World

'ઈરાન સાથે યુદ્ધના ભયાનક પરિણામો આવશે...' રશિયાની અમેરિકાને ખુલ્લી ચેતવણી

By GS TEAM
19 Feb 20262 mins read
TukuTouch Logo
મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે રશિયાએ અમેરિકા અને ઈઝરાયેલને ગંભીર પરિણામો ભોગવવાની ચીમકી આપી છે. રશિયાના વિદેશ મંત્રી સેરગેઈ લાવરોવે સ્પષ્ટ કર્યું છે કે જો ઈરાન પર કોઈ પણ પ્રકારનો સૈન્ય હુમલો કરવામાં આવશે, તો તેનાથી માત્ર પ્રાદેશિક જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે વિનાશક અસરો જોવા મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ઈરાન સાથે યુદ્ધના ભયાનક પરિણામો આવશે...' રશિયાની અમેરિકાને ખુલ્લી ચેતવણી

Russia Warns US and Israel: મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે રશિયાએ અમેરિકા અને ઈઝરાયેલને ગંભીર પરિણામો ભોગવવાની ચીમકી આપી છે. રશિયાના વિદેશ મંત્રી સેરગેઈ લાવરોવે સ્પષ્ટ કર્યું છે કે જો ઈરાન પર કોઈ પણ પ્રકારનો સૈન્ય હુમલો કરવામાં આવશે, તો તેનાથી માત્ર પ્રાદેશિક જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે વિનાશક અસરો જોવા મળશે.

પરમાણુ મથકો પર હુમલો એ જોખમી

રશિયાના વિદેશ મંત્રી સેરગેઈ લાવરોવે એક તાજેતરના ઇન્ટરવ્યુમાં જૂન 2025માં થયેલા હુમલાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, 'ઈરાનની પરમાણુ સુવિધાઓને નિશાન બનાવવી એ આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે. આવા હુમલાઓ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) અને પરમાણુ અપ્રસાર સંધિ (NPT) ના અસ્તિત્વને જોખમમાં મૂકે છે.'

હુમલાઓને કારણે ઈરાન હવે તેની પરમાણુ સામગ્રીની ભૌતિક સુરક્ષા અંગે ગંભીરતાથી પુનર્વિચાર કરી રહ્યું છે. જો કે, રશિયાએ ભારપૂર્વક કહ્યું છે કે આ સામગ્રી હાલમાં IAEA ના કડક નિયંત્રણ હેઠળ છે.

આ પણ વાંચો: અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધનું કાઉન્ટડાઉન શરૂ, પરમાણુ મંત્રણા પર સમગ્ર દુનિયાની નજરો ટકી

સંયુક્ત સૈન્ય કવાયત અને વ્યૂહાત્મક ભાગીદારી

આ તણાવ વચ્ચે ઈરાન અને રશિયાએ પોતાની મિત્રતા વધુ મજબૂત કરી છે. બંને દેશોએ ઓમાનના અખાત અને ઉત્તરી હિન્દ મહાસાગરમાં સંયુક્ત નૌકાદળ કવાયતની જાહેરાત કરી છે. આ કવાયતને પશ્ચિમી દેશો માટે સીધો પડકાર માનવામાં આવી રહ્યો છે.

મધ્ય પૂર્વમાં અમેરિકાનો મોટો સૈન્ય જમાવડો

અહેવાલો અને 'એક્સિઓસ'ના ડેટા અનુસાર, અમેરિકાએ આ વિસ્તારમાં અભૂતપૂર્વ લશ્કરી તૈયારીઓ કરી છે. 2 વિમાનવાહક જહાજો અને એક ડઝનથી વધુ યુદ્ધ જહાજો તહેનાત કરાયા છે. F-35, F-22 અને F-16 સહિત 50 થી વધુ અત્યાધુનિક ફાઇટર જેટ્સ રવાના. આ ઉપરાંત 150થી વધુ કાર્ગો ફ્લાઇટ્સ દ્વારા સતત દારૂગોળો અને શસ્ત્રો પહોંચાડવામાં આવી રહ્યા છે.