World

રશિયાએ યુક્રેનની રાજધાની કીવને ઘમરોળી : દોઢ મહિનામાં 100નાં મોત

By GS Team
23 Aug 20262 mins read
TukuTouch Logo
યુક્રેનના કીવ પર રશિયાના સતત હુમલાઓ ચાલુ છે, જેમાં છેલ્લા દોઢ મહિનામાં 100 લોકોના મોત થયા છે અને 202 ઘાયલ થયા છે. રશિયા યુક્રેનના પાવર સેન્ટરને નિશાન બનાવી ડ્રોન અને મિસાઇલ હુમલા કરી રહ્યું છે. ઝેલેન્સ્કીએ જણાવ્યું કે, કીવમાં રેલ્વે ઇન્ફ્રાસ્ટ્રકચર પર બેલિસ્ટિક મિસાઇલ હુમલામાં એકનું મોત થયું. રશિયા અમેરિકન પેટ્રિયેટ મિસાઇલના અભાવનો લાભ લઈ રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રશિયાએ યુક્રેનની રાજધાની કીવને ઘમરોળી : દોઢ મહિનામાં 100નાં મોત

કીવ : રશિયાઅ યુક્રેનના કીવને બરોબરનું લક્ષ્ય બનાવવા માંડયુ છે, તેથી જુલાઈમાં કીવમાં થયેલા હુમલામાં કુલ ૫૪ સહિત છેલ્લા દોઢ મહિનામાં ૧૦૦ જેટલા લોકોના મોત થયા હતા અને ૨૦૨ ઘાયલ થયા હતા. આ બતાવે છે કે રશિયા હવે યુક્રેનના પાવર સેન્ટરને નિશાન બનાવી સતત તેના પર હુમલા કરી રહ્યું છે.
રશિયાએ યુક્રેન પર અવિરત ધોરણે ડ્રોન અને મિસાઇલ હુમલા ચાલુ રાખ્યા છે. તેના લીધે યુક્રેનમાં છેલ્લા બે દિવસમાં ૧૯નાં મોત થયા છે. તેમા શનિવારે ત્રણ અને શુક્રવારે ૧૬ના મોત થયા હતા.
અરશિયાના ડ્રોન અને મિસાઇલ હુમલામાં યુક્રેનમાં કમસેકમ ત્રણના મોત થયા હતા અને યુક્રેને રશિયાના ક્રાસનોડર વિસ્તારમાં કરેલા ડ્રોન હુમલામાં બેના મોત થયા હતા. રશિયાના હુમલામાં ૧૬નાં મોત થયા પછી યુક્રેને આ હુમલો કર્યો હતો. રશિયાના હુમલામાં કુલ ૧૩૦ ઘાયલ થયા હતા અને હુમલામાં નવ જણા હજી પણ અદ્રશ્ય છે.
તાજેતરના હુમલાઓ અંગે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે કીવમાં રેલ્વે ઇન્ફ્રાસ્ટ્રકચર પર બેલિસ્ટિક મિસાઇલ ત્રાટકતા એકનું મોત થયું હતું. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેઓએ લોકોમોટિવ ડેપો પર હુમલો કર્યો હતો. સ્થાનિક સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે કીવ વિસ્તારમાં થયેલા એક બીજા હુમલામાં એકનું મોત થયું હતું.
મોસ્કોએ તાજેતરમાં કીવ પર બેલિસ્ટિક મિસાઇલોનો મારો વધુ તીવ્ર બનાવ્યો છે. તેઓ યુક્રેન પાસે અમેરિકન બનાવટના પેટ્રિયેટ ઇન્ટરસેપ્ટર મિસાઇલની ઉપલબ્ધતાના અભાવનો બરોબર ફાયદો ઉઠાવી રહ્યા છે. રશિયાના બેલિસ્ટિક મિસાઇલને અટકાવી શકે તેવું આ એકમાત્ર શસ્ત્ર છે. રશિયાના ડ્રોન હુમલામાં ઝાપોરિઝઝિયા વિસ્તારમાં એકનું મોત થયું હતું.