World

‘મગજમાં યાદો, લાગણીઓ, વર્તન કેવી રીતે કામ કરે છે?’ આ રહસ્ય ઉકેલનારા 3 વિજ્ઞાનીઓને મેડિસિનનું નોબેલ જાહેર

By GS Team
5 Oct 20262 mins read
TukuTouch Logo
નોબેલ એસેમ્બલીએ 2026ના મેડિસિન નોબેલ પુરસ્કારની જાહેરાત કરી છે. આ સન્માન અમેરિકાના કાર્લ ડિસેરોથ તથા જર્મનીના પીટર હેગેમેન અને જ્યોર્જ નાગેલને સંયુક્ત રીતે મળ્યું છે. તેમને 'લાઇટ-ગેટેડ આયન ચેનલ્સ' અને 'ઑપ્ટોજેનેટિક્સ'ની શોધ બદલ નવાજવામાં આવ્યા છે. આ ટેકનિકથી પ્રકાશ વડે મગજના કોષોને નિયંત્રિત કરી, પાર્કિન્સન્સ અને ડિપ્રેશન જેવી ગંભીર બીમારીઓની સારવારમાં નવી આશા જગાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘મગજમાં યાદો, લાગણીઓ, વર્તન કેવી રીતે કામ કરે છે?’ આ રહસ્ય ઉકેલનારા 3 વિજ્ઞાનીઓને મેડિસિનનું નોબેલ જાહેર

Nobel Prize In Medicine 2026 : કરોલિન્સ્કા ઈન્સ્ટિટ્યૂટની નોબેલ એસેમ્બલીએ વર્ષ 2026 માટે મેડિસિન ક્ષેત્રે નોબેલ પુરસ્કાર સંયુક્ત રીતે 3 વિજ્ઞાનીઓને આપવાની જાહેરાત કરી છે. આ સન્માન અમેરિકાના કાર્લ ડિસેરોથ તેમજ જર્મનીના પીટર હેગેમેન અને જ્યોર્જ નાગેલને એનાયત કરાશે છે. આ વિજ્ઞાનીઓને 'લાઇટ-ગેટેડ આયન ચેનલ્સ' અને 'ઑપ્ટોજેનેટિક્સ'ની શોધ માટે આ પુરસ્કાર મળ્યો છે. આ ટેકનિક દ્વારા પ્રકાશની મદદથી મગજના કોષોને નિયંત્રિત કરી શકાય છે.

ઑપ્ટોજેનેટિક્સ ટેકનિક કેવી રીતે કામ કરે છે?

ઑપ્ટોજેનેટિક્સ એક એવી અદ્યતન પદ્ધતિ છે, જેમાં પ્રકાશનો ઉપયોગ કરીને જીવંત મગજમાં ન્યુરોન કોષોને સક્રિય કે નિષ્ક્રિય કરી શકાય છે. પહેલાં વિજ્ઞાનીઓ મગજની કામગીરી અને તેની ચોક્કસ અસરો વચ્ચેનો સીધો સંબંધ સ્પષ્ટ રીતે સાબિત કરી શકતા નહોતા. હવે ચોક્કસ ન્યુરલ સર્કિટ પર પ્રકાશ ફેંકીને યાદશક્તિ કે લાગણીઓ પર થતી અસરનો સચોટ અભ્યાસ શક્ય બન્યો છે.

શેવાળના પ્રોટીનમાંથી શરૂ થઈ શોધ

આ શોધની શરૂઆત એકકોષીય શેવાળના અભ્યાસથી થઈ હતી. પીટર હેગેમેન અને જ્યોર્જ નાગેલે વર્ષ 2000ના દાયકાની શરૂઆતમાં 'ચેનલરોડોપ્સિન' નામનું પ્રોટીન શોધ્યું, જે વાદળી પ્રકાશ પડતાં જ સક્રિય થઈ વિદ્યુત સંકેત પેદા કરે છે. ત્યારબાદ કાર્લ ડિસેરોથે આ પ્રોટીનનો ઉપયોગ જીવંત ઉંદરના મગજના કોષોમાં કરીને પ્રકાશ વડે ચેતાતંત્રના સંકેતોને નિયંત્રિત કરવામાં સફળતા મેળવી હતી.

ગંભીર બીમારીઓની સારવાર માટે નવી આશા

આ પદ્ધતિથી વિજ્ઞાનીઓ ડર, ખુશી કે વર્તન સાથે જોડાયેલી મગજની સર્કિટને સીધી જ ચાલુ કે બંધ કરી શકે છે. લેબોરેટરી ઉપરાંત આ શોધ પાર્કિન્સન્સ, વાઈ (ખેંચ) અને ડિપ્રેશન જેવી ગંભીર માનસિક બીમારીઓના ઈલાજમાં અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે. સાથોસાથ દૃષ્ટિહીન લોકોની આંખોની રોશની પાછી લાવવા માટેના તબીબી પ્રયોગોમાં પણ તેનો ઉપયોગ શરૂ થયો છે.