World

સ્પેસએક્સનો આઈપીઓ 4,000 કર્મચારીઓને ડોલર મિલ્યેનેર્સ બનાવશે

By GS Team
12 Jun 20261 min read
સ્પેસએક્સનો આઈપીઓ 4,000 કર્મચારીઓને ડોલર મિલ્યેનેર્સ બનાવશે

- ઘણા કર્મચારીઓની હિસ્સેદારી 100 મિલિયન ડોલરથી વધુ

- કંપનીમાં લાંબા સમયથી કામ કરતા કર્મચારીઓને સ્ટોક ઓપ્શન અને ઈક્વિટી આપવામાં આવી હતી 

ન્યૂ યોર્ક : સ્પેસએક્સનો બહુચર્ચિત આઈપીઓ ઈલોન મસ્કને ટ્રિલિયોનેર બનાવી શકે છે તે સૌ કોઈ જાણે છે. પરંતુ, આ આઈપીઓ કંપનીના કર્મચારીઓની આર્થિક સ્થિતિમાં મોટો ફેરફાર લાવી શકે છે. રિપોર્ટ મુજબ, કંપનીના ૪,૦૦૦થી વધુ કર્મચારીઓ પોતાના શેર અને સ્ટોક ઓપ્શનના કારણે કરોડપતિ અથવા ડોલર-મિલ્યેનેર્સ બની શકે છે. 

સ્પેસએક્સ આશરે ૭૫ અબજ ડોલર એકત્ર કરવાની યોજના સાથે શેરબજારમાં પ્રવેશી રહી છે. જેના દ્વારા કંપનીનું મૂલ્યાંકન લગભગ ૧.૭૫ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે છે. કંપનીમાં લાંબા સમયથી કામ કરતા હજારો કર્મચારીઓને સ્ટોક ઓપ્શન અને ઇક્વિટી આપવામાં આવી હતી. આઈપીઓ બાદ આ હિસ્સેદારીનું મૂલ્ય નોંધપાત્ર રીતે વધી શકે છે. 

અહેવાલો મુજબ, માત્ર મિલ્યિેનેર્સ  જ નહીં, પરંતુ કેટલાક સિનિયર કર્મચારીઓની હિસ્સેદારી ૧૦૦ મિલિયન ડોલરથી પણ વધુ હોઈ શકે છે. 

સ્પેસએક્સ હાલમાં રોકેટ લોન્ચ, સેટેલાઈટ ઇન્ટરનેટ સર્વિસ સ્ટારલિંક અને એઆઈ સંબંધિત સેક્ટર્સમાં ઝડપથી વિસ્તરી રહી છે. કંપનીના ભવિષ્યના વિકાસ અને બજારમાં તેની મજબૂત સ્થિતિને કારણે રોકાણકારો આઈપીઓને લઈને ખૂબ આશાવાદી છે.  જોકે કેટલાક વિશ્લેષકો કંપનીના ઊંચા મૂલ્યાંકન અને આઈપીઓ પછીના શેરના પ્રદર્શન અંગે સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે. તેમનું માનવું છે કે ભારે ઉત્સાહ વચ્ચે રોકાણકારોએ જોખમોને પણ ધ્યાનમાં લેવા જોઈએ.