ખતરનાક પરિણામ ભોગવવા પડશે: ઈરાન યુદ્ધ મામલે રશિયાની અમેરિકાને ધમકી
Russia Warns US : ઈઝરાયલ, ઈરાન અને અમેરિકા વચ્ચેના વિવાદમાં રશિયાની એન્ટ્રી થઈ છે. ઈઝરાયલ-ઈરાન વચ્ચે ભયાનક યુદ્ધ (Israel-Iran War) ચાલી રહ્યું છે, બીજીતરફ અમેરિકા ઈરાનના પરમાણુ કાર્યક્રમને નાશ કરવાની કસમ ખાઈ લીધી હોય તેમ ઈઝરાયલનું સમર્થન કરી રહ્યો છે. અમેરિકાએ ઈઝરાયલને સૈન્ય સહાય કરવાની તૈયારીઓ શરૂ કરી હોય તેવી માહિતી સામે આવી છે. હવે આ વિવાદમાં ઈરાનને રશિયાનો સાથ મળી ગયો છે. અમેરિકા દ્વારા ઈઝરાયલને સૈન્ય મદદ કરવા મામલે રશિયાએ વાંધો ઉઠાવ્યો છે. ઈઝરાયલ અને ઈરાન એકબીજા પર મિસાઈલ અને ડ્રોનથી હુમલા કરી રહ્યા છે, અમેરિકા પણ ઈઝરાયલને સૈન્ય મદદ કરી શકે છે. તેથી અમેરિકાને ચેતવણી આપનાર રશિયા પણ વિવાદમાં કુદ્યું તો આગામી સમયમાં ભયંકર સંકટ ઉભું થઈ શકે છે.
‘ઈઝરાયલને સૈન્ય મદદ ન કરતા નહીં તો...’ રશિયાની યુએસને ધમકી
રશિયાએ અમેરિકાને ચેતવણી આપતા કહ્યું છે કે, જો અમેરિકા ઈઝરાયલને સૈન્ય મદદ મોકલશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. સમાચાર એજન્સી એએફપીએ રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા જખારોવાએ ટાંકીને કહ્યું છે કે, ‘અમે ઈઝરાયલ-ઈરાન વચ્ચેના યુદ્ધમાં હસ્તક્ષેપ કરનાર અમેરિકાને ચેતવણી આપવા માંગીએ છીએ. જો અમેરિકા હસ્તક્ષેપ કરશે તો તેણે ગંભીર પરિણામ ભોગવવા પડશે. ઈઝરાયલ ઈરાનના પરમાણુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાઓ કરી રહ્યું છે, તેનો અર્થ એ છે કે, વિશ્વના લોકો વિનાશની નજીક પહોંચી ગયા છે. વિશ્વની કોમ્યુનિટી ક્યાં છે? પર્યાવરણ વિદ ક્યાં છે? શું તેઓ એવું માની રહ્યા છે કે, તેમના સુધી રેડિયેશન નહીં પહોંચે?’
અમેરિકા ફાઈટર જેટ-યુદ્ધ જહાજો મધ્ય-પૂર્વમાં મોકલશે
ઉલ્લેખની છે કે, પરમાણુ કાર્યક્રમ બંધ કરવાનો અને આ મુદ્દે અમેરિકા સાથે વાત કરાવનો ઈરાને ઈન્કાર કરી દીધો છે, જેના કારણે ઈઝરાયલ ઈરાન પર હુમલાઓ કરી રહ્યું છે. અમેરિકાએ પણ ઈરાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. બંને દેશોના વિવાદને ધ્યાને રાખી અમેરિકાએ પોતાના ફાઈટર જેટ અને યુદ્ધ જહાજો મધ્ય-પૂર્વમાં ખસેડવાનો નિર્ણય કર્યો છે. ટ્રમ્પે અગાઉ કહ્યું હતું કે, ઈરાનના સર્વોચ્ચ લીડર અલી ખામેનેઈએ ઘણું મોડું કરી દીધું છે. હુમલાના સવાલ પર ટ્રમ્પે કહ્યું કે, અમે હુમલો કરી પણ શકીએ છીએ અને ન પણ કરીએ.
ઈઝરાયલની બીર્શેબા હોસ્પિટલ પર હુમલો
ઈઝરાયલ ઈરાનની રાજધાની તહેરાનને નિશાન બનાવ્યું રહ્યું તો ઈરાન પણ તેના અનેક ઠેકાણો પર સતત હુમલાઓ કરી રહ્યા છે. ઈરાને મધ્ય ઈઝરાયલની બીર્શેબા હોસ્પિટલ પર હુમલો કરતાં ઈઝરાયલ ભડક્યું છે. ઈઝરાયલના રક્ષા મંત્રી કાટ્ઝે ઈરાન વિરૂદ્ધ ઉગ્ર મોરચો છેડતાં તેના સુપ્રીમ લીડર અલી ખામેનેઈને મારવાની ખુલ્લેઆમ ધમકી આપી છે. કાટ્ઝનું આ નિવેદન વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના બદલો લેવાના વચનની થોડી ક્ષણો બાદ આવ્યું છે. ઈઝરાયલના સ્થાનિક મીડિયા અનુસાર, ઈઝરાયલના રક્ષા મંત્રી કાટ્ઝે કહ્યું છે કે, હોસ્પિટલ પર હુમલા માટે ખામેનેઈ જવાબદાર છે. આથી હવે અમે સીધા તેમને જ ટાર્ગેટ કરીશું. આ યુદ્ધ એક અપરાધ છે, અને તેની સજા ખામનેઈને મળશે.
ખામેનેઈ ભૂર્ગભમાં ઉતર્યા
ઈરાન ઈન્ટરનેશનલ અનુસાર, ઈઝરાયલના હુમલાને ધ્યાનમાં લેતાં અલી ખામેનેઈ આખા પરિવાર સાથે તહેરાનના લાવિજાન બંકરમાં છુપાયા હોવાના અહેવાલ છે. આ બંકર ન્યૂક્લિયર સાઈટની નજીક છે. બંકરની પાસે ઈરાન આર્મીનું મથક પણ છે. ખામેનેઈ ઈરાનના સુપ્રીમ લીડર છે. સેનાની કમાન તેમની પાસે છે. ઈઝરાયલના હુમલાના વિરોધમાં ખામેનેઈએ ખુલ્લેઆમ ઈઝરાયલ અને અમેરિકાને ચેતવણી આપી હતી કે, અમે આત્મસમર્પણ નહીં કરીએ.
આ પણ વાંચો : ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં અમેરિકા પણ ઝંપલાવશે! ફાઈટર જેટ રવાના, નેવી પણ એક્શનમાં