PoKમાં જાગેલા વિદ્રોહનું કવરેજ કરનારા પત્રકારને શહબાઝ સરકારે ત્રાસવાદીઓની યાદીમાં મૂકી દીધો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના કબજા નીચેના કાશ્મીર (પી.ઓ.કે.)માં તાજેતરમાં થયેલા વ્યાપક વિરોધ પ્રદર્શન અંગે પૂરેપૂરા અને સંશોધનાત્મક સમાચાર આપનાર પત્રકાર દાનીશ ઇર્શાદ ઉપર શહબાઝ સરકારે પ્રવાસ, બેન્કિંગ અને જાહેરમાં વકતવ્ય આપવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે અને તેઓનુ નામ ત્રાસવાદીઓની યાદીમાં સામેલ કરી દીધું છે.
લાહોર સ્થિત ન્યુઝ આઉટલેટ નીયો ન્યુઝ વતી સમાચારોનું કવરેજ કરનાર અને જમ્મુ કાશ્મીર સ્થિત 'કાશ્મીર ટાઇમ્સ'ના કૉલમિસ્ટને, કહેવાતા આઝાદ- કાશ્મીર વિષે રિપોર્ટિંગ કરવા બદલ શહબાઝ સરકારના ગૃહ વિભાગે ફાર્થ શેડયુલ નીચે ત્રાસવાદીઓની યાદીમાં મૂકી દીધા છે.
તેઓની ઉપર 'પ્રતિબંધિત સંગઠનો' સાથે સંબંધ રાખવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
તે સર્વવિદિત છે કે પાકિસ્તાનના કબ્જા નીચેના કાશ્મીર જોઇન્ટ અવામી એક્શન કમિટી (જે.એ.એ.સી.)ના નેતૃત્વ નીચે આદોલન ચાલી રહ્યું છે તેમાં રાજકીય પ્રતિબદ્ધતા, સબ્સીડી અને સ્વાયતઃ સરકારની માગણી કરવામાં આવી રહી છે. આ આંદોલન પાકિસ્તાનના કબ્જા નીચેના કાશ્મીરમાં લગભગ તમામ શહેરોમાં પ્રસર્યું છે તેમજ ગામડાઓમાં પણ વ્યાપી રહ્યું છે તેનું દાનીશ ઇર્શાદે વ્યાપક કવરેજ કર્યું હતું તેથી પાકિસ્તાનની શહબાઝ સરકાર તેની ઉપર ભારે ખારે બળે છે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની સમવાયતંત્રી સરકારે 'જમ્મુ કાશ્મીર જોઇન્ટ અવામી એક્શન કમિટી'ને જૂન ૫છી પ્રતિબંધિત જાહેર કરી છે છતાં તે જૂથ સતત કાર્યરત રહ્યું છે. ગુપ્ત સ્થળોએ તેના નેતાઓની મિટિંગો યોજાઈ રહી છે. આથી પાકિસ્તાનની સરકાર તેની ઉપર ગિન્નાઈ છે તે બધી બાબતોનું કવરેજ કરનાર જાંબાઝ પત્રકાર ઇર્શાદ ઉપર પાકિસ્તાન સરકાર ખારે બળે તે સહજ છે. હજી ઇમરાનખાનનો પ્રશ્ન પત્યો નથી ત્યાં ઇર્શાદ પરના પ્રતિબંધો નવા પ્રશ્નો ઉભા કરે છે.









