- ઇરાનની ડીફેન્સ કાઉન્સીલે કરેલું જાહેર નિવેદન
- આ સાથે ઇરાનની ડીફેન્સ કાઉન્સીલે તેવી પણ કડક ચેતવણી આપી કે તેના પાવર પ્લાન્ટ ઉપર હુમલા કરાશે તો તુર્ત જ નિર્ણયાત્મક વિનાશક જવાબ અપાશે
તહેરાન : પશ્ચિમ એશિયામાં જામી રહેલા વિનાશક યુદ્ધ વચ્ચે ન્યૂયોર્ક સ્થિત ઇરાની-મિશને આજે બુધવારે જણાવ્યું હતું કે જે દેશો ઇરાન-વિરોધી દેશ નથી તેમનાં જહાજો હોર્મુઝ સ્ટ્રેઈટ્સમાંથી પસાર થવા દેવાશે. પરંતુ તે પૂર્વે ઇરાનના અધિકારીઓ સાથે તેમણે સંકલન સાધવું અનિવાર્ય છે.
આ મિશને એક્સ પોસ્ટ ઉપર વધુમાં જણાવ્યું હતું કે જે દેશો પોતે વિરોધી નથી તેમ કહે છે તેમણે ખાતરી આપવી પડશે કે તેઓ ઇરાન સામે થતા હુમલામાં ભાગીદાર નહીં બને કે તે હુમલા કરનારાઓને કોઈ પણ પ્રકારનો સાથ નહીં આપે. તે ઉપરાંત તે દેશોના પ્રતિનિધિઓને ઇરાનના સક્ષમ અધિકારીઓ સાથે સંકલન પણ સાધવું પડશે.
આ સાથે તે ડીફેન્સ કાઉન્સીલે તેવી પણ કડક ચેતવણી ઉચ્ચારી હતી કે અમારા પાવર પ્લાન્ટ્સ અને એનર્જી ઇન્ફ્રા સ્ટ્રક્ચર ઉપર કરાતા હુમલાનો તત્કાળ અને નિર્ણયાત્મક જવાબ આપવામાં આવશે. ઇરાનમાં દળો તે માટે સતત તૈનાત જ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ઇરાને ન્ઁય્ સાથેનાં ભારતનાં જહાજોને જવા દેવા છુટ આપી છે.
બીજી તરફ અમેરિકામાં હોમલેન્ડ સિક્યુરીટીના સોગંદવિધિ સમારંભના અંતે પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે પત્રકારોને કહ્યું હતું કે અમે અત્યારે મંત્રણાઓ કરી રહ્યા છીએ. હું તમોને કહું છું કે તેઓ સમજૂતી પર આવશે જ. તમો ત્યાં હો તો તમે તેમ ન કરો ? અરે ! તેમનું નૌકાદળ ખતમ થઈ ગયું છે. તેમનું વીમાનદળ પણ ખતમ થઈ ગયું છે. તેઓની સંચાર વ્યવસ્થા પણ ખતમ થઈ ગઈ છે. સાચું કહેતાં તેમની સાથે જે કૈ હતું તે બધું ખતમ થઈ ગયું છે.


