VIDEO : ભારતના મિત્ર દેશે પાકિસ્તાનને આપ્યો મોટો ઝટકો, કાશ્મીર મુદ્દે કાઢી ઝાટકણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Russia To Pakistan On Jammu and Kashmir Controversy : વારંવાર ભારતની ટીકા કરનાર અને કાશ્મીર રાગ આલાપનાર પાકિસ્તાનની ભારે ફજેતી થઈ છે. વાસ્તવમાં પાકિસ્તાન કાશ્મીરનો મુદ્દો લઈને રશિયા પાસે પહોંચ્યું હતું, જોકે ભારતના પાક્કા મિત્ર રશિયાએ તેની આકરી ઝાટકણી કાઢી છે.
કાશ્મીર વિવાદમાં ત્રીજા પક્ષનો હસ્તક્ષેપ ન હોવો જોઈએ : રશિયા
રશિયાએ પાકિસ્તાની ન્યૂઝ ચેનલમાં કાર્યક્રમમાં સ્પષ્ટ કહ્યું છે કે, ‘કાશ્મીર વિવાદનું સમાધાન માત્ર ભારત અને પાકિસ્તાન વચ્ચેની દ્વિપક્ષીય વાતચીત દ્વારા જ શક્ય છે, તેમાં કોઈ ત્રીજા પક્ષનો હસ્તક્ષેપ ન હોવો જોઈએ. કાર્યક્રમમાં એન્કરે ઈસ્લામાબાદમાં રશિયાના રાજદૂત આલ્બર્ટ ખોરેવને સવાલ કર્યો કે, શું ભારતની ખચકાટને કારણે કાશ્મીર વિવાદ પરમાણુ સંકટમાં ફેરવાઈ શકે છે?
Kashmir Issue Should be Resolved Only Bilaterally: Russian Ambassador Backs India’s Stance in Pakistani Media
— Dhairya Maheshwari (@dhairyam14) October 17, 2025
Pakistan anchor: Do you believe that India’s reluctance to solve Kashmir dispute per UN resolutions could lead to a nuclear war?
Russian Ambassador to Islamabad Albert… pic.twitter.com/LQSCyhMxAe
રશિયા કાશ્મીરના મુદ્દે ભારતના તરફેણમાં
એન્કરના પ્રશ્નનો જવાબ આબતા રશિયન રાજદૂતે સ્પષ્ટ કહ્યું કે, ‘ભારત અને પાકિસ્તાને આ મુદ્દો માત્ર દ્વિપક્ષીય રીતે જ ઉકેલવો જોઈએ. કોઈ ત્રીજા પક્ષના હસ્તક્ષેપથી કાશ્મીર વિવાદ વધુ જટિલ બની શકે છે.’ તેમણે સ્પષ્ટ કહી દીધું કે, ‘રશિયા કાશ્મીરના મુદ્દે ભારતની તરફેણમાં છે અને તેમાં કોઈ ત્રીજો હસ્તક્ષેપ થવો ન જોઈએ.’
આ પણ વાંચો : VIDEO : ભારતની વધુ એક મોટી ઉપલબ્ધિ... સ્વદેશી ફાઈટર જેટ તેજસ Mk1Aનું કર્યું સફળ પરીક્ષણ
PoK સિવાય કોઈ વાત નહીં : ભારતની ચોખ્ખી વાત
જમ્મુ-કાશ્મીર મામલે ભારતનું વલણ સ્પષ્ટ રહ્યું છે. ભારતનું હંમેશા કહેવું છે કે, જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. આ મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ ચર્ચા થશે નહીં. પાકિસ્તાન માત્ર પીઓકે (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર) મુદ્દે જ વાતચીત કરવાની માંગ કરી શકે છે.








