World

મૂન પર સોલર પાવર : બેઝોસનું બ્લૂ ઓરિજિન 20 મીટરનું ટાવર બનાવશે

By GS Team
4 Oct 20262 mins read
TukuTouch Logo
જેફ બેઝોસની બ્લૂ ઓરિજિન કંપનીએ ચંદ્ર પર ભવિષ્યના માનવ મિશન અને રોબોટિક અભિયાનો માટે 'પાવર ટાવર' નામની સોલર પાવર સિસ્ટમ રજૂ કરી છે. 20 મીટર ઊંચો આ વર્ટિકલ સોલર ટાવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર 10 કિલોવોટથી વધુ વીજળી પૂરી પાડશે. આ સિસ્ટમ બ્લૂ મૂન MK1 લેન્ડર સાથે જોડાયેલી છે. નાસા સાથે મળીને તેની ચકાસણી પણ થઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

મૂન પર સોલર પાવર : બેઝોસનું બ્લૂ ઓરિજિન 20 મીટરનું ટાવર બનાવશે

કેલિફોર્નિયા : ભવિષ્યમાં ચંદ્ર પર લાંબા સમયના માણસોના મિશન અને રોબોટિક અભિયાનો માટે વીજળીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જેફ બેઝોસની કંપની બ્લૂ ઓરિજિને પાવર ટાવર નામની સોલર પાવર સિસ્ટમ રજૂ કરી છે. જેમાં, ૨૦ મીટર ઊંચો વર્ટિકલ સોલર ટાવર ચંદ્રના દક્ષિણ ધુ્રવ વિસ્તારમાં ૧૦ કિલોવોટથી વધુ વીજળી પૂરી પાડશે.
ચંદ્ર પર સૂર્ય ઊર્જા મેળવવામાં સૌથી મોટો પડકાર સૂર્યપ્રકાશની ઉપલબ્ધતા છે. ચંદ્રના મોટાભાગના વિસ્તારોમાં દિવસ અને રાતનો સમયગાળો પૃથ્વી કરતા ઘણો લાંબો હોય છે. પરંતુ, ધ્રુવીય વિસ્તારમાં કેટલાક ઊંચા સ્થળો લાંબા સમય સુધી સૂર્યપ્રકાશ મેળવી શકે છે. ચંદ્રના દક્ષિણ ધુ્રવ પાસે સૂર્ય આકાશમાં ખૂબ નીચો રહે છે.
ત્યાંના પર્વતીય વિસ્તારો, ક્રેટર અને તેની કિનારીઓને કારણે કેટલીક જગ્યાએ લાંબા સમય સુધી સૂર્યપ્રકાશ મળી શકે છે. જ્યારે, નજીકના નીચાણવાળા વિસ્તારો સતત છાયામાં રહી શકે છે.
પાવર ટાવરનો હેતુ સોલર એરેને ચંદ્રની સપાટીથી ઊંચે લઈ જઈને વધુ સમય સૂર્યપ્રકાશ મેળવવાનો છે. બ્લુ ઓરિજિનના જણાવ્યા અનુસાર, પાવર ટાવર એક વર્ટિકલી ડિપ્લોય્ડ સોલર એરે સિસ્ટમ છે. એટલે તેને ચંદ્ર પર પહોંચાડયા બાદ સિસ્ટમ ઊભી કરવામાં આવશે. આ ટેકનોલોજી કંપનીના બ્લૂ મૂન એમકે૧ લેન્ડર સાથે જોડાયેલી છે. આ સિસ્ટમ ૧૦ કિલોવોટથી વધુ ઈલેક્ટ્રિકલ પાવર પૂરો પાડશે. આ વીજળીનો ઉપયોગ ભવિષ્યમાં રોવર, વૈજ્ઞાાનિક સાધનો અને અન્ય સપાટી પરની કામગીરી માટે થઈ શકે છે.

  • નાસા સાથે મળીને ટેસ્ટિંગ કરાયું હતું
    બ્લૂ ઓરિજિનની સબસિડિયરી હનીબી રોબોટિક્સે નાસાના જ્હોન્સ સ્પેસ સેન્ટરમાં લૂનર એરે પાવર સિસ્ટમનું ટેસ્ટિંગ પૂર્ણ કર્યું હતું. પરીક્ષણમાં સિસ્ટમના ડિઝાઈન અને ચંદ્ર જેવા વાતાવરણમાં તેની કામગીરીને ચકાસવામાં આવી હતી. બ્લૂ ઓરિજિન એકલું નથી.
    નાસા પણ ચંદ્રના દક્ષિણ ધુ્રવ વિસ્તારમાં લાંબા ગાળાની માણસોની અને રોબોટિક કામગીરી માટે મૂન બેઝ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરી રહ્યું છે.
    છેલ્લા કેટલાક સમયથી નાસાએ ચંદ્ર પર પાવર જનરેશન, ઓક્સિજન પ્રોડક્શન અને અન્ય જરુરી ટેકનોલોજી માટે નવા પ્રસ્તાવોમાં રસ દાખવ્યો છે. નાસાના મૂન બેઝ પ્રોગ્રામમાં બ્લૂ ઓરિજિનનું બ્લૂ મૂન એમકે૧ લેન્ડર અતિમહત્ત્વપૂર્ણ છે.