અમેરિકાના જેટ-૨૨ અને એફ-૩૫ સ્ટીલ્થ ફાઇટર જેટ વિમાનને લોક કરવાના ચીનના દાવાથી સનસનાટી

બેઇજિંગ,૭ ઓકટોબર,૨૦૨૫,મંગળવાર
ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સ અને સરકારી ન્યૂઝ ચેનલ સીસી ટીવીએ દાવો કર્યો છે કે અમેરિકાના જેટ-૨૨ અને એફ-૩૫ સ્ટીલ્થ ફાઇટર જેટ વિમાનને લોક કરવાનો સનસનીખેજ દાવો કર્યો છે. આ એક એવો દાવો છે જો તે સાચો હોયતો ડિફેન્સ ક્ષેત્રની સૌથી ચોકાવનારી બાબત છે.ડોક્યુમેન્ટરીમાં દર્શાવ્યા પીપલ્સ લિબરેશન આર્મીના એક પાયલટ અને બે વિદેશી સ્ટીલ્થ ફાઇટર જેટને લોક કરવામાં આવ્યા હતા.આ સંભવત એફ-૩૫ અને એફ -૨૨ હોઇ શકે છે.
વીડિયોમાં પાયલટ કહે છે કે આ બંને વિમાનોને લોક કરીને પાછળ જવા માટે મજબૂર કર્યા હતા. રિપોર્ટમાં દાવા મુજબ આ ઘટના ગત વર્ષ ચીનના કાંઠા વિસ્તારમાં બની હતી. આ ઘટના પછી કયારેય આસપાસના વિસ્તારમાં કોઇ સ્ટીલ્થ ફાઇટર જેટ વિમાન જોવા મળ્યું ન હતું. અમેરિકાના એફ-૨૨ અને એફ-૩૫ દુનિયાના સૌથી એડવાન્સ પાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઇટર માનવામાં આવે છે.આથી જો ચીને યુએસના આ જેટ લોક કર્યા હોયતો તે અમેરિકા માટે ખૂબજ ગંભીર બાબત છે એમ નિષ્ણાતો માને છે. ચીનનું જે-૧૬ ફાઇટર જેટ શેનયાંગ એરક્રાફટ કોર્પોરેશન દ્વારા ડિઝાઇન કરાયું છે.
આ રશિયન એસયુ-૨૭ થી પ્રેરિત એક મલ્ટીરોલ સ્ટ્રાઇક ફાઇટર છે જેમાં અતિ આધુનિક એઆઇએસએ રડાર,ઇન્ફ્રારેડ સર્ચ એન્ડ ટ્રેક સિસ્ટમ અને એડવાન્સ ફાયર કંટ્રોલ ટેકનોલોજી સામેલ છે જે ૨૦૦ થી ૨૫૦ કિમી સુધીના ટાર્ગેટને ટ્રેક કરવાની ક્ષમતા ધરાવે છે. સીસીટીવીના રિપોર્ટ અનુસાર જયારે બંને વિદેશી વિમાનો અમારી નજીક ઉડાણ ભરી રહયા હતા ત્યારે અમે ચેતવણી આપી હતી. ચેતવણીની પરવા કર્યા વિના વિમાન દૂર જવાના સ્થાને નજીક આવ્યા હતા. એક સમય એવો આવ્યો કે ચીની વિમાનના કોકપિટથી માત્ર ૧૦ થી ૧૫ મીટર દૂર હતું. કેટલાક નિષ્ણાતો માને છે કે જો આટલું નજીક અંતર હોયતો ચોથી પેઢીના વિમાન સ્ટીલ્થ જેટને લોક કરી શકે છે.








