World

હોર્મુઝ હુમલા પછી તેવા સંકટમાં સઉદી અરબનો જબ્બર દાવ : ઈરાનને ફટકો

By GS Team
8 Jul 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ એશિયામાં વધતી તંગદિલી વચ્ચે સાઉદી અરેબિયાએ નવી યોજના બનાવી છે. રિયાદે પોતાની ઇસ્ટ-વેસ્ટ રેડ-સી ક્રૂડ પાઇપલાઇનની ક્ષમતા રોજની 20 લાખ બેરલ વધારવા નિર્ણય કર્યો છે. હાલની પાઇપલાઇન 70 લાખ બેરલ તેલ વહન કરે છે, જેમાંથી 50 લાખ બેરલ સીધું નિકાસ થાય છે. આ વિસ્તરણથી હોર્મુઝની નિર્ભરતા ઘટશે અને વૈશ્વિક તેલ પુરવઠો વધશે. કુવૈત સહિતના દેશો સાથે વાતચીત ચાલી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હોર્મુઝ હુમલા પછી તેવા સંકટમાં સઉદી અરબનો જબ્બર દાવ : ઈરાનને ફટકો

રિયાદે પોતાની ઇસ્ટ-વેસ્ટ રેડ-સી ક્રૂડ પાઇપ લાઇનની ક્ષમતા રોજની 20 લાખ બેરલ વધારવા માગે છે : તેથી વૈશ્વિક તેલ પુરવઠો વધશે
નવી દિલ્હી : પશ્ચિમ એશિયામાં વધતી તંગદિલી અને સ્ટ્રેઇટસ ઓફ હોર્મુઝમાં થતી જહાજોની આવન-જાવન ઉપર અસર થયા પછી સઉદી અરેબિયાએ એક નવી યોજના તૈયાર કરી છે. રીયાદે પોતાના રેડસી તટ સુધી પહોંચતી પાઇપલાઇનની ક્ષમતા રોજની ૨૦ લાખ બેરલ સુધી વધારવા નિર્ણય કર્યો છે.
આ પાછળ સઉદી અરબનો હેતુ હોર્મુઝ જેવા જોખમી સમુદ્રી માર્ગ ઉપરની નિર્ભરતા ઘટાડવાનો છે. જો આ યોજના સંપૂર્ણ રીતે અમલી બને તો ગલ્ફ ઓફ ઈરાનની આસપાસના દેશો પોતાના ક્રૂડને કોઈ રોક-ટોક વિના સીધો વૈશ્વિક બજાર સુધી પહોંચાડી શકશે.
સઉદી અરબનું આ પગલું રણનૈતિક રૂપે ઘણું મહત્વનું માનવામાં આવે છે.
૧૯૮૦ના દશકમાં રચાયેલી વર્તમાન ઇસ્ટ વેસ્ટ પાઇપ લાઇન પૂર્વના તેલ ક્ષેત્રોનું તેલ, રાતા સમુદ્રમાં યાન-૦૨ પોર્ટ સુધી રોજનું ૭૦ લાખ બેરલ તેલ પહોંચી શકે છે.
સઉદીની સરકારી તેલ કંપની અરામકોના જણાવ્યા પ્રમાણે તે પૈકીનું ૫૦ લાખ બેરલ તેલ તો સીધું જ એકસપોર્ટ થઇ જાય છે.
હવે સઉદી અરબે તે નેટવર્ક વિસ્તારવા નિર્ણય કર્યો છે. તે માટે કુવૈત, બહેરિન અને કતાર જેવા પાડોશી દેશો સાથે પ્રારંભિક વાતચીત થઇ રહી છે.
હકીકત તે છે કે તે દેશો પાસે હોર્મુઝને બાયપાસ કરવા માટે કોઈ સીધો વિકલ્પ નથી. કુવૈત પેટ્રોલિયમ કોર્પોરેશને પણ પુષ્ટિ કરી છે કે તે સઉદી પાઇપલાઇન સિસ્ટીમનો ઉપયોગ કરવા ચર્ચા કરી રહ્યું છે.
જો કે વિશેષજ્ઞાોનું માનવું છે કે આ મેગા પ્રોજેક્ટ પૂરો કરવામાં કેટલાએ વર્ષોનો સમય લાગશે અને તે માટે અબજો ડોલરનો ખર્ચ પણ થશે. તેને પહોંચી વળવા સઉદીએ તેમાંથી પસાર થતા તેલ પર ટેક્સ લગાડવો જ પડશે. જોકે તેલની કિંમતમાં ફેરફાર કરવા માટે આજે (બુધવારે) રીયાધમાં મંત્રણા ચાલી રહી છે. આથી ઇરાનની દાદાગીરી ઘટશે. ત્યાં જતાં આવતા જહાજો ઘટતા તેને મળનારી સર્વિસની રકમ પણ ઘટી જશે.