World

અમેરિકા-ઈઝરાયલ યુદ્ધ લડતા રહ્યા અને રશિયાએ કર્યો 'ખેલ'! ઈરાનને આપી 'સિક્રેટ' માહિતી

By GS TEAM
7 Mar 20263 mins read
TukuTouch Logo
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. અત્યાર સુધી ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના જંગથી અંતર જાળવી રાખનાર રશિયા હવે ખુલ્લેઆમ મેદાનમાં આવ્યું છે. રશિયાએ ઈરાનને એવી ગુપ્ત અને સચોટ માહિતી પૂરી પાડી છે, જેનાથી તેહરાનને ક્ષેત્રમાં તૈનાત અમેરિકન પ્રમુખની સેના, યુદ્ધજહાજો અને વિમાનો પર હુમલો કરવામાં મોટી મદદ મળી શકે તેમ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકા-ઈઝરાયલ યુદ્ધ લડતા રહ્યા અને રશિયાએ કર્યો 'ખેલ'! ઈરાનને આપી 'સિક્રેટ' માહિતી

Russia Helps Iran Target US Military Assets: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. અત્યાર સુધી ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના જંગથી અંતર જાળવી રાખનાર રશિયા હવે ખુલ્લેઆમ મેદાનમાં આવ્યું છે. રશિયાએ ઈરાનને એવી ગુપ્ત અને સચોટ માહિતી પૂરી પાડી છે, જેનાથી તેહરાનને ક્ષેત્રમાં તૈનાત અમેરિકન પ્રમુખની સેના, યુદ્ધજહાજો અને વિમાનો પર હુમલો કરવામાં મોટી મદદ મળી શકે તેમ છે. 

અમેરિકા સામે ઈરાનને લોકેશનની વિગતો શેર કરી

અહેવાલો મુજબ, રશિયાએ અમેરિકન સૈન્ય અસ્કયામતોના ચોક્કસ લોકેશન ઈરાન સાથે શેર કર્યા છે. આ વ્યૂહનીતિ પાછળનું મુખ્ય કારણ એ માનવામાં આવે છે કે રશિયા યુક્રેન યુદ્ધમાં અમેરિકા દ્વારા આપવામાં આવતી મદદનો બદલો લેવા માંગે છે. જો રશિયાની આ મદદ ચાલુ રહેશે, તો આગામી દિવસોમાં ખાડી દેશોમાં અમેરિકા અને ઈઝરાયલ માટે જોખમ અનેકગણું વધી શકે છે.

ઈરાન માટે રશિયા 'વરદાન'

રશિયન પ્રેસિડેન્ટ પુતિને તાજેતરમાં જ ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયન સાથે ફોન પર વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન તેમણે સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના નિધન અને હુમલામાં માર્યા ગયેલા સામાન્ય નાગરિકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું. જોકે, પુતિને રાજદ્વારી ઉકેલ લાવવા પર ભાર મૂક્યો છે, પરંતુ બીજી તરફ રશિયા તરફથી મળી રહેલી ઇન્ટેલિજન્સ માહિતી ઈરાન માટે વરદાન સાબિત થઈ રહી છે. 

ઈરાન-રશિયાની નિકટતા વચ્ચે ચીને જાળવ્યું અંતર

યુદ્ધ શરૂ થયાના એક સપ્તાહમાં જ ઈરાનની પોતાની ટ્રેકિંગ ક્ષમતા નબળી પડી ગઈ હતી, ત્યારે રશિયાનો આ સપોર્ટ તેના માટે ખૂબ જ મહત્ત્વનો સાબિત થયો છે. બીજી તરફ ચીન આ બાબતે મૌન છે અને તે ઈરાનને કોઈ સૈન્ય મદદ કરી રહ્યું હોય તેવું જણાતું નથી.

અબુ ધાબીથી કતાર સુધી હુમલા

ઈરાને રશિયા પાસેથી મળેલી માહિતીના આધારે અત્યાર સુધીમાં અબુ ધાબી, કતાર, કુવૈત અને સાઉદી અરેબિયા જેવા દેશોમાં આવેલા ઓછામાં ઓછા સાત અમેરિકન સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. આ હુમલાઓમાં અમેરિકાના કમાન્ડ-એન્ડ-કંટ્રોલ નેટવર્ક ગણાતા સેટેલાઇટ કોમ્યુનિકેશન અને રડાર સિસ્ટમને ભારે નુકસાન પહોંચ્યું છે. કતારના અલ ઉદીદ એર બેઝ પર થયેલો હુમલો સૌથી મોટો માનવામાં આવે છે. ઈરાને આ હુમલાઓમાં ફતેહ અને ખૌર્રમશહર 4 જેવી ઘાતક મિસાઇલોનો ઉપયોગ કર્યો છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે તે નમતું જોખવા તૈયાર નથી અને અમેરિકાના પ્રાદેશિક સહયોગીઓ પર દબાણ વધારવાનું ચાલુ રાખશે.

આ પણ વાંચો: LIVE : અમેરિકાનું 'અજેય' સુરક્ષા કવચ તૂટ્યું? ઈરાને 3 દેશોમાં US રડાર સિસ્ટમ્સનો ભુક્કો બોલાવ્યો

રશિયા-ઈરાન દોસ્તી મધ્ય પૂર્વ માટે મોટો પડકાર

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ મામલે કડક વલણ અપનાવતા કહ્યું છે કે આ યુદ્ધ કેટલો સમય ચાલશે તેની કોઈ સમયમર્યાદા નક્કી નથી. અમેરિકાનું માનવું છે કે રશિયાની મદદ છતાં ઈરાનની સૈન્ય ક્ષમતાને ખતમ કરવાનું તેમનું મિશન ચાલુ રહેશે. હાલમાં ઈરાન અને તેની પ્રોક્સી ગેંગ જેમ કે હિઝબુલ્લાહ અને હૂથી બળવાખોરો પણ સક્રિય છે. રશિયા અને ઈરાન વચ્ચેની આ વધતી નિકટતા મધ્ય પૂર્વના સમીકરણો બદલી રહી છે. હવે જોવાનું એ રહેશે કે નેતન્યાહૂ અને અમેરિકાની જોડી રશિયાના આ નવા પડકારનો સામનો કેવી રીતે કરે છે.