World

સ્પેસએક્સના સ્ટારશિપ રોકેટનો પહેલી વખત પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પ્રવેશ

By GS Team
29 Sep 20262 mins read
TukuTouch Logo
ટેક્સાસના બોકા ચિકાથી સ્પેસએક્સના 124 મીટરના 'સ્ટારશિપ' રોકેટે સફળ ઉડાન ભરી. આ રોકેટે 26 સ્ટારલિંક V3 સેટેલાઇટ્સને પૃથ્વીની ભ્રમણકક્ષામાં તરતા મૂક્યા. આ સેટેલાઇટ્સ 1 ટેરાબિટ પ્રતિ સેકન્ડની બેન્ડવિડ્થ ધરાવે છે, જે 10 ગણી વધુ ઇન્ટરનેટ સ્પીડ આપશે. આ મિશન નાસાના આર્ટેમિસ મૂન મિશન માટે પણ મહત્વપૂર્ણ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સ્પેસએક્સના સ્ટારશિપ રોકેટનો પહેલી વખત પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પ્રવેશ
  • 124 મીટરના મહાકાય રોકેટને સફળતા મળી
  • એક ટેરાબિટ પ્રતિ સેકન્ડની બેન્ડવિથના 26 સ્ટારલિંક સેટેલાઈટ્સ 10 ગણી ફાસ્ટ ઈન્ટરનેટ સ્પીડ આપશે

ટેક્સાસ : સ્પેસએક્સે જાયન્ટ 'સ્ટારશિપ' રોકેટને પહેલી વખત પૃથ્વીની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કરીને અંતરિક્ષ વિજ્ઞાાનના ઇતિહાસમાં નવો અધ્યાય લખ્યો છે. દુનિયાના સૌથી શક્તિશાળી લોન્ચ વ્હીકલનું આ ફ્લાઇટ-૧૪ મિશન પ્રાયોગિક પરીક્ષણમાં સફળ સાબિત થયું છે. ટેક્સાસના બોકા ચિકા સ્થિત સ્પેસબેઝ લોન્ચ ફેસિલિટી પરથી ૧૨૪ મીટર ઊંચા આ મહાકાય રોકેટે ઉડાન ભરી હતી. આ રોકેટ સિસ્ટમમાં 'સુપર હેવી બૂસ્ટર ૨૧' અને 'શિપ ૪૧' નો સમાવેશ થાય છે.
ઓર્બિટલ એન્જિન બર્ન સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ સ્ટારશિપે પોતાના પેલોડ બેના દરવાજા ખોલીને ૨૬ નેક્સ્ટ-જેન સ્ટારલિંક વી૩ સેટેલાઇટ્સ ને સફળતાપૂર્વક ઓર્બિટમાં તરતા મૂક્યા હતા.વોશિંગ્ટનમાં સ્પેસએક્સ ફેસિલિટી ખાતે તૈયાર કરાયેલ દરેક વી-૩ સેટેલાઇટ ૧ ટેરાબિટ પ્રતિ સેકન્ડની બેન્ડવિડ્થ ધરાવે છે, જે ફાલ્કન-૯ રોકેટથી છોડાતા જૂના સેટેલાઇટ કરતાં ૧૦ ગણી વધુ સ્પીડ આપશે.
ત્રણ સેટેલાઇટ પર ખાસ પ્રકારના હાઇ-રિઝોલ્યુશન કેમેરા લગાવવામાં આવ્યા છે. જે સેટેલાઇટ છૂટા પડયા બાદ સ્ટારશિપની હીટશીલ્ડ ટાઇલ્સનું સ્કેનિંગ કરીને જમીન પર કન્ટ્રોલ ટીમને ડેટા મોકલશે. તેનાથી પૃથ્વી પર રી-એન્ટ્રી વખતે થતા ઘર્ષણ સામે થર્મોડાયનેમિક સહનશક્તિ ચકાસી શકાય.ફ્લાઇટ-૧૩ વખતે એન્જિન રિલાઇટમાં થયેલી ખામીને ધ્યાનમાં રાખીને કરાયેલા સોફ્ટવેર અને ટાઇલ એન્જિનિયરિંગ સુધારા આ મિશનમાં સફળ પુરવાર થયા છે. સ્ટારશિપની ઓર્બિટલ સફળતા નાસાના આર્ટેમિસ મૂન મિશન માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે માનવજાતને ફરીથી ચંદ્રની સપાટી પર ઉતારવા માટે સ્ટારશિપના જ ખાસ લુનર લેન્ડર મોડેલનો ઉપયોગ થવાનો છે.