Get The App

VIDEO : ભારતની વધુ એક મોટી ઉપલબ્ધિ... સ્વદેશી ફાઇટર જેટ તેજસ Mk1Aનું કર્યું સફળ પરીક્ષણ

Updated: Oct 17th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO : ભારતની વધુ એક મોટી ઉપલબ્ધિ... સ્વદેશી ફાઇટર જેટ તેજસ Mk1Aનું કર્યું સફળ પરીક્ષણ 1 - image


Indian Fighter Jet Tejas MK1A : ભારતે સંરક્ષણ ક્ષેત્રે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. દેશના પ્રથમ સ્વદેશી ફાઇટર જેટ તેજસ Mk1Aએ શુક્રવારે(17 ઑક્ટોબર) સફળ ઉડાન ભરી છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ(HAL)ની નાસિક ફેક્ટરી ખાતે આ અત્યાધુનિક જેટનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે આત્મનિર્ભર ભારત માટે એક મોટું પગલું છે.

તેજસ Mk1Aની ખાસિયત

  • તેજસ Mk1A એ 4.5 જનરેશનનું મલ્ટી-રોલ ફાઇટર જેટ છે.
  • આ વિમાન હવાઈ સુરક્ષાની સાથે-સાથે જમીની હુમલો કરવામાં પણ સક્ષમ છે.
  • આ ઍડ્વાન્સ વર્ઝનમાં અપગ્રેડેડ એવિયોનિક્સ અને રડાર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
  • તેની ગતિ 2200 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ છે
  • તેને બ્રહ્મોસ સહિત વિવિધ સ્વદેશી હથિયારોથી સજ્જ કરી શકાય છે.

મિગ-21ના સ્થાને તેજસ Mk1A

ઉલ્લેખનીય છે કે, ગત મહિને 26 સપ્ટેમ્બરે મિગ-21 વિમાનોને નિવૃત્ત કરવામાં આવ્યા છે. એટલે કે આ વિમાનો હવે વાયુસેનાની સેવામાંથી બહાર કરી દેવાયા છે. આ વિમાનોને તબક્કાવાર નિવૃત્ત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને તેનું સ્થાન ફાઇટર જેટ તેજસ Mk1A લેશે.

આ પણ વાંચો : બિહાર ચૂંટણી : મુકેશ સહનીના નિર્ણયથી મહાગઠબંધન ટેન્શનમાં, તમામ બેઠકો પર ઉતારશે ઉમેદવારો

97 વિમાનોનો 62000 કરોડનો મોટો સોદો

ભારતીય વાયુસેનાને ફાઇટર જેટ આપવા માટે 25 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં મહત્ત્વપૂર્ણ કરાર કરવામાં આવ્યો છે. આ કરાર મુજબ, 62000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે ભારતીય વાયુસેનામાં કુલ 97 સ્વદેશી લાઇટ કૉમ્બેટ એરક્રાફ્ટ તેજસ Mk1A સામેલ કરાશે.

Tags :