યુગમાં AIનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે અને તેને વધુ ને વધુ પાવરફુલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે ટેક વર્લ્ડના ત્રણ સૌથી મોટા દિગ્ગજોએ AIની સ્પીડ પર બ્રેક લગાવવા પર સહમતિ દર્શાવી છે. તેમનું માનવું છે કે હવે આ ટેકનોલોજીને થોડી ધીમી કરવાની જરૂર છે.
એન્થ્રોપિકના CEO ડારિયો અમોડેઈએ AI કંપનીઓને ટેકનોલોજીમાં થઈ રહેલા ઝડપી ડેવલપમેન્ટ પર બ્રેક લગાવવાની અપીલ કરી છે. તેમના આ વલણ પર OpenAIના CEO સેમ ઓલ્ટમેન અને xAIના પ્રખમ ઈલોન મસ્કે પણ હામી ભરી છે.
શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અમોડેઈએ AIને લઈને કહ્યું કે જેમ-જેમ મોડલની ક્ષમતાઓ ઝડપથી વધી રહી છે, કંપનીઓને સિક્યુરિટી મજબૂત કરવા માટે વધુ સમયની જરૂર છે.
ઈન્ડિપેન્ડન્ટ ઈવેલ્યુએટર્સને તહેનાત કરવાનો પ્રસ્તાવ
અમોડેઈએ સુરક્ષાની તપાસ માટે મોટી AI કંપનીઓમાં કર્મચારીઓ જેવી એક્સેસ ધરાવતા ઈન્ડિપેન્ડન્ટ ઈવેલ્યુએટર્સને તહેનાત કરવાનો પ્રસ્તાવ મૂક્યો. તેમણે તપાસ વગર થઈ રહેલા ડેવલપમેન્ટને રોકવા માટે AI કંપનીઓ વચ્ચે તાલમેલ અને ગ્લોબલ લેવલ પર આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવાની વાત કહી.
અમોડેઈએ લખ્યું કે, 'આપણે AI મોડલની ક્ષમતાઓને સુધારવાની સ્પીડને ધીમી કરવી પડશે. તેમ છતાં ડેવલપમેન્ટ ઝડપી દેખાશે, પરંતુ આપણને મળેલા સમયનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.'
સેમ ઓલ્ટમેને અમોડેઈના આ પ્રસ્તાવને સમર્થન આપતા કહ્યું, 'હું ડારિયો સાથે સહમત છું કે આપણે મોરચાની રફ્તારને કંટ્રોલ કરવાની જરૂર છે. હાલના સપ્તાહોમાં OpenAIમાં આપણી બેઠકોનો આ જ મુખ્ય મુદ્દો રહ્યો છે. ઈન્ડિપેન્ડન્ટ ઈવેલ્યુએટર્સને અંદરની એક્સેસ આપવી એ એક શ્રેષ્ઠ આઈડિયા છે અને આપણે પણ એવું જ કરીશું.' બીજી તરફ ઈલોન મસ્કે પણ સહમતિ દર્શાવતા લખ્યું કે, 'ડારિયો તદ્દન સાચુ કહી રહ્યા છે.'
AIના ખોટા ઉપયોગની વધતી ચિંતાઓ
તમને જણાવી દઈએ કે, ડારિયોનો આ પ્રસ્તાવ એન્થ્રોપિકના એ ખતરા સાથે જોડાયેલા ઈન્ટેલિજન્સ રિપોર્ટના થોડા દિવસો પછી આવ્યો છે, જેમાં ખુલાસો થયો હતો કે, કેટલાક તત્વોએ ક્લોડ AI મોડલનો ઉપયોગ હથિયાર બનાવવા, સાઈબર હુમલાઓ, દેખરેખ અને છેતરપિંડી માટે કર્યો હતો. અમોડેઈએ ચેતવણી આપી કે, 'ઝડપથી વધી રહેલા AI મોડલ ટૂંક સમયમાં ઓટોનોમસ સિસ્ટમનું ઝૂંડ તૈયાર કરી શકે છે, જેનાથી મોટું નુકસાન થઈ શકે છે. મને ડર છે કે આગામી 6 થી 12 મહિનામાં આવું ઝૂંડ આખા ઈન્ટરનેટ પર કબ્જો કરી શકે છે, જેનાથી સેંકડો અબજ ડોલરનું નુકસાન થઈ શકે છે.'
તાજેતરમાં એન્થ્રોપિકના રિસર્ચર જેકબ કોક્સને પણ રાજીનામું આપતા કહ્યું હતું કે, AI બનાવનારા માને છે કે આ દાયકાના અંત સુધીમાં બધું તબાહ કરી શકે છે.
અમોડેઈએ જણાવ્યું કે, હું AI ટ્રેનિંગ કે ટેકનિકલ ડેવલપમેન્ટને પૂરી રીતે રોકવાની માગ નથી કરી રહ્યો. તેમણે લોકશાહી દેશોમાં AIની સ્પીડને ચીન સાથે ચાલી રહેલી સ્પર્ધા સાથે જોડી. તેમણે ચેતવણી આપી કે 'AIમાં ચીનની બઢત અમેરિકા માટે રાષ્ટ્રીય સુરક્ષાનો ખતરો ઊભો કરી શકે છે. તેથી, લોકશાહી દેશોએ પોતાની બઢત જાળવી રાખીને જ સ્પીડ ધીમી કરવી પડશે.' તેમણે ચીનને બઢત બનાવતા રોકવા માટે એડવાન્સ્ડ AI ચિપ્સ અને મોડલ ડેટાની ચોરી પર સખત કંટ્રોલની માગ કરી.




