સઉદી પાઇપલાઇન ડ્રોન એટેકથી ભ્રષ્ટ દુનિયામાં તેલ સંકટ વધવાનું જોખમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- સેટેલાઇટ તસ્વીરોએ માહિતી આપી
- સઉદી પાસેથી તેલ ખરીદનારા વ્યાપારીઓએ કહ્યું કે : જો સમયસર પાઇપલાઇન નહીં સુધારાય તો તેલની ૪% ઘટ ચાલુ રહેશે
નવી દિલ્હી : મધ્ય પૂર્વનાં યુધ્ધની અસર સઉદી અરબસ્તાન ઉપર પડી રહી છે. તેનું તેલ રાતા સમુદ્ર ઉપરનાં બંદરો સુધી પહોંચાડતી પાઇપલાઇન તથા મુખ્ય પંપીંગ સ્ટેશન ડ્રોન એટેકથી તબાહ થઈ ગયાં છે. જાણકારોનું તારણ છે કે હુથીઓને ઇરાનનું પીઠબળ છે. તેથી તેમણે જ આ હુમલો કરી દુનિયામાં તેલ-સંકટ વધારવા પગલાં લીધાં છે. એક્ષપર્ટનું કહેવું છે કે જો ટૂંક સમયમાં આ પાઇપલાઇન સમી નહીં થાય તો દુનિયાના તેલ પૂરવઠામાં વધુ ૪ ટકાનો કાપ આવશે.
રવિવારે રાત્રે પ્રસિદ્ધ કરાયેલી આ તસ્વીરોમાં સઉદીની ઇસ્ટ વેસ્ટ પાઇપલાઇન તથા પંપીંગ સ્ટેશન તબાહ થયેલું દેખાય છે. પમ્પીંગ સ્ટેશનમાં તો આગ લાગી હોવાનું પણ ચોખ્ખું દેખાય છે.
એક મત પ્રમાણે આ એટેક ઇરાનનું પીઠબળ પામેલા હુથીઓએ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. તો બીજુ તારણ તે છે કે ઇરાકમાં રહેલા ઉગ્રવાદીઓએ છોડેલા ડ્રોનથી આ તબાહી મચી છે.
યમનના પર્વતીય પ્રદેશોમાં રહેલા આ હુથીઓ હવે એટલા બળવાન બની ગયા છે કે તેઓ અમેરિકા તરફી રહેલા સઉદી અરબસ્તાનના અનેક વિધ સ્થાનો ઉપર ધાર્યા હુમલા કરતા રહે છે.
રાતા સમુદ્રમાંથી એડનના અખાતમાં જતી સમુદ્ર ધૂની બાબ-અલ- મંડલ ઉપર તો તેમણે લગભગ કબજો જમાવી દીધો છે અને રાતા સમુદ્રમાંથી આવતા સઉદીના તેલવાહક જહાજો ઉપર હુમલા કરે છે. આથી તેલનો વૈશ્વિક પુરવઠો ખોરવાયો છે. રવિવારે ઇન્ટરનેશનલ બેન્ચ માર્ક પ્રમાણે બ્રેન્ટ ક્રૂડમાં ૩.૪%નો વધારો થઈ બેરલ દીઠ કિંમત ૧૦૮ ડોલર પહોંચી છે. એ પછી આ ભાવ સૌથી ઊંચા સ્તરે પહોંચ્યા છે. હોર્મુઝ તો બંધ જ છે. હવે બાબ-અલ- મંડલ બંધ થયું. તેમાં સઉદી પાઇપલાઇન તૂટી પમ્પીંગ સ્ટેશન પણ તૂટયું. તેલના ભાવ ઉંચકાતા જ જશે.




