Get The App

પાકિસ્તાનમાં ક્વોડ-કોપ્ટર-ડ્રોનથી આતંકી હુમલામાં DSP સહિત કેટલાએ પોલીસો ખૈબર પખ્તુનવામાં માર્યા ગયા

Updated: Feb 24th, 2026

GS TEAM

Google News
Google News
પાકિસ્તાનમાં ક્વોડ-કોપ્ટર-ડ્રોનથી આતંકી હુમલામાં DSP સહિત કેટલાએ પોલીસો ખૈબર પખ્તુનવામાં માર્યા ગયા 1 - image

- હજી સુધી બળવાખોરો મોટેભાગે પરંપરાગત શસ્ત્રો જ વાપરતા હતા પરંતુ હવે વિપ્લવીઓ અતિ આધુનિક શસ્ત્રો વાપરે છે

નવી દિલ્હી : પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા તેમજ બલુચિસ્તાન પ્રાંતોમાં બળવાખોર પ્રવૃત્તિઓ સરકાર દબાવી શકે તેમ જરા પણ લાગતું નથી. ખૈબર પખ્તુનવામાં આતંકી હુમલામાં એક ડીએસપી રેન્કના અધિકારી તથા કેટલાએ પોલીસો માર્યા ગયા હતા. આ ઘટનાની વિગતો એમ છે કે રવિવારે ખૈબર પખ્તુનવામાં બળવાખોરો સામે કાર્યવાહી ચલાવવા ડીએસપી રેન્જના અધિકારીની આગેવાનીમાં પોલીસ દળ આગળ વધી રહ્યું હતું ત્યારે બળવાખોરોએ ક્વોડ-કોપ્ટર-ડ્રોનથી હુમલો કરતાં ડીએસપી રેન્કના અધિકારી સહિત કેટલાએ પોલીસ કર્મીઓ માર્યા ગયા હતા. તેઓ લાચી ડીસ્ટ્રિક્ટ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ હતા.

આ પૂર્વે શનિવારે ફેડરલ આર્મ્ડ કોન્સ્ટેબલરી એફ.એ.સી.ના ત્રણ જવાનો માર્યા ગયા હતા. આ પછી કોહાટથી વધારાનું પોલીસ ફોર્સ મોકલવામાં આવ્યું હતું અને સંપૂર્ણ વિસ્તારને કોર્ડન ઓફ કરવામાં આવ્યો હતો.

ગત સપ્તાહે ખૈબર પખ્તુનવાના બાજૌર જિલ્લામાં એક ચેકપોસ્ટ પર વિસ્ફોટકો ભરેલા વાહનથી હુમલો કરતાં ૧૧ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા હતા.

વાસ્તવમાં આ ટ્રેન્ડ જ ઘણો ગંભીર છે. હજી સુધી બળવાખોરો મોટેભાગે પરંપરાગત શસ્ત્રો જ વાપરતા હતા, પરંતુ હવે તો તેઓ અત્યાધુનિક શસ્ત્રો અને સાધનો વાપરી રહ્યા છે.

આ ક્વોડ-કોપ્ટર-ડ્રોન ૧૫થી ૨૦ હજાર રૂપિયામાં મળી શકે છે. પરંતુ તે દૂરથી નિશાન લગાવી શકે છે. તેના વડે કરાયેલો હુમલો અતિ ગંભીર બની રહે છે. તે ઘણી ઉંચાઈ સુધી ઊડી શકે છે. ઘણીવાર નીચેથી દેખાતું પણ નથી. તેથી તેને ભૂમિગત કરવું જ કઠીન બની રહે છે. આથી તે સલામતી દળો માટે પડકારરૂપ બની રહે છે.

આ ડ્રોન ૧ થી ૨ કી. સુધીનો સામાન લઈ જઈ શકે છે. આટલા વિસ્ફોટકો મોટા હુમલા માટે પૂરતા છે તે મોડીફાઈડ કરી શકાય છે. તેમાં ફર્સ્ટ પર્સન વ્યુ કેમેરા હોય છે તેથી હુમલો નિશ્ચિત બની રહે છે. તેનું વજન અને કદ બંને ઓછા છે તે ૨૦૦ થી ૫૦૦ મીટરની ઉંચાઈએ ઊડી શકે છે. તે મધ્ય-પૂર્વમાં તેમજ યુક્રેન યુદ્ધમાં મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

પાકિસ્તાન પણ આવા ડ્રોન ધરાવે છે જે ભારત માટે ખતરારૂપ છે.