World

કુદરતી આફતમાં મળેલું સોનું-ચાંદી વેચ્યું તો ખેર નહીં, નેપાળ પોલીસે નાગરિકોને આપી કડક ચેતવણી

By GS Team
7 Sep 20262 mins read
TukuTouch Logo
નેપાળમાં ભીષણ પૂર અને ભૂસ્ખલન બાદ પોલીસે કડક ચેતવણી આપી છે. પૂરના કાટમાળમાંથી મળેલી સોના-ચાંદી, રોકડ કે કિંમતી સામાન પોતાની પાસે રાખવો ગેરકાયદેસર છે. ધાદિંગ જિલ્લામાં બેંકની તિજોરી લૂંટવા બદલ 29 લોકોની ધરપકડ થઈ છે. મૃતદેહો પરથી ચોરી કરનારાઓ સામે પણ કડક કાર્યવાહીના આદેશ અપાયા છે. 1,300થી વધુ લોકોના મોત અને $2.56 અબજનું નુકસાન થયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કુદરતી આફતમાં મળેલું સોનું-ચાંદી વેચ્યું તો ખેર નહીં, નેપાળ પોલીસે નાગરિકોને આપી કડક ચેતવણી

Nepal Police Warning Flash Flood Looting: નેપાળમાં તાજેતરમાં આવેલા ભીષણ પૂર અને ભૂસ્ખલનની હોનારત બાદ નેપાળ પોલીસે નાગરિકો માટે કડક સૂચના જાહેર કરી છે. પોલીસે સ્પષ્ટ જણાવ્યું છે કે, પૂરના પાણી કે કાટમાળમાંથી મળેલી સોના-ચાંદીની વસ્તુઓ, રોકડ રકમ કે અન્ય કિંમતી સામાન પોતાની પાસે રાખવો, વેચવો કે વહેંચવો એ ગેરકાયદેસર છે. આવી તમામ વસ્તુઓ તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની રહેશે.

ધાદિંગ જિલ્લાની ઘટના બાદ લેવાયો નિર્ણય

પોલીસે આ ચેતવણી ખાસ કરીને ધાદિંગ જિલ્લામાં બનેલી એક ઘટના બાદ આપી છે.

બેંક સેફ લૂંટવાની ઘટના: ત્રિશૂલી નદીના કિનારે પૂરના પાણીમાં તણાઈને આવેલી બેંકની એક તિજોરી તોડીને તેમાંથી રોકડ રકમ ચોરી કરવા બદલ 29 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

મૃતદેહો પરથી ચોરી: આ સિવાય કેટલાક સોશિયલ મીડિયા વીડિયોમાં લોકો કાટમાળમાંથી નોટોની ગડ્ડીઓ શોધતા અને મૃતદેહો પરથી દાગીના ચોરતા પણ જોવા મળ્યા હતા, જેના પગલે કાનૂની કાર્યવાહીના આદેશ અપાયા છે.

ભીષણ પૂર અને કુદરતી આફતથી ભારે તબાહી

કુદરતી હોનારત: 26 ઓગસ્ટના રોજ નેપાળ-તિબ્બત સરહદ નજીક હિમપ્રપાત (Avalanche) અને ભૂસ્ખલનના કારણે ભોટેકોશી નદીમાં અચાનક આવેલ પૂરથી ઉત્તરી અને મધ્ય નેપાળમાં ભારે વિનાશ સર્જાયો છે.

જાનમાલનું નુકસાન: આ હોનારતમાં 1,300 થી વધુ લોકોના મોત થયા છે અને અંદાજે 5,000 લોકો હજુ પણ લાપતા છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટીના પ્રાથમિક અંદાજ મુજબ $2.56 અબજનું નુકસાન થયું છે.

રાહત ભંડોળ માટે નેપાળ દૂતાવાસની અપીલ

માનવીય સંકટ પહોંચી વળવા માટે નવી દિલ્હી સ્થિત નેપાળી દૂતાવાસે ભારતમાં રહેતા નેપાળી નાગરિકો, સંસ્થાઓ અને ઉદ્યોગપતિઓને 'પ્રધાનમંત્રી આપદા રાહત કોષ' (PM Disaster Relief Fund) માં ઉદારતાથી દાન આપવા અપીલ કરી છે.