World

સઉદી, યુએઇ પણ યુધ્ધમાં કૂદવા તૈયાર ? ઇરાનની ત્રણ ભૂલોથી પાડોશીઓ ભડકી ઊઠયા

By GS TEAM
24 Mar 20261 min read
સઉદી, યુએઇ પણ યુધ્ધમાં કૂદવા તૈયાર ? ઇરાનની ત્રણ ભૂલોથી પાડોશીઓ ભડકી ઊઠયા

- ઈરાને જહાજોના યાતાયાત પર પ્રતિબંધ મૂક્યો : તેણે પાડોશી દેશોમાં તેલ-ગેસ સંયંત્રો ઉપર હુમલા કર્યા : હોર્મુઝ સ્ટ્રેઇટસ ઉપર ટોલ-ટેક્ષ નાખ્યો

વોશિંગ્ટન : ઇઝરાયેલ જ્યારે ગત સપ્તાહે ઈરાનના સાઉથ માર્સ ગેસ ફીલ્ડ પર હુમલા કર્યા ત્યારે ઈરાને તેનો બદલો લેવા કતારના રાસ-લફાત પ્લાન્ટ ઉપર તેમજ સઉદી અરબ અને બહેરિનમાં પણ તેવા સંયંત્રો ઉપર હુમલા કર્યા. મિત્ર દેશો ઉપર થયેલા આ હુમલાથી ટ્રમ્પ પણ ટેન્શનમાં આવી ગયા. તેઓએ ઈરાનના એનર્જી પ્લાન્ટ ઉપર હુમલા કરવાની ધમકી આપી. આ ઉપરાંત હોર્મુઝ- સ્ટ્રેટસ અંગે પણ આરબ દેશો નારાજ છે. અહીંથી થતી ઓઇલ ટેન્કર્સની આવન-જાવન રોકાવાથી ખાડીથી સઉદી અરબ ફરતે રહેલા દેશો નારાજ છે.

(૧) ઈરાન-ઇઝરાયલ યુદ્ધ તેજ થતાં સઉદી અરબે અરબસ્તાનમાં રહેલા કીંગ ફહાદ એરબેઝનો ઉપયોગ કરવાની અમેરિકાને મંજૂરી આપી.

(૨) પ્રાપ્ય માહિતી જણાવે છે કે સઉદી અરબસ્તાનના ક્રાઉન-પ્રિન્સે હવે આ યુદ્ધમાં સામેલ થવા નિર્ણય લીધો છે.

(૩) ઇરાને હોર્મુઝ સ્ટ્રેટસમાંથી પસાર થતાં જહાજો ઉપર ટોલ ટેક્ષ નાખવા વિચાર્યું છે.

યુએઇ સરકારે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે તે આઇઆરજીસીના અને તેની સાથે સંલગ્ન તેમાં કેટલાક સંસ્થાનો બંધ કરવામાં આવશે.

આમ આ યુદ્ધમાં હવે આરબ દેશો ઝંપલાવવા તૈયાર થયા છે. દુબઇ અને અબુધાબી સહિત યુએઇના અનેક શહેરો ઉપર ઇરાને ડ્રોન અને મિસાઇલ્સ હુમલા કર્યા છે તેથી આરબ દેશો નારાજ થયા છે.